(ANI Photo)

ભારતના પ્રવાસે આવી રહેલી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ સામેની ત્રણ વન-ડેની સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત સોમવારે કરાઈ હતી, જેમાં પીઢ સ્પિનર રવિચન્દ્રન અશ્વિનની વાપસી થઈ હતી, તો ભારતીય પસંદગીકારોએ પહેલી બે મેચમાં સુકાની રોહિત શર્મા, વિરાટ કોહલી તથા હાર્દિક પંડ્યાને આરામ આપ્યો હોવાની અને કે. એલ. રાહુલને સુકાનીપદ તથા રવિન્દ્ર જાડેજાને ઉપસુકાનીપદ સોંપાયાની જાહેરાત કરી હતી. જો કે, ત્રીજી મેચમાં ત્રણે ખેલાડીઓ રમશે. 

ભારતીય ટીમમાં અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનવોશિંગ્ટન સુંદર અને ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાની વાપસી થઈ છે.  પ્રથમ બે મેચ માટેની ટીમ આ મુજબ છેઃ કે. એલ. રાહુલ (સુકાની-વિકેટકીપર)રવિન્દ્ર જાડેજા (ઉપસુકાની)ઋતુરાજ ગાયકવાડશુભમન ગિલશ્રેયસ ઐય્યરસૂર્યકુમાર યાદવતિલક વર્માઈશાન કિશન (વિકેટકીપર)શાર્દુલ ઠાકુરવોશિંગ્ટન સુંદરરવિચન્દ્રન અશ્વિનજસપ્રીત બુમરાહમોહમ્મદ શમીમોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા.

ત્રીજી વન-ડે માટેની ટીમઃ રોહિત શર્મા (સુકાની), હાર્દિક પંડ્યા (ઉપસુકાની) કે. એલ. રાહુલ (વિકેટકીપર)શુભમન ગિલશ્રેયસ ઐય્યરવિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજાઈશાન કિશન (વિકેટકીપર)શાર્દુલ ઠાકુરવોશિંગ્ટન સુંદરરવિચન્દ્રન અશ્વિનજસપ્રીત બુમરાહમોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ, અક્ષર પટેલ (ફિટનેસને આધિન).

ભારત-ઓસ્ટ્રેલિયા વન-ડે સીરીઝનો કાર્યક્રમ 

પહેલી વનડે – 22 સપ્ટેમ્બર – મોહાલી

બીજી વનડે – 24 સપ્ટેમ્બર – ઈન્દોર

ત્રીજી વનડે – 27 સપ્ટેમ્બર – રાજકોટ

LEAVE A REPLY

4 × one =