REUTERS/Arnd Wiegmann/File Photo
ટેસ્લાએ હજુ સત્તાવાર રીતે ભારતમાં એન્ટ્રી કરી નથી, પરંતુ અમેરિકાની આઇકોનિક ઇલેક્ટ્રિક કાર કંપની ભારતમાંથી મોટાપાયે કમ્પોનન્ટની ખરીદી ચાલુ કરી છે. તે આ વર્ષે ભારતમાંથી $1.7-1.9 બિલિયનના પાર્ટ્સ ખરીદે તેવી શક્યતા છે.  વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે કંપની તેની લોન્ચિંગ યોજનાઓને અંતિમ સ્વરૂપ આપી રહી છે, ત્યારે તે પહેલેથી જ ભારતમાંથી નોંધપાત્ર રીતે સોર્સિંગ કરી રહી છે, જે ઉત્પાદન પ્રક્રિયાઓની મજબૂતતા અને ઉત્પાદનની ગુણવત્તા દર્શાવે છે.
ટેસ્લાએ ગયા વર્ષે ભારતમાંથી $1 બિલિયન મૂલ્યના કમ્પોનન્ટ ખરીદ્યા હતા… આ વર્ષે, તેનું લક્ષ્ય $1.7-1.9 બિલિયન છે મને ખાતરી છે કે હવે EVનું  ભવિષ્ય છે.  આપણે આકર્ષવાનો પ્રયત્ન કરવો જોઈએ.  ટેસ્લાને તેના બિઝનેસના પ્રારંભિક સમયગાળા માટે કાર પરની ઓછી આયાત ડ્યુટીના સંદર્ભમાં પ્રેફરન્શિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવશે કે કેમ તે અંગે તેમણે કહ્યું હતું કે “આ સરકાર નવ વર્ષથી સત્તામાં છે અને અમે જે કંઈ કર્યું છે તે સમાન રીતે કરવામાં આવ્યું છે કોઈપણ ભેદભાવ, કોઈપણ પસંદગી વિના કામ કર્યું છે.
કાર કંપનીએ ગયા વર્ષે પ્રોજેક્ટને છોડી દીધા પછી, થોડા મહિના પહેલા ભારતમાં કારનું ઉત્પાદન અને લોન્ચ કરવાની તેની યોજનાને પુનર્જીવિત કરી હતી. અગાઉ જુલાઈમાં રીપોર્ટ આવ્યા હતા કે ટેસ્લાએ ભારતમાં વાર્ષિક 5 લાખ વાહનોની ક્ષમતા ધરાવતી મેગા કાર ફેક્ટરી સ્થાપવા માટેના રોકાણ પ્રસ્તાવ માટે સરકાર સાથે ચર્ચા શરૂ કરી છે.

LEAVE A REPLY

4 − one =