(Photo by Elsa/Getty Images)

યુએસ ઓપન મહિલા સિંગલ્સમાં ઈગા સ્વીઆટેકનો ચોથા રાઉન્ડમાં ચોંકાવનારો પરાજય થયો હતો અને એ સાથે 75 સપ્તાહ સુધી વિશ્વમાં નં. 1 ક્રમ જાળી રાખ્યા પછી હવે સ્વીઆટેક એ સ્થાન પણ ગુમાવે તેવી શક્યતા છે. 

સ્વીઆટેકનો લેટવિઆની જેલેના ઓસ્ટાપેન્કો સામે 1 કલાક 48 મિનિટના જંગમાં 6-3, 3-6, 1-6થી પરાજય થયો હતો. ઓસ્ટાપેન્કોનો સ્વીઆટેક સામે જો કે, આશ્ચર્યજનક રીતે ત્રણ મુકાબલામાં અજેય રહ્યાનો વિશિષ્ટ રેકોર્ડ છે. તો સ્વીઆટેક ત્રણ રાઉન્ડ સુધી અજેય રહી હતી, તેણે એક પણ સેટમાં તેના હરીફને જીતવા દીધા નહોતા.  

 

રોહન બોપન્ના – મેથ્યુ એબ્ડેન ક્વાર્ટર ફાઈનલમાઃ

યુએસ ઓપનમાં ભારતના રોહન બોપન્ના અને ઓસ્ટ્રેલિયાના મેથ્યુ એબ્ડેને પુરૂષોની ડબલ્સમાં બ્રિટિશ જોડી જુલિયન કેશ અને હેનરી પેટનને ભારે સંઘર્ષપૂર્ણ મુકાબલામાં 6-4, 6-7(5) અને 7-6(10) થી હરાવી ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્રીજા રાઉન્ડની તેમની આ મેચ બે કલાક 22 મિનિટ ચાલી હતી. 

રોહન બોપન્ના જો કે મિક્સ્ડ ડબલ્સમાં પરાજય સાથે બહાર થઈ ગયો છે, તો યુએસ ઓપન પુરૂષોની ડબલ્સમાં બીજી એક ભારતીય જોડી – યુકી ભામ્બ્રી અને સાકેત માયનેનીનો પણ પ્રથમ રાઉન્ડમાં જ પરાજય થયો હતો.  

LEAVE A REPLY

14 − eleven =