(ANI Photo)

અમેરિકાના ‘ટાઈમ’ મેગેઝિનના પ્રતિષ્ઠિત વાર્ષિક ‘ઈમ્પેક્ટ એવોર્ડ્સ’ના આ વર્ષના વિજેતાઓની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં માત્ર એક જ ભારતીયનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે છે અભિનેતા આયુષ્યમાન ખુરાના છે.

ટાઈમ મેગેઝિને ‘2023 TIME100 ઈમ્પેક્ટ એવોર્ડ્સ’ની તાજેતરમાં જાહેરાત કરી હતી. આ એવોર્ડની યાદીમાં વિશ્વમાં વિવિધ સ્તરે સૌથી પ્રભાવશાળી હોય તેવી 100 વ્યક્તિઓને સ્થાન આપવામાં આવે છે. આ યાદીમાં માત્ર એક ભારતીય તરીકે બોલીવૂડ અભિનેતા આયુષ્માન ખુરાનાનું નામ છે.

હિન્દી સિનેમા ક્ષેત્રે સામાજિક સંદેશાઓ પ્રસ્તુત કરતી અને પરંપરાગત ફિલ્મો કરતા અલગ જ પ્રકારની ફિલ્મોમાં અભિનય કરવા બદલ તેમ જ અભિનયક્ષેત્રની બહાર ‘યૂનિસેફ’ સંસ્થા સાથે મળીને સેવા કાર્યો કરવા બદલ આયુષ્માનની પસંદગી આ એવોર્ડ માટે કરવામાં આવી છે.

ટાઈમ મેગેઝિને વિજેતા તરીકે આયુષ્માનનું નામ જાહેર કરતા એક લેખમાં લખ્યું છે, ‘સામાજિક મુદ્દાઓ માટે જાગૃતિ ફેલાવવા માટે રૂપેરી પડદા પર પોતાના મંચનો ઉપયોગ કરવામાં ખુરાનાએ ખૂબ ઉત્સાહ બતાવ્યો છે… આ અભિગમથી તેમની સફળ કારકિર્દીને બળ પ્રાપ્ત થયું છે એટલું જ નહીં, પણ એક ગાયક, કવિ, દાનવીર અને ભારતના યુવાધનના હિમાયતી તરીકે તેમના સમાંતર પ્રયત્નોને સહાયતા મળી છે.’

LEAVE A REPLY

one × three =