સોમવારે પેરિસમાં ભારતીય સશસ્ત્ર દળોની ટુકડી બેસ્ટિલ ડે પરેડ 2023ની તૈયારીઓમાં ભાગ લે છે. (ANI Photo)

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવાર, 14 જુલાઇએ પેરિસમાં બેસ્ટિલ ડેની ઉજવણીમાં મુખ્ય અતિથિ બન્યાં હતા. બેસ્ટિલ ડેની ઉજવણીમાં ચાર રાફેલ ફાઇટર જેટ અને બે C-17 ગ્લોબમાસ્ટર્સે ભાગ લીધો હતો. ભારતીય સશસ્ત્ર દળોની 269 સભ્યોની ટુકડીએ પણ બેસ્ટિલ ડે પરેડમાં ફ્રેન્ચ દળોના તેમના સમકક્ષોની સાથે કૂચ કરી હતી. આ પહેલાં પરેડ માટે પહોંચેલા પીએમ મોદીનું વડાપ્રધાન એલિઝાબેથ બોર્ન અને ફર્સ્ટ લેડી બ્રિજિટ મેક્રોને સ્વાગત કર્યું હતું. આ પછી પ્રેસિડન્ટ મેક્રોને મોદીને ગળે લગાવીને તેમનું સ્વાગત કર્યું હતું.

બેસ્ટિલ ડે ફ્રાન્સમાં દર વર્ષે 14 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. તે જૂના શાસનના પ્રતીક સામે લોકોની પ્રથમ જીતનો સંકેત માનવામાં આવે છે. તે ફ્રેન્ચ ક્રાંતિની શરૂઆતને ચિહ્નિત કરે છે અને ફ્રેન્ચ લોકોમાં એકતાનું પ્રતિનિધિત્વ કરે છે.

LEAVE A REPLY

20 − one =