(ANI Photo)

વર્લ્ડ કપ અગાઉ ભારત આવનારી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ ભારત સામે ત્રણ વન-ડેની સીરીઝ રમવાની છે, તે માટેની ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમમાં સ્ટીવ સ્મિથમિચેલ સ્ટાર્ક અને ગ્લેન મેક્સવેલ સાથે કેપ્ટન પેટ કમિન્સની વાપસી થઇ છે. 

પેટ કમિન્સ એશિઝ 2023ની છેલ્લી ટેસ્ટ મેચમાં ઈજાગ્રસ્ત થયા બાદ દક્ષિણ આફ્રિકામાં વન-ડે સીરીઝમાં ભાગ લઈ શક્યો નહોતો. આ ઉપરાંત સ્ટીવ સ્મિથ અને ગ્લેન મેક્સવેલ પણ ઈજાના કારણે આ સીરીઝમાં રમ્યા નહોતા.

ભારતીય પીચોને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમમાં બે સ્પેશ્યલ સ્પિનરો – એડમ ઝમ્પા અને તનવીર સંઘાનો સમાવેશ થાય છે. ગ્લેન મેક્સવેલ સ્ટોક સ્પીનર રહેશે.

ઓસ્ટ્રેલિયન ટીમઃ પેટ કમિન્સ (કેપ્ટન)સીન એબટએલેક્સ કેરીનાથન એલિસકેમેરૂન ગ્રીનજૉશ હેઝલવુડજૉશ ઈંગ્લિશસ્પેન્સર જોન્સનમાર્નસ લબુશેનમિશેલ માર્શગ્લેન મેક્સવેલતનવીર સંઘામેથ્યૂ શૉર્ટસ્ટીવ સ્મિથમિચેલ સ્ટાર્કમાર્કસ સ્ટોઈનીસડેવિડ વોર્નર અને એડમ ઝમ્પા.

LEAVE A REPLY

11 + 1 =