અંબાજીમાં શનિવારથી ભાદરવી પૂનમના મહામેળો-૨૦૨૩નો પ્રારંભ થયો હતો. દર વર્ષની જેમ મા અંબાના આશીર્વાદ લેવા પદયાત્રા કરી અંદાજે ૩૦ લાખથી વધુ ભક્તોની સુરક્ષા-સુવિધા માટે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. ૨૯ સપ્ટેમ્બર સુધી ચલનાર ભાદરવી પૂનમના મેળામાં આવતાં પદયાત્રીઓ તેમજ સંઘોની સુવિધા માટે વિવિધ માર્ગો પર સેવા કેમ્પો પણ કાર્યરત થયા હતા. યાત્રાધામ અંબાજીથી ૩૦૦ કિમી વર્તુળના માર્ગો ‘બોલ માડી અંબે જય જય અંબે’ના ઘોષથી ગુંજી ઉઠ્યા હતા.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા જિલ્લા કલેકટર વરૂણકુમાર બરનવાલે દાંતા-અંબાજી રોડ પર આવેલા વેન્કેશ માર્બલ પાસેથી પૂજા-અર્ચના કરી માતાજીના રથને ખેંચી આ મહામેળાનો પ્રારંભ કરાવ્યો હતો. આ વખતના મેળામાં સુરક્ષા અને સ્વચ્છતાને વધુ પ્રધાન્ય આપવામાં આવ્યું હતું. મેળામાં કાયદો અને વ્યવસ્થા માટે અંદાજે 6,500 પોલીસ જવાનો ખડેપગે રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી હતી. જેમાં 20 Dysp, 54 PI, 150 PSI સહિતના પોલીસ જવાનો અલગ-અલગ પોલીસ પોઇન્ટ ઉપર તૈનાત રહ્યા હતા. આ ઉપરાંત સમગ્ર અંબાજીમાં બાજનજર રાખવા ૪૦૦ જેટલાં CCTV ગોઠવવામાં આવ્યા હતા.
મહામેળા દરમિયાન પર્યાવરણની જાળવણી માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. અંબાજીમાં પ્રથમવાર મુખ્ય બે સ્થળોએ પ્લાસ્ટિક ક્રશર મશીનો મૂકી મેળાને કચરા મુક્ત રાખવામાં આવ્યો હતો.

LEAVE A REPLY