પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

બ્રિટિશ એરલાઈન્સ કંપની વર્જિન એટલાન્ટિકે પાકિસ્તાનમાં તેની ફ્લાઇટ સર્વિસ બંધ કરી દીધી છે. સિવિલ એવિયેશન ઓથોરિટીના એક પ્રવક્તાએ જણાવ્યું કે સાત વીકલી ફ્લાઇટ સાથે બ્રિટિશ એરલાઈન્સે ડિસેમ્બર 2020માં અઠવાડિયામાં સાત ફ્લાઈટ સાથે ઈસ્લામાબાદ એરપોર્ટ પર વિમાન સેવા ચાલુ કરી હતી.

વર્જિન એટલાન્ટિકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મે 2023માં અમારા ફ્લાઇંગ પ્રોગ્રામને આગળ ધપાવવાનું ચાલુ રાખ્યું હોવાથી, અમે અમારા સમગ્ર નેટવર્કની સમીક્ષા કરવાની તક ઝડપી છે અને થોડા ફેરફારો કરવાનું નક્કી કર્યું છે. આ અમે હળવાશથી લીધેલો નિર્ણય નથી, અને અમને થયેલી કોઈપણ અસુવિધા માટે અમે માફી માંગીએ છીએ. અમે પાકિસ્તાનમાં અમારા ગ્રાહકો, ટીમો, ભાગીદારો અને સત્તાવાળાઓ દરેકનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.

રીપોર્ટ મુજબ એરલાઈન્સે માહિતી આપી કે એરલાઈન્સે શરૂઆતમાં માન્ચેસ્ટર માટે ચાર અને હીથ્રો એરપોર્ટ માટે ત્રણ ફ્લાઈટોનું સંચાલન કર્યું હતું. પછી એરલાઈન્સે હીથ્રો એરપોર્ટ માટે તેની સેવાઓને ફક્ત અઠવાડિયામાં ત્રણ ફ્લાઈટો સુધી મર્યાદિત કરી દીધી.

LEAVE A REPLY

15 − 13 =