ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) એ શુક્રવારે શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ચંદ્રયાન-3 મિશન લોન્ચ કર્યું હતું (ANI ફોટો)

ભારતે શુક્રવાર, 14 જુલાઇએ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સ્પેસપોર્ટ ખાતેથી દેશના ત્રીજા ચંદ્ર મિશન ચંદ્રયાન-3ને સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. LVM3-M4 રોકેટ બપોરે 2.35 વાગ્યે અવકાશમાં આ અવકાશયાન મોકલવામાં આવ્યું હતું. આ યાન આશરે 40 દિવસ પછી ચંદ્ર પર ઉતરાણ કરશે. જો મહત્ત્વકાંક્ષી મિશનને સફળતા મળશે તો અમેરિકા, ચીન અને ભૂતપૂર્વ સોવિયેત યુનિયન જેવા ચુનંદા રાષ્ટ્રની કલમમાં ભારત સામેલ થઈ જશે.

અવકાશયાનને પૃથ્વીથી ચંદ્ર સુધીની સફર કરવામાં લગભગ એક મહિનાનો સમય લાગવાનો અંદાજ છે અને 23 ઓગસ્ટે લેન્ડિંગની ધારણા છે. ઉતરાણ કર્યા પછી તે એક ચંદ્ર દિવસ માટે કાર્ય કરશે, જે લગભગ 14 પૃથ્વી દિવસ થાય છે. ચંદ્ર પરનો એક દિવસ પૃથ્વી પરના 14 દિવસ બરાબર છે.

ચંદ્રયાન-3 મિશનમાં સ્વદેશી પ્રોપલ્શન મોડ્યુલ, લેન્ડર મોડ્યુલ અને રોવરનો સમાવેશ થાય છે જેનો ઉદ્દેશ આંતર-ગ્રહીય મિશન માટે જરૂરી નવી ટેકનોલોજી વિકસાવવા અને તેનું પ્રદર્શન કરવાનો છે. ઓગસ્ટના અંત ભાગમાં અવકાશયાનના સોફ્ટ લેન્ડિંગની યોજના બનાવાઈ છે. આ મિશન ભવિષ્યના આંતર ગ્રહ મિશન માટે સહાયક બનવાની ધારણા છે

ચંદ્રયાન-3 પ્રોગ્રામ મારફત ઇસરો તેના લુનાર મોડ્યુલ મારફત ચંદ્રની ભૂમિ પર તેના વ્હિકલનું સોફ્ટ લેન્ડિંગ કરીને તેને ફરતું કરવાની એક નવી સિદ્ધિ હાંસલ કરવા માગે છે.

LVM3-M4 રોકેટ (અગાઉનું GSLVMkI II) ચંદ્રયાન-3ને અવકાશમાં મોકલવામાં આવ્યું હતું. ભારે પેલોડ વહન કરવાની ક્ષમતાને કારણે અવકાશ વૈજ્ઞાનિકોએ આ રોકેટને ‘ફેટ બોય’ નામ આપ્યું છે. શુક્રવારનું મિશન LVM3 રોકેટનું ત્રીજું મિશન હતું. LVM3 વ્હિકલે બહુવિધ સેટેલાઇટના પ્રક્ષેપણ, આંતરગ્રહીય મિશન સહિતના સૌથી જટિલ મિશન હાથ ધરવામાં સફળતા મેળવી છે. તે દેશ અને વિદેશના ગ્રાહકોના સેટેલાઇટનું વહન કરનારું સૌથી મોટું અને સૌથી ભારે લોન્ચ વ્હિકલ છે.

ઇસરોની ટીમ તિરુમાલામાં શ્રી વેંકટેશ્વર મંદિરમાં પ્રાર્થના કરી

ચંદ્રયાન-3ના લોન્ચિંગ પહેલા ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના વૈજ્ઞાનિકોની એક ટીમે તિરુમાલા ખાતેના શ્રી વેંકટેશ્વર મંદિરમાં જઇને સફળતાની પ્રાર્થના કરી હતી. ત્રણ મહિલા અને બે પુરુષો સહિત ISRO ટીમનો વીડિયો ગુરુવારે સવારે વાયરલ થયો હતો. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ના અધિકારીએ તેમની મુલાકાતની પુષ્ટિ આપી હતી. ઇસરોના ચેરમેન એસ સોમનાથે ગુરુવારે તિરુપતી નજીકના સુલ્લુરપેટા ખાતેના શ્રી ચેંગલમ્મા પરમેશ્વરિણી મંદિરમાં પણ પ્રાર્થના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મને ચેંગલમ્મા દેવીના આશીર્વાદની જરૂર છે…હું અહીં આ મિશનની સફળતા માટે પ્રાર્થના કરવા અને આશીર્વાદ લેવા આવ્યો છું,

LEAVE A REPLY

14 − thirteen =