પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતમાં ડિજિટલ પેમેન્ટની લોકપ્રિયતામાં કુદકેને ભૂસકે વધારો થઈ રહ્યો છે. ઓગસ્ટમાં પ્રથમ વખત રૂ. 15,700 બિલિયનથી વધુના 10 બિલિયન UPI ટ્રાન્ઝેક્શન થયાં હતાંજે એક રિકોર્ડ છે. છેલ્લા સાત વર્ષમાં ભારતની ડિજિટલ સફરમાં આ એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે. 

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ડેટા પ્રમાણે ઓગસ્ટમાં 135 કરોડ લોકોના દેશમાં, UPI દ્વારા એક મહિનામાં કુલ 10.58 બિલિયન વ્યવહારો ડિજિટલ રીતે કરવામાં આવ્યા હતાંજેનું મૂલ્ય રૂ. 15,760 બિલિયન ($183 બિલિયનથી વધુ) હતું.  ઓગસ્ટની ગણતરીમાં હજુ એક દિવસ ઉમેરવાનો બાકી હતો.  

10.58 અબજનો આંકડો વિશ્વની કુલ વસ્તી કરતાં લગભગ બે અબજ વધુ છે. UPI દ્વારા 9.96 બિલિયન ટ્રાન્ઝેક્શન કરીનેજુલાઈમાં પણ ભારતે લગભગ 10-બિલિયનના આંકને સ્પર્શ કર્યો હતો. ઓગસ્ટનો આંકડો હવે ઓગસ્ટ 2022થી લગભગ 61 ટકા વાર્ષિક વૃદ્ધિ દર્શાવે છે. ઓગસ્ટ 2022માં દેશમાં લગભગ 6.5 અબજ UPI વ્યવહારો થયાં હતાં. ઓગસ્ટ 2021માં આ આંકડો માત્ર 3.5 અબજ વ્યવહારોનો હતોજે બે વર્ષમાં લગભગ ત્રણ ગણો વૃદ્ધિ દર્શાવે છે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષની શરૂઆતમાં કહ્યું હતું કે નિષ્ણાતોને લાગે છે કેઆ દરેભારતના ડિજિટલ વૉલેટ વ્યવહારો ટૂંક સમયમાં રોકડ સોદા કરતાં આગળ નીકળી જશે. 2016 UPI-BHIM સિસ્ટમ નરેન્દ્ર મોદી સરકાર હેઠળ શરૂ કરવામાં આવી હતી. 2016-17માં ડિમોનેટાઈઝેશનને કારણે લોકોએ મોટા પાયે ડિજિટલ પેમેન્ટ અપનાવ્યું અને રોકડનો ઉપયોગ કરવાની તેમની આદત છોડી દીધી. 2020 અને 2022 વચ્ચેના કોવિડ સમયગાળા દરમિયાન ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વધુ વેગ મળ્યો હતો.  

LEAVE A REPLY