Vistara will be merged with Tata Air India by March 2024
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતની નાગરિક ઉડ્ડયન નિયમનકારી સંસ્થાએ એર ઈન્ડિયાના ચીફ ઓફ ફ્લાઈટ સેફ્ટીને એક મહિના માટે સસ્પેન્ડ કર્યાં છે. એરલાઇનના એક્સિડન્ટ પ્રિવેન્શનલ પ્રોટોકોલમાં ક્ષતિઓ બહાર આવ્યા પછી આ કાર્યવાહી કરાઈ હતી.

ડિરેક્ટોરેટ ઓફ સિવિલ એવિએશનએ જણાવ્યું છે કે 121 એરક્રાફ્ટના કાફલાનું કદ ધરાવતી એર ઈન્ડિયામાં “આંતરિક ઓડિટ, અકસ્માત નિવારણ કાર્ય અને જરૂરી ટેકનિકલ મેન પાવરની ઉપલબ્ધતા” પર 25-26 જુલાઈના રોજ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું. DGCA સર્વેલાન્સમાં  અકસ્માત નિવારણ કાર્યમાં અને મંજૂર ફ્લાઇટ સેફ્ટી મેન્યુઅલ અને સંબંધિત નાગરિક ઉડ્ડયન આવશ્યકતાઓમાં  તથા જરૂરી તકનીકી મેન પાવરની ઉપલબ્ધતામાં ખામીઓ જોવા મળી હતી.વધુમાં એવું જોવામાં આવ્યું હતું કે કેટલાક આંતરિક ઓડિટ/સ્પોટ ચેક્સ અવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યાં હતાં અને નિયમનકારી જરૂરિયાતોનું પાલન થયું ન હતું.

એરલાઇનના એક્શન ટેઇકન રીપોર્ટની  સમીક્ષા કર્યા પછી, DGCA એ સંબંધિત પોસ્ટ ધારકોને કારણ બતાવો નોટિસ જારી કરી હતી.

DGCA ઈન્સ્પેક્શન ટીમને એર ઈન્ડિયાના ઈન્ટરનલ સેફ્ટી ઓડિટમાં ક્ષતિઓ મળી હોવાના સમાચાર અહેવાલોના લગભગ એક મહિના બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. એર ઈન્ડિયાના પ્રવક્તાએ ત્યારે કહ્યું હતું કે એરલાઈન પ્રોસેસનું સતત મૂલ્યાંકન કરવા અને તેને મજબૂત કરવા માટે આવા ઓડિટમાં સક્રિયપણે જોડાય છે.

LEAVE A REPLY

ten − two =