Vol. 1 No. 31 About   |   Contact   |   Advertise September 7, 2023


 
 
‘સબકા સાથ, સબકા વિકાસ’ વિશ્વનો માર્ગદર્શક મંત્ર બની શકેઃ મોદી

સમગ્ર વિશ્વના દેશોએ આજે “જીડીપી કેન્દ્રી અભિગમ” બદલીને “માનવ કેન્દ્રી અભિગમ” અપનાવવાની જરૂર છે અને તેમનું “સબ કા સાથ, સબ કા વિકાસ” મોડલ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે માર્ગદર્શક મંત્ર બની રહેવાની ક્ષમતા ધરાવે છે, એમ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. આ સપ્તાહના અંતે ભારતની રાજધાની નવી દિલ્હીમાં જી-20 શિખર સંમેલનમાં તેઓ વિશ્વ નેતાઓના યજમાન બનવાના છે તેના ગણતરીના દિવસો અગાઉ નરેન્દ્ર મોદીએ પોતાના નિવાસ સ્થાને ન્યૂજ એજન્સી પીટીઆઈને આપેલા એક એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, કોઈપણ દેશની જીડીપીનું કદ ગમે તેટલું -મોટું હોય કે નાનુ – હોય, દરેક માનવીનો અવાજ મહત્ત્વનો છે.

Read More...
ભારતના પ્રથમ સૂર્ય મિશન આદિત્ય L1નું શ્રીહરિકોટાથી સફળ લોન્ચિંગ

ચંદ્રયાન-3ની ઐતિહાસિક સફળતા પછી હવે ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) દ્વારા શ્રીહરિકોટાથી સૂર્ય મિશન આદિત્ય એલ-1નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. હવે ઇસરો સૂર્યનો અભ્યાસ કરવાની તૈયારી કરી રહ્યું છે.

Read More...
અમેરિકામાં પ્રેસિડેન્ટપદની ચૂંટણીમાં મિશેલ ઓબામાને મેદાનમાં ઉતારવા ડેમોક્રેટ્સમાં થનગનાટ

અમેરિકામાં આવતા વર્ષે યોજાનારી પ્રેસિડેન્ટ પદની ચૂંટણી માટે ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને અત્યારથી જ સતત લોકસમર્થન મળી રહ્યું છે ત્યારે ડેમોક્રેટિક પાર્ટીએ ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામાનાં પત્ની મિશેલ ઓબામાને આ રાજકીય જંગમાં ઝંપલાવવા વિનંતી કરી છે.

Read More...
રાણી કેમિલાએ ભારતીય બ્રિટિશર જાસૂસ નૂર ઇનાયતના પોટ્રેટનું અનાવરણ કર્યું

બ્રિટનની રાણી કેમિલાએ ભારતીય બ્રિટિશર જાસૂસ અને ટીપુ સુલતાનના વંશજ નૂર ઇનાયત ખાનના નવા પોટ્રેટનું અહીં લંડનમાં રોયલ એર ફોર્સ (RAF) ક્લબમાં અનાવરણ કર્યું હતું. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન બ્રિટનના સ્પેશિયલ ઓપરેશન્સ

Read More...
બર્લિનમાં જર્મનીના સૌથી મોટા હિન્દુ-ગણપતિ મંદિરનું દિવાળીએ લોકર્પણ

બર્લિનમાં જર્મનીના સૌથી મોટા હિન્દુ – ગણપતિ મંદિરનું નિર્માણ કાર્ય હવે પૂર્ણતાના આરે છે. 70 વર્ષના વિલ્વનાથ કૃષ્ણમૂર્તિની 20 વર્ષની મહેનત પછી આ મંદિર સાકાર થઈ રહ્યું છે. અત્યારે મંદિરમાં ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી નથી.

Read More...
અમેરિકામાં જ્યોર્જિયા રાજ્યે ઓક્ટોબરને ‘હિન્દુ હેરિટેજ મંથ’ જાહેર કર્યો

અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં હિન્દુ-અમેરિકન સમુદાયે આપેલા અનેક યોગદાનને ધ્યાનમાં રાખીને તેમની કદર કરતા ઓક્ટોબર મહિનાને સત્તાવાર રીતે “હિન્દુ હેરિટેજ મંથ” જાહેર કરાયો છે.

Read More...
બાઇડન G20 સમીટના બે દિવસ પહેલા ભારત પહોંચશે, મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે

ભારતમાં G20 સમીટના બે દિવસ પહેલા અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન નવી દિલ્હી આવી પહોંચશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક પણ યોજાશે. ભારતમાં 9-10 સપ્ટેમ્બરે G20 દેશોના વડાઓની બેઠક યોજાઈ રહી છે.

Read More...
ટ્રમ્પે $2.2 અબજ ડોલરની બનાવટી નેટવર્થ બતાવી બેન્ક લોન મેળવેલી

​​ડોનાલ્ડ ટ્રમ્પે 2011 થી 2021 વચ્ચે દર વર્ષે તેમની નેટવર્થમાં નિયમિત રીતે અબજો ડોલરનો બનાવટી વધારો દર્શાવ્યો હોવાનો આક્ષેપ ન્યૂયોર્કના એટર્ની જનરલે કર્યો હતો.

Read More...
મોદી સરકારે સંસદનું “વિશેષ સત્ર” બોલાવ્યું

મોદી સરકારે 18 થી 22 સપ્ટેમ્બર દરમિયાન “સંસદનું વિશેષ સત્ર” બોલાવાની સૌને ચોંકાવી દીધા હતા. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ એક્સ (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે 18 થી 22 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા “સંસદના વિશેષ સત્ર”માં પાંચ બેઠકો હશે.

Read More...
સાળંગપુર મંદિર વિવાદમાં સમાધાનઃવિવાદાસ્પદ ભીંતચિત્રો હટાવી લેવાયા

બોટાદ નજીકના સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંતોના દાસ તરીકે દર્શાવતા ભીંતચિત્રોના વિવાદનો ગત સોમવારે અંત આવ્યો હતો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તક્ષેપ બાદ વડતાલ

Read More...

  Sports
હોકી ફાઈવ્સ એશિયા કપમાં ભારતને બન્ને ગોલ્ડ

ઓમાનમાં ગયા સપ્તાહે રમાઈ ગયેલી પાંચ ખેલાડીઓની ટીમની એશિયા કપ હોકીમાં – તે હોકી ફાઈવ્સ તરીકે ઓળખાય છે – ભારતે પુરૂષો અને મહિલાઓ, બન્ને વિભાગમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યા હતા.

Read More...
ભારત-પાકિસ્તાન એશિયા કપ મેચ વરસાદમાં ધોવાઈ ગઈ

શનિવારે શ્રીલંકાના કેન્ડીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની એશિયા કપની ખૂબજ રોમાંચક બની રહેવાની શક્યતા ધરાવતી મેચમાં વરસાદ વિલન બન્યો હતો અને મેચમાં પાકિસ્તાનની ઈનિંગ રમી શકાઈ જ નહોતી,

Read More...
યુએસ ઓપનમાં સ્વીઆટેકનો અપસેટ પરાજય

યુએસ ઓપન મહિલા સિંગલ્સમાં ઈગા સ્વીઆટેકનો ચોથા રાઉન્ડમાં ચોંકાવનારો પરાજય થયો હતો અને એ સાથે 75 સપ્તાહ સુધી વિશ્વમાં નં. 1 ક્રમ જાળી રાખ્યા પછી હવે સ્વીઆટેક એ સ્થાન પણ ગુમાવે તેવી શક્યતા છે. Read More...

જસપ્રીત બુમરાહ – સંજના ગણેશનને ત્યાં પુત્રનો જન્મ

ભારતીય ટીમનો મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પિતા બની ગયો છે. તેની પત્ની અને જાણીતી સ્પોર્ટ્સ પ્રેઝેન્ટર સંજના ગણેશને પુત્રને જન્મ આપ્યો છે. બુમરાહ પુત્રના જન્મ માટે જ એશિયા કપની સોમવારની મેચમાંથી રજા લઈ મુંબઈ આવ્યો હતો.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
ડિજિટલ પેમેન્ટમાં ભારતની હરણફાળ, એક મહિના 10 બિલિયન UPI ટ્રાન્ઝેક્શન

ભારતમાં ડિજિટલ પેમેન્ટની લોકપ્રિયતામાં કુદકેને ભૂસકે વધારો થઈ રહ્યો છે. ઓગસ્ટમાં પ્રથમ વખત રૂ. 15,700 બિલિયનથી વધુના 10 બિલિયન UPI ટ્રાન્ઝેક્શન થયાં હતાં, જે એક રિકોર્ડ છે. છેલ્લા સાત વર્ષમાં ભારતની ડિજિટલ સફરમાં આ એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે.

Read More...
ગુજરાતમાં એક વર્ષમાં કરોડપતિઓની સંખ્યામાં 50% ઉછાળો

ભારતમાં બીજા રાજ્યોની તુલનામાં આર્થિક રીતે સમૃદ્ધ ગણાતા ગુજરાતમાં કરોડપતિઓની સંખ્યા વધતી જાય છે. ઈન્કમ ટેક્સની ચુકવણીના ડેટા દર્શાવે છે કે છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં કરોડપતિ કરદાતાઓ વધ્યાં છે.

Read More...
હિન્ડનબર્ગ પછી OCRPના અદાણી ગ્રુપ સામે ગંભીર આક્ષેપો

હિન્ડનબર્ગ રિસર્ચે આપેલો આંચકો ઓછો હોય તેમ હવે જ્યોર્જ સોરોસ દ્વારા ફંડેડ ઓર્ગેનાઇઝેશન OCCRPએ અદાણી ગ્રૂપ સામે વધુ ગંભીર આક્ષેપો કરાયાં હતાં. ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCRP)એ ગુરુવારે આરોપ મૂક્યો હતો

Read More...
યેલેન ભારતમાં G20 સમીટમાં હાજર રહેશે

અમેરિકાના નાણાપ્રધાન જેનેટ યેલેન 7-10 સપ્ટેમ્બર દરમિયાન જી20 લીડર્સ સમિટમાં ભાગ લેવા નવી દિલ્હી જશે. છેલ્લાં 10 મહિનામાં તેમની આ ચોથી ભારત મુલાકાત કરશે, ટ્રેઝરી વિભાગે ગુરુવારે જણાવ્યું હતું. યેલેન સમિટમાં વૈશ્વિક અર્થતંત્રને મજબૂત કરવા તથા નીચી અને મધ્યમ આવક ધરાવતી દેશોને સપોર્ટ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરશે.

Read More...
AAHOAનું હોટલોમાં એથિકલ, ફાયદાકારક AIને સમર્થન

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમાજમાં દરેક સ્તરે પ્રસરતું રહે છે, હોટેલ ઉદ્યોગમાં તેના માટે એક સ્થાન છે, AAHOAએ જણાવ્યું હતું. એસોસિએશને જણાવ્યું હતું કે, ટેક્નોલોજી ઓપરેશનલ કાર્યક્ષમતામાં સુધારો કરી શકે છે અને ખર્ચમાં ઘટાડો કરી શકે છે,

Read More...
AAA: લેબર ડે સપ્તાહના બુકિંગમાં ચાર ટકાનો વધારો

સમર 2023નો અંત આવી રહ્યો છે અને ઘણા અમેરિકનો AAA ટ્રાવેલ અનુસાર લેબર ડે વીકએન્ડ માટે મુસાફરી કરવાની યોજના ધરાવે છે. તે વલણનો લાભ લેવા માટે, ઇકોનોમી લોજિંગ બ્રાન્ડ્સ મોટેલ 6 અને સ્ટુડિયો 6 My6 સભ્યોને ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.

Read More...
હયાત સ્ટુડિયો અલાબામા, કેલિફોર્નિયામાં એન્ટ્રી માટે તૈયાર

હયાત હોટેલ્સ કોર્પોરેશને બે રાજ્યોમાં હયાત સ્ટુડિયો શરૂ કરવા માટે 3H ગ્રૂપ અને પ્રેસિડિયો હોટેલ ડેવલપમેન્ટ સાથે ફ્રેન્ચાઇઝ કરારો કર્યા છે. સ્થાપક હિરેન દેસાઈની આગેવાની હેઠળ, 3H ગ્રુપ મોબાઈલ,

Read More...
  Entertainment

બોલીવૂડમાં ભાઇ-બહેનો વચ્ચે મજબૂત બોન્ડિંગ

બોલીવૂડમાં કાર્યરત અનેક કલાકારોનું તેમના ભાઇ-બહેન સાથેનું જોડાણ ખૂબ જ મજબૂત છે. તાજેતરમાં રક્ષાબંધનના તહેવારની ઉજવણી વખતે ઘણા અભિનેતા-અભિનેત્રીઓએ તેમના ભાઇ-બહેન સાથેના સંસ્મરણોને વાગોળ્યા.

Read More...

શાહરૂખની ‘જવાન’ ફિલ્મ વિશ્વના સૌથી મોટા પડદે દર્શાવાશે

શાહરૂખ ખાનની નવી ફિલ્‍મ જવાન ટૂંક સમયમાં રીલીઝ થઇ રહી છે. પરંતુ દર્શકોમાં પહેલાથી જ તેના માટે ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફિલ્‍મનું એડવાન્‍સ બુકિંગ શરૂ થઈ ગયું છે. અમેરિકામાં એડવાન્સ બુકિંગની ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે.

Read More...

અમીષાની નવી સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ

અમીષા પટેલ અત્યારે તેની નવી ફિલ્મ ગદર 2ની અભૂતપૂર્વ સફળતાની ઉજવણી કરી રહી છે. હવે તેની આવનારી ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પર રિલીઝ થઈ ગયું છે. સસ્પેન્સ અને થ્રિલર ફિલ્મ ‘મિસ્ટ્રી ઓફ ટેટૂ’ ના ટ્રેલરમાં અમીષા પટેલની સાથે અર્જુન રામપાલ, ડેઝી શાહ પણ મહત્વના પાત્રમાં છે.

Read More...

મૂવી રિવ્યૂ: ગદર 2

સન્ની દેઓલ અને અમિષા પટેલની ફિલ્મ ‘ગદર’ રિલીઝ થયાના 22 વર્ષ પછી તેની સીક્વલ રીલીઝ થઇ છે. ફિલ્મના એક સીનમાં પાકિસ્તાની જનરલ તારા સિંહના પુત્રને કેદ કરીને તેને પડકારે છે. હવે આ સીક્વલ ફિલ્મમાં ઘણું નવું છે. ‘ગદર’ની કથા 1947ના ભારત-પાકિસ્તાનના વિભાજનની પૃષ્ઠભૂમિ પર આધારિત હતી. જ્યારે ‘ગદર 2’ની વાર્તા 1971માં ભારત-પાકિસ્તાનનું યુદ્ધ શરૂ થયું એ પહેલાની છે. ગત ફિલ્મમાં તારા સિંહ મુસીબતોનો સામનો કરીને પત્ની સકીનાને પાકિસ્તાનથી પાછી લાવ્યો હતો.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store