Vol. 1 No. 33 About   |   Contact   |   Advertise September 21, 2023


 
 
સીએટલમાં જહાન્વી કંડુલાને ન્યાય માટે પ્રબળ માગણી

ભારતીય મૂળની વિદ્યાર્થિની જહાન્વી કંડુલા મૃત્યુ કેસમાં ન્યાયની માગણી સાથે સીએટલમાં સાઉથ એશિયન સમુદાયના સભ્યો તાજેતરમાં શહેરના મેયર અને ઉચ્ચ અધિકારીઓને મળ્યા હતા અને તેમણે જ્યાં જહાન્વીનું પોલીસ પેટ્રોલિંગ દરમિયાન આકસ્મિક મૃત્યુ થયું હતું તે સ્થળે એક રેલી પણ યોજી હતી. 23 વર્ષીય જહાન્વી કંડુલા, 23 જાન્યુઆરીના રોજ જ્યારે રસ્તો પાર કરી રહી હતી ત્યારે અધિકારી કેવિન ડેવ દ્વારા ચલિત પોલીસ વાહને તેને ટક્કર મારી હતી. અધિકારી ડ્રગ ઓવરડોઝના કેસ માટે તે રસ્તા પરથી કલાકના 74 માઇલની ઝડપે પસાર થઇ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. સીએટલ પોલીસ ડીપાર્ટમેન્ટે તાજેતરમાં જાહેર કરેલા બોડીકેમ ફૂટેજમાં, અધિકારી ડેનિયલ ઔડરરે જીવલેણ અકસ્માત અંગે મજાક કરી હતી અને ડેવની ભૂલ હોઈ શકે છે અથવા તેની ગુનાઇત તપાસ જરૂરી હતી તે મુદ્દો ફગાવ્યો હતો.

Read More...
અમેરિકાના ફેડરલ ન્યાયાધીશે ‘DACAને ગેરકાયદે’ ઠરાવ્યો, મામલો પાછો સુપ્રીમ કોર્ટમાં

અમેરિકાના એક ફેડરલ જજે ગયા સપ્તાહે એવો ચુકાદો આપ્યો હતો કે અમેરિકા આવેલા લાખો ઇમિગ્રન્ટસના બાળકોને દેશનિકાલથી બચાવતી ફેડરલ નીતિનું નવું સંસ્કરણ ગેરકાયદે છે.

Read More...
લંડનમાં બાળકીના મોતના કેસમાં તેના માતા-પિતા સહિત ત્રણની પાકિસ્તાનથી ધરપકડ

સાઉથ લંડન નજીક 10 વર્ષની એક બાળકીના મોત કેસમાં પાકિસ્તાનમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને પછી તેમને યુકે મોકલવામાં આવ્યા હતા.

Read More...
વિવેક રામાસ્વામી H-1B વિઝા પ્રોગ્રામ જ રદ કરવા ધારે છે

એચ-વનબી વિઝા પ્રોગ્રામને કરારબદ્ધ ગુલામી ગણાવીને રિપબ્લિકન પાર્ટી તરફથી પ્રેસિડન્ટ પદના ઉમેદવારની રેસમાં રહેલા ઇન્ડિયન અમેરિકન વિવેક રામાસ્વામીએ જણાવ્યું હતું કે જો તેઓ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાશે તો લોટરી આધારિ આ વિઝા પ્રોગ્રામ બંધ કરશે અને તેની જગ્યાએ મેરિટ

Read More...
નિક્કી હેલી રીપબ્લિકન્સની સ્પર્ધામાં ડીસેન્ટિસ કરતા આગળ

અમેરિકામાં પ્રેસિડેન્ટપદ માટે આવતા વર્ષે યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારો વચ્ચે જંગ જામી રહ્યો છે. રીપબ્લિકન પ્રેસિડેન્ટપદની દાવેદારીની સ્પર્ધામાં નિક્કી હેલી એક સર્વેમાં પોતાના ભૂતપૂર્વ નેતા ડોનાલ્ડ ટ્રમ્પ કરતા 28 પોઇન્ટ પાછળ છે,

Read More...
જુના સંસદભવનમાંથી ભાવુક વિદાય, નવા ભવનમાં ઉત્સાહપૂર્વક પ્રવેશ

મંગળવારે ગણેશચતુર્થીના શુભદિને ભારતનું નવું સંસદભવન કાર્યરત થયું છે. સોમવારે સંસદસભ્યોએ બ્રિટિશકાળમાં બંધાયેલા જુના સંસદભવનમાંથી ભાવભરી વિદાય લીધી હતી.

Read More...
ભારતીય મૂળના થર્મન શણમુગરત્નમ્ સિંગાપોરના પ્રેસિડન્ટ બન્યા

ભારતીય મૂળના અને સિંગાપોરમાં જન્મેલા અર્થશાસ્ત્રી થર્મન શણમુગરત્નમે ગુરુવાર, 14 સપ્ટેમ્બરે સિંગાપોરના નવમા પ્રેસિડન્ટ તરીકે શપથ લીધા હતાં. પહેલી સપ્ટેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં 66 વર્ષના થર્મનને કુલ 70 ટકાથી વધારે મત મળ્યા હતાં.

Read More...
ગુજરાતમાં વરસાદના બીજાં રાઉન્ડથી ખેડૂતોને હાશકારો

​​ગુજરાતમાં સમગ્ર ઓગસ્ટ મહિનો કોરોધાકોર રહ્યા બાદ ગયા વીક એન્ડથી શરૂ થયેલા વરસાદના બીજાં રાઉન્ડના કારણે લોકોમાં આનંદની લાગણી પ્રસરી હતી અને ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો.

Read More...
ચોમાસામાં પ્રથમ વાર સરદાર સરોવર ડેમ છલકાયો

મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે ગુજરાતમાં સરદાર સરોવર ડેમ રવિવારે સવારે આ ચોમાસામાં પ્રથમ વખત સંપર્ણ ભરાયો હતો. ડેમમાં જળસ્તર 138.68 મીટર્સે પહોંચ્યું હતું,

Read More...
રાષ્ટ્રપતિ મુર્મુએ ગુજરાતમાં ઇ-વિધાનસભાનો પ્રારંભ કરાવ્યો

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે ગુજરાત વિધાનસભાના નેશનલ ઈ-વિધાન એપ્લિકેશન (NeVA) પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય વિધાનસભા ગૃહને પેપરલેસ બનાવવાનો છે.

Read More...

  Sports
ભારત આઠમીવાર એશિયા કપ ચેમ્પિયન

કોલંબોમાં રવિવારે એશિયા કપની ફાઈનલમાં ભારતે શ્રીલંકાને 10 વિકેટે હરાવી આઠમી વાર એશિયા કપનો તાજ હાંસલ કર્યો હતો. વરસાદના વિક્ષેપના કારણે થોડી મોડી શરૂ થયેલી મેચમાં શ્રીલંકાના સુકાનીએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો,

Read More...
ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સીરીઝમાં અશ્વિનની વાપસી

ભારતના પ્રવાસે આવી રહેલી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ સામેની ત્રણ વન-ડેની સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત સોમવારે કરાઈ હતી, જેમાં પીઢ સ્પિનર રવિચન્દ્રન અશ્વિનની વાપસી થઈ હતી, તો ભારતીય પસંદગીકારોએ પહેલી બે મેચમાં સુકાની રોહિત શર્મા,

Read More...
ભારત સામેની સીરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ

વર્લ્ડ કપ અગાઉ ભારત આવનારી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ ભારત સામે ત્રણ વન-ડેની સીરીઝ રમવાની છે, તે માટેની ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમમાં સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક અને ગ્લેન મેક્સવેલ સાથે કેપ્ટન પેટ કમિન્સની વાપસી થઇ છે. Read More...

નીરજ ચોપરાને યુજેન ડાયમંડ લીગમાં સિલ્વર મેડલ

યુજેનમાં રવિવારે ડાયમંડ લીગ 2023ની ફાઈનલમાં ભારતના દિગ્ગજ જેવેલીન થ્રોઅર નીરજ ચોપરા ગોલ્ડ મેડલ ચૂકી જતાં બીજા સ્થાને સિલ્વર મેડલ મેળવ્યો હતો. નીરજે ફાઈનલમાં 83.80 મીટર ભાલો ફેંક્યો હતો, પણ ચેક રીપબ્લિકના ખેલાડી જાકુબ વાદલેચે 84.27 મીટર ભાલો

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
Click Full Screen
 
  Business
રશિયાએ ભારતને ફર્ટિલાઇઝર્સમાં ડિસ્કાઉન્ટ બંધ કર્યુંઃ રીપોર્ટ

વૈશ્વિક સપ્લાય તંગ બનતા રશિયાની કંપનીઓએ ડિ-એમોનિયમ ફોસ્ફેટ (ડીએપી) જેવા ખાતર ભારતને ડિસ્કાઉન્ટે આપવાનું બંધ કરી દીધું છે, એમ ભારતીય આયાતકારોને ટાંકીને મીડિયા અહેવાલમાં 12 સપ્ટેમ્બરે જણાવાયું હતું.

Read More...
ઇજારાશાહી માટે ગૂગલ વર્ષે $10 બિલિયન ચૂકવે છેઃ ન્યાય વિભાગ

અમેરિકામાં સૌથી મોટા એન્ટીટ્રસ્ટ ટ્રાયલના પ્રારંભમા ન્યાય વિભાગે આરોપ મૂક્યો હતો કે ગૂગલ ઇન્ટરનેટ સર્ચ માર્કેટમાં હરીફોને હટાવવા અને ઇનોવેશનને ખતમ કરવા તેના પ્રભુત્વનો દુરુપયોગ કરે છે અને પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે વર્ષે 10 બિલિયન ડોલરની ચુકવણી કરે છે.

Read More...
ઇસરોની સેટેલાઇટ લોન્ચ વ્હીકલ ટેક્નોલોજી ખરીદવા પડાપડી

ISROના અસંખ્ય મિશનની સફળતા વચ્ચે આશરે 23 કંપનીઓએ ભારતીય અવકાશ એજન્સીની સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (SSLV) ટેક્નોલોજી ખરીદવામાં રસ દાખવ્યો છે. ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (IN-SPACE)

Read More...
ટેસ્લાએ ભારતમાં એન્ટ્રી ન કરી, પરંતુ કમ્પોનન્ટની ખરીદી ચાલુ કરી

ટેસ્લાએ હજુ સત્તાવાર રીતે ભારતમાં એન્ટ્રી કરી નથી, પરંતુ અમેરિકાની આઇકોનિક ઇલેક્ટ્રિક કાર કંપની ભારતમાંથી મોટાપાયે કમ્પોનન્ટની ખરીદી ચાલુ કરી છે. તે આ વર્ષે ભારતમાંથી $1.7-1.9 બિલિયનના પાર્ટ્સ ખરીદે તેવી શક્યતા છે.

Read More...
સોનેસ્ટાનું એસેન્શિયલ ઇન્ડિયાનાપોલિસમાં પદાર્પણ

સોનેસ્ટા એસેન્શિયલ પ્લેનફિલ્ડ, 67 રૂમ સાથેની ઉચ્ચ-મિડસ્કેલ હોટેલ, હવે ઇન્ડિયાનાપોલિસમાં ખુલ્લી છે. બિપિન પટેલની માલિકીની આ પ્રોપર્ટી, જાન્યુઆરીમાં બ્રાન્ડની રજૂઆત પછી લોંચ કરવા માટેનું બીજી સોનેસ્ટા એસેન્શિયલ પ્રોપર્ટી છે.

Read More...
ન્યૂબોન્ડ હોલ્ડિંગ્સે 130-કી એલોફ્ટ ટેમ્પા ડાઉનટાઉન હોટેલ ખરીદી

ન્યૂબોન્ડ હોલ્ડિંગ્સે ટામ્પા, ફ્લોરિડામાં અલોફ્ટ ટેમ્પા ડાઉનટાઉન હસ્તગત કર્યું છે, જે 24 મહિનામાં શહેરમાં તેનું ત્રીજું ડાઉનટાઉન રિવરફ્રન્ટ હોટેલ રોકાણ દર્શાવે છે.

Read More...
હવેથી શોર્ટ ટર્મ રેન્ટલ પર પણ ન્યૂયોર્કના સત્તાધીશોની નજર

ન્યૂયોર્ક સિટીએ ગયા અઠવાડિયે નવા નિયમો લાગુ કર્યા હતા, જેનાથી ટૂંકા ગાળાના રેન્ટલની દેખરેખ થઈ શકે છે. આ નિયમો હવે યજમાનોને 30 દિવસથી ઓછા સમય માટે તેમના ઘર ભાડે લેતી વખતે શહેરમાં નોંધણી કરાવવાનું ફરજિયાત બનાવે છે.

Read More...
  Entertainment

અર્જુન-મલાઈકાના બ્રેકઅપની અટકળો વચ્ચે બોલીવૂડમાં જાણીતી પ્રેમ કથાઓના આશ્ચર્યજનક અંતની ચર્ચા

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર વચ્ચે બ્રેક અપ થયું હોવાની અટકળો છેલ્લા કેટલાક સમયથી ચાલે છે. મલાઈકાથી છૂટા પડ્યા પછી અર્જુન કપૂર કુશા સાથે રહેતો હોવાની વાત બહાર આવી હતી. જોકે, અર્જુન અને મલાઈકાએ બ્રેક અપના સમાચારોને ખોટા ઠેરવ્યા છે.

Read More...

આયુષ્યમાન ખુરાનાને પ્રતિષ્ઠિત ‘ટાઈમ’ મેગેઝિનનો ઇમ્પેક્ટ એવોર્ડ

અમેરિકાના ‘ટાઈમ’ મેગેઝિનના પ્રતિષ્ઠિત વાર્ષિક ‘ઈમ્પેક્ટ એવોર્ડ્સ’ના આ વર્ષના વિજેતાઓની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં માત્ર એક જ ભારતીયનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે છે અભિનેતા આયુષ્યમાન ખુરાના છે.

Read More...

નયનતારા લોકપ્રિયતાના મામલે કેટરિના કૈફથી આગળ

શાહરુખ ખાન સાથેની ફિલ્મના કારણે ચર્ચામાં રહેલી નયનતારાએ જવાનની રિલીઝ પહેલા ઈન્સ્ટાગ્રામ પર ઓફિશિયલ પ્રવેશ કર્યો હતો. સોશિયલ મીડિયા પર એન્ટ્રી કરતાની સાથે જ નયનતારા છવાઈ ગઇ હતી.

Read More...

ફિલ્મ રીવ્યૂઃ જવાન

આ ફિલ્મની કથામાં અનેક તબક્કા છે. ફિલ્મની શરૂઆત મુંબઈ મેટ્રોના હાઈજેકિંગથી થાય છે. જ્યાં આઝાદ વેશ બદલીને પોતાની ગર્લ ગેંગ લક્ષ્મી (પ્રિયમણી), ઈરમ (સાન્યા મલ્હોત્રા), હેલના (સંજીતા ભટ્ટાચાર્ય), આલિયા કુરેશી અને લહર ખાન સાથે મળીને કામ કરે છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store