ban US companies doing business with China
(Photo by Anna Moneymaker/Getty Images)

એચ-વનબી વિઝા પ્રોગ્રામને કરારબદ્ધ ગુલામી ગણાવીને રિપબ્લિકન પાર્ટી તરફથી પ્રેસિડન્ટ પદના ઉમેદવારની રેસમાં રહેલા ઇન્ડિયન અમેરિકન વિવેક રામાસ્વામીએ જણાવ્યું હતું કે જો તેઓ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાશે તો લોટરી આધારિ આ વિઝા પ્રોગ્રામ બંધ કરશે અને તેની જગ્યાએ મેરિટ આધારિત સિસ્ટમ લાવશે.

વિવેક રામાસ્વામી ભારતના કેરળ મૂળના નેતા છે. જેમના માતાપિતા બહુ સાધારણ સ્થિતિમાં અમેરિકા આવ્યા હતા. પરંતુ રામાસ્વામીએ ઉદ્યોગો સ્થાપીને કરોડો ડોલરની સંપત્તિ બનાવી છે. તેઓ પોતાના ઉગ્ર અને અલગ પ્રકારના વિચારો માટે જાણીતા છે અને દરેક ડિબેટમાં હરીફોને પરાસ્ત કરી રહ્યા છે.

ભારતીય આઈટી પ્રોફેશનલો H-1B વિઝા માટે દોટ મૂકે છે અને આ વિઝા હંમેશા ભારે ડિમાન્ડમાં હોય છે પરંતુ વિવેક રામાસ્વામી અલગ જ પ્રકારના વિચાર ધરાવે છે. મહત્ત્વની વાત એ છે કે રામાસ્વામીએ પોતે 29 વખત આ વિઝા પ્રોગ્રામનો ઉપયોગ કર્યો છે. પરંતુ હવે તેઓ કહે છે કે એચ-1બી વિઝા પ્રોગ્રામ એ કરાર આધારિત ગુલામી સમાન છે જેને બંધ કરવાની જરૂર છે.

H-1B વિઝા એ નોન-ઈમિગ્રેશન વિઝા છે. તેની મદદથી અમેરિકન કંપનીઓ ભારત જેવા દેશોમાંથી જુદા જુદા સેક્ટરના એક્સપર્ટને પોતાને ત્યાં બોલાવી શકે છે. અમેરિકામાં રહેવા અને કામ કરવા માટે સૌથી વધુ લોકપ્રિય રૂટ કોઈ હોય તો તે એચ-1બી વિઝા પ્રોગ્રામ છે. ખાસ કરીને લાખોની સંખ્યામાં ભારતના સ્કીલ્ડ આઈટી પ્રોફેશનલો આ વિઝા પર અમેરિકામાં સ્થાયી થયા છે.

અગાઉ વિવેક રામાસ્વામી FBI અને બીજી બ્યૂરોક્રેટિક સંસ્થાઓને અમેરિકા માટે નુકસાનકારક ગણાવીને તેને બંધ કરાવવાની પણ જરૂરિયાત દર્શાવી ચુક્યા છે. તેઓ રશિયા સાથે મિત્રતા વધારવાની વાત કરે છે જેથી ચીનને અંકુશમાં રાખી શકાય. કારણ કે તેમના મતે અમેરિકા માટે આગામી ખતરો રશિયા નહીં પણ ચીન છે.

રામાસ્વામી પોતે એચ-1બી વિઝાનો વિરોધ કરે છે, પરંતુ અત્યાર સુધીમાં તેમની કંપનીએ આ પ્રોગામનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે. 2018થી 2023 સુધીમાં રામાસ્વામીની ભૂતપૂર્વ કંપની રોઈવેન્ટ સાયન્સિસે વિદેશથી ટેકનિકલ કર્મચારીઓને હાયર કરવા માટે એચ-1બી વિઝાનો ઉપયોગ કર્યો હતો અને અમેરિકાના સિટિઝનશિપ વિભાગે તેમની 29 અરજીઓ એપ્રૂવ કરી છે.

રામાસ્વામીએ તાજેતરમાં કહ્યું કે અમેરિકામાં ચેઈન આધારિત માઈગ્રેશન ચાલે છે જેને બંધ કરવાની જરૂર છે. યુએસમાં જે લોટરી સિસ્ટમ છે તેની જગ્યાએ વાસ્તવિક મેરિટોક્રેટિક એડમિશન લાવવાની જરૂર છે. હાલની સિસ્ટમમાં કર્મચારીઓને કોઈ ફાયદો નથી થતો. તેઓ એગ્રીમેન્ટના આધારે ગુલામી કરે છે જયારે તેમને હાયર કરતી કંપનીઓ ફાયદામાં રહે છે.

LEAVE A REPLY