. (PTI Photo)

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરનેમ અંગેના માનહાનિ કેસમાં ગુજરાત હાઇકોર્ટના 7 જુલાઇને આદેશને શનિવાર, 15 જુલાઇએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ગુજરાત હાઇકોર્ટે આ ગુનાહિત બદનક્ષી કેસમાં રાહુલ ગાંધીની સજા પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો હતો. રાહુલ ગાંધીએ ધારાશાસ્ત્રી પ્રસન્ના એસ મારફત અરજી કરી હતી.

આ કેસમાં સુરતની કોર્ટે દોષિત ઠેરવીને બે વર્ષની સજા કર્યા પછી રાહુલ ગાંધી 24 માર્ચ 2023એ સંસદસભ્ય તરીકે ગેરલાયક ઠર્યા હતા. ગુજરાત હાઇકોર્ટે પણ નીચલી કોર્ટના આદેશ સામેની તેમની અરજી ફગાવી દીધી હતી અને કેટલાંક આકરી ટીપ્પણી કરી હતી. રાહુલ ગાંધીની સજા પર સ્ટે મૂકવામાં આવે તો તેઓ ફરી લોકસભાના સાંસદ બની શકે છે. જોકે હજુ સુધી તેમને  સેશન્સ કોર્ટ અથવા ગુજરાત હાઈકોર્ટમાંથી કોઈ રાહત મળી નથી.

જસ્ટિસ હેમંત પ્રચ્છકે તેમના ચુકાદામાં જણાવ્યું હતું કે જનપ્રતિનિધિઓ ઉદાહરણ પૂરું પાડે તેવા વ્યક્તિઓ હોવા જોઈએ અને સજા પરપર સ્ટે એ કોઈ નિયમ નથી, પરંતુ અપવાદ છે જે ફક્ત દુર્લભ કિસ્સાઓમાં જ ઉપયોગમાં લેવાય છે. સજા પર સ્ટે મૂકવાના કોઇ વાજબી આધારો નથી. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ કેટલાંક રાજ્યોમાં 10 ગુનાહિત કેસોનો સામનો કરી રહ્યાં છે. વિવાદાસ્પદ ટીપ્પણી બદલ બે વર્ષની જેલની સજા કરતો નીચલી કોર્ટના ચુકાદો ન્યાયી, વાજબી અને કાનૂની છે. આ કેસ કોઇ વ્યક્તિની માનહાનીનો નથી, પરંતુ તે સમાજના એક વર્ગને અસર કરે છે.

LEAVE A REPLY