Vol. 1 No. 34 About   |   Contact   |   Advertise September 28, 2023


 
 
“નિજ્જરની હત્યાની ગુપ્ત માહિતી અમેરિકાએ કેનેડાને આપી હતી”

અમેરિકાના જાણીતા અખબાર ન્યૂયોર્ક ટાઇમ્સના એક અહેવાલ મુજબ, ખાલિસ્તાની ત્રાસવાદી અને ભાગલાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યાની ગુપ્ત માહિતી અમેરિકાએ કેનેડાને આપી હતી. ન્યૂયોર્ક ટાઈમ્સમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે, શીખ નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા પછી અમેરિકાએ કેનેડાને ગુપ્ત માહિતી આપી હતી, પરંતુ કેનેડા સરકાર દ્વારા આંતરવામાં આવેલી માહિતી વધુ નિશ્ચિત હતી અને તેણે ભારત પર ષડયંત્ર રચવાનો ભારત પર આરોપ મૂક્યો હતો. કેનેડામાં અમેરિકાના ઉચ્ચ રાજદ્વારીએ પુષ્ટિ કરી હતી કે “ફાઇવ આઇઝમાં જોડાયેલા દેશોને ગુપ્ત માહિતી આપવામાં આવી” હતી, તેના કારણે કેનેડામાં ખાલિસ્તાની ઉગ્રવાદીની હત્યાના મુદ્દે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને ભારત સામે ગંભીર આરોપ મુકવાનો મોકો મળ્યો હતો.

Read More...
કમલા હેરિસ હવે ગન વાયોલન્સ સામે લડતની નવી ભૂમિકામાં

અમેરિકન વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે શુક્રવારે ગન વાયોલન્સ સામે લડતમાં નવી ભૂમિકા અપનાવી છે, તેનાથી 2024ની ચૂંટણી પહેલા તેઓ વધારે અસરકારક કામગીરી બજાવતા હોય તેવી છાપ ઊભી કરી શકાશે.

Read More...
ભારતીયોએ છ મહિનામાં 30 લાખથી વધુ વિઝા અરજીઓ કરી

આ કેલેન્ડર વર્ષમાં ભારતમાં ફાઈલ કરાયેલી વિઝા અરજીઓની સંખ્યા મહામારી પહેલાના 2019ના લેવલેને પાર કરે તેવી શક્યતા છે. 50થી વધુ દેશો માટે વિઝા અરજીઓનું સંચાલન કરતી એજન્સી VFS ગ્લોબલે જણાવ્યું હતું કે તેને જાન્યુઆરીથી જૂન 2023

Read More...
કેનેડાના નાગરિકો માટે ભારતે વિઝા સેવા સસ્પેન્ડ કરી

ખાલિસ્તાન મુદ્દે ભારત અને કેનેડાના વિવાદ વચ્ચે ભારતે વધુ નોટિસ સુધી કેનેડાના નાગરિકો માટે વિઝા સેવા સસ્પેન્ડ કરી દીધી હતી. કેનેડિયન નાગરિકોની વિઝા અરજીઓની પ્રારંભિક ચકાસણી માટે રાખવામાં આવેલી ખાનગી એજન્સીએ BLS

Read More...
આગામી પ્રજાસત્તાક દિને મુખ્ય અતિથિ તરીકે બાઇડેનને મોદીનું આમંત્રણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ તરીકે સામેલ થવા અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડનને આમંત્રણ આપ્યું છે. જી-20 સમીટ દરમિયાન બંને નેતાઓ વચ્ચેની દ્વિપક્ષીય બેઠકમાં મોદીએ આ આમંત્રણ આપ્યું હતું,

Read More...
મહિલાઓને 33 ટકા અનામતના ઐતિહાસિક ખરડાને બહાલી

લોકસભા અને રાજયોની વિધાનસભામાં મહિલાઓને 33 ટકા અનાતમની જોગવાઈ કરતાં ‘નારી શક્તિ વંદન બિલ’ લાંબી ચર્ચા પછી ગુરુવારે રાજ્યસભામાં પણ સર્વસંમતિથી પસાર થવાની સાથે તેને સંસદના બંને ગૃહોની ઐતિહાસિક બહાલી મળી હતી.

Read More...
ભારતીય મેડિકલ ગ્રેજ્યુએટ હવે US, ઓસ્ટ્રેલિયા, કેનેડામાં પ્રેક્ટિસ કરી શકશે

ભારતના નેશનલ મેડિકલ કમિશન (NMC)ને 10 વર્ષના કાર્યકાળ માટે વર્લ્ડ ફેડરેશન ફોર મેડિકલ એજ્યુકેશન (WFME)ની માન્યતા મળી છે. WFME માન્યતાથી ભારતીય તબીબી સ્નાતકો WFME માન્યતાની જરૂર છે તેવા અન્ય દેશોમાં અનુસ્નાતક તાલીમ અને પ્રેક્ટિસ કરી શકશે.

Read More...
કેનેડામાં ખાલિસ્તાની સુખ્ખા દુનેકેની હત્યા

​​ખાલિસ્તાન આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યાના મુદ્દે ભારત અને કેનેડાના સંબંધો વણસ્યા છે ત્યારે કેનેડામાં વધુ એક ખાલિસ્તાની આતંકવાદી સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુનેકે બુધવારની રાત્રે બે ગેંગ વચ્ચેની હિંસામાં માર્યો ગયો હતો.

Read More...
દેશના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું સાણંદમાં ભૂમિપૂજન

દેશના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ગુજરાતના સાણંદ ખાતે શનિવારે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.માઈક્રોન ટેકનોલોજી ભારતને સેમિકન્ડક્ટર હબ બનાવવાના ઉદ્દેશ્યના ભાગરૂપે દેશમાં ચિપ્સનું ઉત્પાદન કરનાર પ્રથમ કંપની હશે.

Read More...
અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ

અંબાજીમાં શનિવારથી ભાદરવી પૂનમના મહામેળો-૨૦૨૩નો પ્રારંભ થયો હતો. દર વર્ષની જેમ મા અંબાના આશીર્વાદ લેવા પદયાત્રા કરી અંદાજે ૩૦ લાખથી વધુ ભક્તોની સુરક્ષા-સુવિધા માટે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી.

Read More...

  Sports
ભારતનો બીજી વન-ડે, શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા સામે વિજય

ઈન્દોરમાં રવિવારે રમાયેલી બીજી વન-ડેમાં ભારતે અનેક રેકોર્ડ્સ સાથે ઓસ્ટ્રેલિયાને 99 રને હરાવી ત્રણ વન-ડેની આ સીરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી હતી. વરસાદના વિક્ષેપના કારણે ડકવર્થ લુઈસ નિયમ મુજબ ઓસ્ટ્રેલિયાને 33 ઓવરમાં 317

Read More...
ટી-20 વર્લ્ડ કપ જુન 2024માં વેસ્ટ ઈન્ડિઝ, અમેરિકામાં

આગામી ટી-20 વર્લ્ડ કપ આવતા વર્ષે જુન મહિનામાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાશે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કોન્ફરન્સે ગયા સપ્તાહે આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, વેસ્ટ ઈન્ડિઝમાં સાત શહેરો તથા અમેરિકામાં ત્રણ – ન્યૂયોર્ક, ડલ્લાસ અને ફલોરિડામાં રમાશે.

Read More...
એશિયન ગેમ્સમાં સોમવારે ભારતને બે ગોલ્ડ સાથે 11 મેડલ

ચીનના હોંગઝાઉ ખાતે રવિવારથી શરૂ થયેલી એશિયન ગેમ્સમાં સોમવારે ભારતે ભારતે મહિલા ક્રિકેટ શૂટીંગની ટીમ ઈવેન્ટમાં, એમ બે ગોલ્ડ મેડલ સાથે કુલ 11 મેડલ પ્રાપ્ત કર્યા હતા. આ વખતે પહેલીવાર ભારતીય ટીમે એશિયાડ ક્રિકેટમાં ભાગ લીધો હતો. Read More...

પાકિસ્તાનની વર્લ્ડ કપ ટીમમાં નસીમ શાહનો સમાવેશ નહીં

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ગયા સપ્તાહે વન-ડે વર્લ્ડ કપ માટેની ટીમની જાહેરાચ કરી હતી. ટીમના સુકાનીપદે બાબર આઝમ અને ઉપસુકાનીપદે શાદાબ ખાન રહેશે. ટીમમાં 15 ખેલાડીઓ ઉપરાંત 3 ખેલાડી ટ્રાવેલિંગ રીઝર્વ તરીકે પસંદ કરાયા છે. નસીમ શાહ ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
Click Full Screen
 
  Business
ફેડ રિઝર્વ અને બેન્ક ઓફ ઇંગ્લેન્ડે વ્યાજદર વધારા પર બ્રેક મારી

અમેરિકાની ફેડરલ રિઝર્વ બેન્ક પછી યુકેની બેન્ક ઓફ ઇંગ્લેન્ડે પણ વ્યાજદરમાં વધારા પર બ્રેક મારી હતી. આનાથી સંકેત મળે છે કે વિકસિત દેશોમાં વ્યાજદરમાં વધારાનો ટ્રેન્ડ હવે પૂરો થયો છે. છેલ્લી ત્રણ મીટિંગમાંથી બે મીટિંગમાં ફેડરલ રિઝર્વે વ્યાજ દર યથાવત રાખ્યા હતાં.

Read More...
ફોક્સ અને ન્યૂઝ કોર્પના ચેરમેન પદેથી રૂપર્ટ મર્ડોકનું રાજીનામું

મીડિયા માંધાતા રુપર્ટ મર્ડોકે ગુરુવારે જાહેરાત કરી કે તેઓ ફોક્સ અને ન્યૂઝ કોર્પના ચેરમેન પદેથી રાજીનામું આપી રહ્યા છે. તેમનો પુત્ર લચલાન મર્ડોક ન્યૂઝ કોર્પના એકમાત્ર ચેરમેન બનશે તથા ફોક્સના અધ્યક્ષ અને સીઈઓ તરીકે ચાલુ રહેશે. 92 વર્ષના રૂપર્ટ મર્ડોક હવે ચેરમેન એમેરિટસ તરીકે બંને બિઝનેસનું નેતૃત્વ કરશે.

Read More...
એર ઈન્ડિયાના ફ્લાઈટ સેફ્ટીના વડા એક મહિના માટે સસ્પેન્ડ

ભારતની નાગરિક ઉડ્ડયન નિયમનકારી સંસ્થાએ એર ઈન્ડિયાના ચીફ ઓફ ફ્લાઈટ સેફ્ટીને એક મહિના માટે સસ્પેન્ડ કર્યાં છે. એરલાઇનના એક્સિડન્ટ પ્રિવેન્શનલ પ્રોટોકોલમાં ક્ષતિઓ બહાર આવ્યા પછી આ કાર્યવાહી કરાઈ હતી.

Read More...
મહિન્દ્રાએ કેનેડા સ્થિત કંપનીનો બિઝનેસ સમેટી લીધો

ભારત અને કેનેડા વચ્ચે રાજદ્રારી ગજગ્રાહ વચ્ચે ભારતીય અગ્રણી ઓટો કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની કેનેડા સ્થિત એસોસિયેટ કંપની રેસન એરોસ્પેસ કોર્પોરેશને તેનો બિઝનેસ સમેટી લીધો છે. એમ કંપનીએ તેના નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું.

Read More...
વિન્ધામનું કોન્ફરન્સમાં નવા ગેસ્ટ એન્ગેજમેન્ટ પ્લેટફોર્મ લોન્ચિંગ

વિન્ધામ હોટેલ્સ અને રિસોર્ટ્સની ફ્રેન્ચાઈઝીઓને હવે કોઈ પણ કિંમતે નવા ગેસ્ટ એન્ગેજમેન્ટ પ્લેટફોર્મના પેકેજની ઍક્સેસ છે. કંપનીએ કેલિફોર્નિયામાં એનાહેમ ખાતે 2023 ગ્લોબલ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી.

Read More...
G20 ઘોષણા વિકાસ, સમૃદ્ધિમાં પર્યટનની ભૂમિકા પર પ્રકાશ પાડે છે

G20 નવી દિલ્હી નેતાઓની ઘોષણા ટકાઉ સામાજિક અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવામાં પર્યટનની ભૂમિકા પર ભાર મૂકે છે, એમ સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ પ્રવાસન સંગઠને એક નિવેદનમાં જણાવ્યું હતું.

Read More...
હિલ્ટનનું માઉ વાઇલ્ડફાયર રાહતને સમર્થન આપવા માટે $500Kનું દાન

તાજેતરમાં જ 2,500 એકરથી વધુ જમીન પરના જંગલને ભસ્મ કરી નાખનાર અને માઉ, હવાઈમાં 100 થી વધુ રહેવાસીઓના જીવ લેનારા દાવાનળ પ્રતિભાવમાં સ્થાનિક રાહત પ્રયત્નોને ટેકો આપવા માટે હિલ્ટને લગભગ $500,000 નું દાન કર્યું.

Read More...
  Entertainment

વહીદા રહેમાનને દાદાસાહેબ ફાળકે એવોર્ડ

માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે મંગળવારે જાહેરાત કરી હતી કે બોલિવૂડની પીઢ અભિનેત્રી વહીદા રહેમાનનું 2021 માટેના દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માન થશે. દાદાસાહેબ ફાળકે એવોર્ડ દેશનું સર્વોચ્ચ ફિલ્મ સન્માન છે અને સરકાર દ્વારા આપવામાં આવે છે.

Read More...

અભિનેત્રી પરિણીતી ચોપરા અને AAP નેતા રાઘવ ચઢ્ઢા લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા રવિવારે રાજસ્થાનમાં ઉદયપુર ખાતેની તાજ લેક પેલેસ હોટેલમાં લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા. આ પ્રસંગે મનીષ મલ્હોત્રા,

Read More...

બોલીવૂડમાં પણ ગણપતિ બાપ્પા મોરિયા…..

ભારતભરમાં અત્યારે ગણેશોત્સવનો માહોલ છે. ભગવાન ગણપતિની આરાધનામાં જનસામાન્યની સાથે બોલીવૂડની અને ટીવીની વિવિધ સેલિબ્રિટિઝ પણ જોડાઇ છે. ગણેશ ચતુર્થીએ મુંબઇમાં અનેક ફિલ્મકારો અને ટીવી કલાકારોએ પોતાના ઘરમાં ખૂબ જ ધામધૂમથી ગણપતિ બાપ્પાની પધરામણી કરાવી હતી.

Read More...

દેવ આનંદનો બંગલો અધધધ….કિંમતે વેચાયો હોવાની અફવા

જૂના જમાનાના જાણીતા અભિનેતા સ્વ. દેવ આનંદને આજે પણ ખૂબ જ યાદ કરવામાં આવે છે. હવે તાજેતરમાં જ તેમના સાથે જોડાયેલી મિલકતની ચર્ચાએ થઇ રહી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, તેમનો મુંબઇના જુહુમાં આવેલો બંગલો ખૂબ જ મોટી કિંમતે વેચાણ થયું છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store