(Photo by Matthew Stockman/Getty Images)

અમેરિકામાં આવતા વર્ષે યોજાનારી પ્રેસિડેન્ટ પદની ચૂંટણી માટે ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને અત્યારથી જ સતત લોકસમર્થન મળી રહ્યું છે ત્યારે ડેમોક્રેટિક પાર્ટીએ ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામાનાં પત્ની મિશેલ ઓબામાને આ રાજકીય જંગમાં ઝંપલાવવા વિનંતી કરી છે.

રડારઓનલાઇનના રીપોર્ટ મુજબ કેટલાક લોકોએ ડેમોક્રેટિક પાર્ટી સાથે એવી ચર્ચા શરૂ કરી છે કે, મિશેલ ઓબામાને પ્રેસિડેન્ટ પદની ચૂંટણીમાં ઉમેદવારી માટે મનાવવા જોઈએ કારણ કે જનમતમાં આ પદ માટે મિશેલ ઓબામાને 48 ટકા અને જો બાઇડેનને 36 ટકા સમર્થન મળ્યું છે. મિશેલને આ પદ માટે ઉમેદવાર જાહેર કરાય તો તે સામેના ઉમેદવારને મજબૂત ટક્કર આપી શકે તેમ છે.

આ રીપોર્ટમાં ડેમોક્રેટના સૂત્રએ જણાવ્યું હતું કે, “મિશેલ ઓબામાના નામની જાહેરાત કરાશે, તો ચૂંટણીમાં તાત્કાલિક અસરથી ઉથલપાથલ સર્જાશે.”

અગાઉ મીડિયામાં એવું જણાવવામાં આવ્યું હતું કે, જો બાઇડેનને બીજી મુદત માટે જાહેર સમર્થન મળ્યું હોવા છતાં ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામા ગુપ્ત રીતે અન્ય ઉમેદવાર માટે કોંગ્રેસનું સમર્થન મેળવી રહ્યા છે. બરાક ઓબામાએ તાજેતરમાં તેમની વોશિંગ્ટન ડીસી ઓફિસમાં ડેમોક્રેટિક પાર્ટીના મોટા નેતાઓ સાથે સામાન્ય બેઠક યોજી હોવાનું કહેવાય છે. રડારઓનલાઇનમાં સૂત્રોના જણાવ્યા અનુસાર, “બરાક ઓબામાં બાઇડેનની નિરાશાજનક લોકપ્રિયતા સાથે પરિસ્થિતિ જાણે છે. જેમ જેમ 2024 નજીક આવી રહ્યું છે, તેમને દેખિતી રીતે એવો ડર છે કે, બાઇડેન ખૂબ વૃદ્ધ થઈ રહ્યા છે અને જીતવા માટે નબળા પડી રહ્યા છે.”બાઇડેનને ફરીથી પ્રેસિડેન્ટ બનવામાં વૃદ્ધત્વ નડી રહ્યું છે તેમ ટ્રમ્પ પણ મોટા વિવાદોમાં ઘેરાયેલા રહ્યા છે.

LEAVE A REPLY

16 − 1 =