પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભારતના નેશનલ મેડિકલ કમિશન (NMC)ને 10 વર્ષના કાર્યકાળ માટે વર્લ્ડ ફેડરેશન ફોર મેડિકલ એજ્યુકેશન (WFME)ની માન્યતા મળી છે. WFME માન્યતાથી ભારતીય તબીબી સ્નાતકો WFME માન્યતાની જરૂર છે તેવા અન્ય દેશોમાં અનુસ્નાતક તાલીમ અને પ્રેક્ટિસ કરી શકશે. આમ ભારતના મેડિકલ ગ્રેજ્યુએટ્સ અમેરિકા,  કેનેડા, ઑસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં પ્રેક્ટિસ કરી શકશે.

આ માન્યતા હેઠળ ભારતની તમામ 706 હાલની મેડિકલ કોલેજો WFME માન્યતા પ્રાપ્ત થઈ જશે અને આગામી 10 વર્ષમાં સ્થપાયેલી નવી મેડિકલ કોલેજો આપોઆપ WFME માન્યતા પ્રાપ્ત થઈ જશે. તેનાથી ભારત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ભારતને આકર્ષક સ્થળ પણ બનશે. આ ઉપરાંત, NMCને વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ અને માપદંડો સાથે ભારતમાં તબીબી શિક્ષણની ગુણવત્તા અને ધોરણોને વધારવાની તક મળશે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આ પ્રતિષ્ઠિત માન્યતાથી ભારતની મેડિકલ કોલેજો અને પ્રોફેશનલની આંતરરાષ્ટ્રીય માન્યતા અને પ્રતિષ્ઠામાં વધારો થશે. વર્લ્ડ ફેડરેશન ફોર મેડિકલ એજ્યુકેશન (WFME) એક વૈશ્વિક ઓર્ગેનાઇઝેશન છે, જે વિશ્વભરમાં મેડિકલ એજ્યુકેશનની ગુણવત્તા વધારવાનું કામ કરે છે. તેનો હેતુ માનવજાત માટે સારી આરોગ્ય સંભાળનો છે.

LEAVE A REPLY