Photo by STRDEL/AFP via Getty Images)
અમીષા પટેલ અત્યારે તેની નવી ફિલ્મ ગદર 2ની અભૂતપૂર્વ સફળતાની ઉજવણી કરી રહી છે. હવે તેની આવનારી ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પર રિલીઝ થઈ ગયું છે. સસ્પેન્સ અને થ્રિલર ફિલ્મ ‘મિસ્ટ્રી ઓફ ટેટૂ’ ના ટ્રેલરમાં અમીષા પટેલની સાથે અર્જુન રામપાલ, ડેઝી શાહ પણ મહત્વના પાત્રમાં છે. ‘મિસ્ટ્રી ઓફ ટેટૂ’ ફિલ્મમાં એક મર્ડર મિસ્ટ્રી ઉકેલવાનો પ્રયત્ન થતો જોવા મળી રહ્યો છે, જેની કડી એક ટેટૂ સાથે જોડાય છે.
આ ફિલ્ના ટ્રેલરના પ્રથમ દૃશ્યમાં લંડન પોલીસ જોવા મળે છે. પછી મર્ડર મિસ્ટ્રી વિશે જણાવવામાં આવે છે, જ્યાં કિલર લોકોની હત્યા કર્યા પછી તેમના શરીર પર ટેટૂ બનાવીને જાય છે. પછી સીનમાં ડેઝી શાહની એન્ટ્રી થાય છે, જે મર્ડર મિસ્ટ્રી ઉકેલવામાં પોલીસની મદદ કરતી જોવા મળે છે.
પછી બોલીવૂડમાં મિસ્ટ્રી ઓફ ટેટૂથી ડેબ્યૂ કરી રહેલા રોહિત રાજ જોવા મળે છે, જે એક વકીલની ભૂમિકામાં છે. પછી સ્પેશિયલ અપીરિયન્સમાં અમીષા પટેલ અને અર્જુન રામપાલ જોવા મળે છે અને કહાનીમાં ત્યાં જ ટ્વિસ્ટ આવતો જોવા મળે છે. આ ફિલ્મમાં અર્જુન રામપાલ અને અમીષા પટેલ એક્સટેન્ડેડ કેમિયો રોલમાં છે. આ ફિલ્મથી રોહિત રાજ બોલીવૂડમાં પદાર્પણ કરી રહ્યા છે. ડેઝી શાહનું પાત્ર પણ ફિલ્મમાં મહત્વનું છે. ફિલ્મની આખી કથા એક એવા હત્યારાની આસપાસ છે, જે એક ટેટૂ મેકર છે અને લોકોની હત્યા કરીને તેમની પર ટેટૂ બનાવે છે.

LEAVE A REPLY