પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

આ કેલેન્ડર વર્ષમાં ભારતમાં ફાઈલ કરાયેલી વિઝા અરજીઓની સંખ્યા મહામારી પહેલાના 2019ના લેવલેને પાર કરે તેવી શક્યતા છે. 50થી વધુ દેશો માટે વિઝા અરજીઓનું સંચાલન કરતી એજન્સી VFS ગ્લોબલે જણાવ્યું હતું કે તેને જાન્યુઆરીથી જૂન 2023 સુધીમાં ભારતમાં 30 લાખથી વધુ વિઝા અરજીઓ પ્રોસેસ કરી છે. કોવિડ અગાઉ 2019માં આખા વર્ષમાં ભારતીયોએ લગભગ 60 લાખ વિઝા અરજીઓ કરી હતી. તેની સાથે તુલના કરવામાં આવે તો આ વર્ષે વિઝા એપ્લિકેશનની સંખ્યાને રેકોર્ડ બને તેવી સંભાવના છે. 

2019માં હજુ કોવિડ આવ્યો ન હતો અને પ્રોસેસમાં પણ કોઈ અવરોધો ન હતા છતાં 60 લાખ અરજીઓ થઈ હતી. આ વર્ષે જે ઝડપથી વિઝા અરજીઓ થઈ રહી છે તેના પરથી લાગે છે કે 2019નો રેકોર્ડ આસાનીથી તૂટી જશે. 

અત્યારે ભારતીયોને અમેરિકા અને યુરોપ જવામાં વધારે લાંબી પ્રક્રિયાનો સામનો કરવો પડે છે. વિઝાની પ્રોસેસ લાંબી છે અને ઈન્ટરવ્યૂ માટે પણ સમય લાગે છે. છતાં ભારતીયો જરાય હિંમત હાર્યા વગર વિઝાની અરજી કરતા રહે છે. 2019માં સૌથી વધુ વિઝા એપ્લિકેશનનો રેકોર્ડ બન્યો હતો જે 2023માં તૂટશે તેમ લાગે છે. 

હાલમાં ભારતીયોને US B1 (બિઝનેસ) અને B2 (વિઝિટર) વિઝા મેળવવામાં વધારે મુશ્કેલી નડે છે. આ વિઝા માટે ભારતીયોએ લગભગ દોઢ વર્ષ સુધી ઈન્ટરવ્યૂની રાહ જોવી પડે છે. આ ઉપરાંત શેન્જેન વિઝા માટે પણ આવી જ સ્થિતિ છે. ખાસ કરીને નોર્વે અને સ્વીડનને બાદ કરતા બાકીના દેશોએ વિઝા એપોઈન્ટમેન્ટની સંખ્યા પર નિયંત્રણ મૂક્યું છે. તેના કારણે યુરોપની મુલાકાત લેવા માંગતા માત્ર અડધા ભારતીયોને જ જરૂરી પરમિશન મળે છે. 

પોર્ટુગલપોલેન્ડઈટલીફ્રાન્સ અને જર્મનીમાં વિઝાને લગતા ઈશ્યૂ નડે છે. અમુક પ્રમાણમાં સ્વિટ્ઝર્લેન્ડ અને નેધરલેન્ડના વિઝા પણ મુશ્કેલ છે. શેંગેન વિઝા મોટા ભાગના લોકોને પરેશાન કરી રહ્યા છે અને છતાં વિઝા એપ્લિકેશનની સંખ્યામાં વધારો થયો છે. 

કોવિડ પછી થોડો સમય માટે ટ્રાવેલ નિયંત્રણોના કારણે ભારતમાંથી વિઝાની માંગને અસર થઈ હતી. પરંતુ ત્યાર પછી તેમાં ફરીથી ઉછાળો આવ્યો છે. 2021ની તુલનામાં 2022માં વિઝાની માંગમાં 140 ટકાનો વધારો થયો છે. 2019ની તુલનામાં 2022માં માંગ 30 ટકા ઓછી હતી.

LEAVE A REPLY

four × 2 =