Vol. 2 / No. 45 About   |   Contact   |   Advertise January 11, 2024


 
 
વાઇબ્રન્ટ ગુજરાતમાં 235થી વધુ કરાર

ગાંધીનગરમાં 10 થી 12 જાન્યુઆરી દરમિયાન 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા સહિતની 58 કંપનીઓએ રૂ.7.17 લાખ કરોડ ($86.07 બિલિયન)ના રોકાણના પ્રારંભિક સમજૂતી કરાર કર્યાં હતાં. વાઇબ્રન્ટ સમિટે ખુલ્લી મૂકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવાર, 8 જાન્યુઆરીની સાંજે ગાંધીનગર આવી પહોંચ્યા હતાં. સમિટમાં 32 ભાગીદાર દેશો સહિત 100 દેશોના પ્રતિનિધિઓએ તેમની હાજરીની પુષ્ટિ આપી હતી. વાઇબ્રન્ટ સમિટના ભાગરૂપે ગ્લોબલ ટ્રેડ શોનું આયોજન કરાયું છે. વડાપ્રધાન મોદી અને યુએઈના પ્રેસિડન્ટ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન ભાગ લેવાના છે તેવા એક ભવ્ય રોડ-શોનું આયોજન કરાયું છે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે બે લાખ ચોરસ મીટર એરિયામાં વિશ્વનો સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો ખુલ્લો મુકાશે.

Read More...
સીએટલમાં ભારતનું છઠ્ઠું દૂતાવાસ ખુલ્યું, પ્રકાશ ગુપ્તા કોન્સલ જનરલ

ભારતે અમેરિકામાં સીએટલ ખાતે છઠ્ઠું દૂતાવાસ તાજેતરમાં શરૂ કર્યું હતું. તેનાથી અલાસ્કા, ઇડાહો, મોન્ટાના, નેબ્રાસ્કા, નોર્થ ડાકોટા, ઓરેગોન, સાઉથ ડાકોટા, વોશિંગ્ટન અને વ્યોમિંગના રહેવાસીઓને વધુ નજીકમાં સેવાઓ મળશે.

Read More...
અમીરાતનો પાસપોર્ટ વિશ્વમાં સૌથી શક્તિશાળી, ભારત 77મા ક્રમે

યુનાઇટેડ આરબ અમીરાતનો પાસપોર્ટ વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ બની ગયો છે. આર્ટન કેપિટન નામની એક કંપનીએ 2024ના શરૂઆતના ત્રણ મહિના માટે વિવિધ દેશોના પાસપોર્ટની મજબૂતાઈને રેન્ક આપતી યાદી બહાર પાડી છે.

Read More...
અમેરિકાવાસી હિન્દુઓ રામ મંદિરના લોકાર્પણ પ્રસંગે પોતાના ઘરમાં પાંચ દીવા પ્રગટાવશે

આ મહિને અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરના લોકાર્પણ પ્રસંગની ઉજવણી કરવા અમેરિકાવાસી હિન્દુઓ તેમના ઘરોમાં પાંચ દીવા પ્રગટાવવાનું આયોજન કરી રહ્યા છે. આ અવસરની ઉજવણી માટે હિન્દુ સમુદાયે વિવિધ શહેરોમાં કાર રેલી,

Read More...
ઇમિગ્રન્ટ્સ તરફી ગણાતા બાઈડને એક વર્ષમાં 1.42 લાખ લોકોને ડિપોર્ટ કર્યા

ઈમિગ્રન્ટ્સ તરફી વલણ ધરાવતા અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઈડન શાસનમાં દેશનિકાલ કરાયા હોય તેવા ઇમિગ્રન્ટની સંખ્યા એક વર્ષમાં બમણી થઈ છે. યુએસ ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટના શુક્રવારે જારી થયેલા રીપોર્ટ મુજબ 2022-23ના નાણાકીય વર્ષમાં આશરે 1.42

Read More...
ટ્રમ્પ ચૂંટાશે તો કેપિટોલ હિલ કેસના આરોપીઓ, દોષિતોને માફી આપશે

ડોનાલ્ડ ટ્રમ્પ તેમની સામે ચાલતા કેસોની વચ્ચે ઇયોવા ખાતે સૌપ્રથમ વખત પ્રચાર ઝુંબેશનો પ્રારંભ કરશે. ટ્રમ્પના સમર્થકોએ 2021માં કેપિટોલ હિલ પર ઘાતક હુમલો કર્યાને ત્રણ વર્ષ પુરા થયા છે ત્યારે તેણે ઇયોવા ખાતેથી તેમના પ્રચારનો પ્રારંભ કર્યો છે.

Read More...
કેરાલા હિન્દુઝ ઓફ નોર્થ અમેરિકાએ વિવેક રામાસ્વામીને ઋગ્વેદ ગ્રંથ ભેટમાં આપ્યો

ઓહાયોના ડેટન ટેમ્પલ ખાતે તાજેતરમાં યોજાયેલ એક કાર્યક્રમમાં કેરાલા હિન્દુઝ ઓફ નોર્થ અમેરિકાએ દેશમાં પ્રેસિડેન્ટપદની ચૂંટણીમાં રીપબ્લિકન ઉમેદવાર વિવેક રામાસ્વામીના માતા-પિતાને પવિત્ર ઋગ્વેદનો ગ્રંથ ભેટ આપ્યો હતો.

Read More...
બિલ્કિસબાનો કેસના દોષિતોને સજામાફીનો ગુજરાત સરકારનો નિર્ણય સુપ્રીમ કોર્ટે રદ કર્યો

​​સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો પર બળાત્કાર કરનાર અને તેના પરિવારની હત્યા કરનાર 11 દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણયને સોમવારે રદ કર્યો હતો.

Read More...
ગુજરાતમાં શીતલહેર: કાતિલ ઠંડીથી લોકો ધ્રૂજી ઉઠ્યા

ગુજરાતમાં ગયા સપ્તાહે કડકડતી ઠંડીનો દોર શરૂ થયો હતો. કચ્છનાં નલિયામાં માત્ર 24 કલાકમાં જ 6 ડિગ્રી પારો ગગડતાં આજે લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી નોંધાયું હતું. જે સિઝનમાં સૌથી નીચું તાપમાન હતું. બીજી તરફ બનાસકાંઠાના ડીસામાં પણ 6.9 ડિગ્રી ઠંડીમાં લોકો ઠૂંઠવાયા હતાં.

Read More...
ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ

ગુજરાતના પાંચ શહેરોમાં રવિવાર, 7 જાન્યુઆરીથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024નો પ્રારંભ થયો હતો. 7થી 14 જાન્યુઆરી સુધી ચાલનારા પતંગ મહોત્સવને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ખુલ્લો મુક્યો હતો.

Read More...

  Sports
ટી-20 વર્લ્ડ કપ 1 થી 29 જુન સુધી અમેરિકા, વેસ્ટ ઈન્ડિઝમાં

ઈન્ટરનેશનલ ક્રિકેટ કોન્ફરન્સે ગયા સપ્તાહે આગામી ટી-20 વર્લ્ડ કપ 2024ના વિસ્તૃત કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. આ સ્પર્ધામાં કુલ 20 ટીમ ભાગ લેશે અને તેને ચાર ગ્રુપમાં વહેંચી દેવામાં આવી છે.

Read More...
ભારતે અનેક રેકોર્ડ તોડ્યા, દ. આફ્રિકાને કેપટાઉન ટેસ્ટમાં હરાવ્યું

ભારતીય ક્રિકેટ ટીમે તેની ગયા સપ્તાહે પુરી થયેલી દક્ષિણ આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચની સીરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં અનેક રેકોર્ડ તોડવાની સાથે 31 વર્ષ પછી દ. આફ્રિકામાં ટેસ્ટ મેચમાં વિજય હાંસલ કર્યો હતો અને સીરીઝ 1-1થી ડ્રો કરી હતી.

Read More...
અફઘાનિસ્તાન સામે ટી-20 સીરીઝમાં રોહિત શર્મા ફરી સુકાનીપદે

ભારતમાં ઘરઆંગણે આ સપ્તાહથી શરૂ થનારી ત્રણ મેચની ટી-20 સીરીઝ માટે ભારતીય ટીમના સુકાનીપદે ફરી રોહિત શર્માની વરણી કરાઈ છે. આ સીરીઝમાં વિરાટ કોહલીનો પણ સમાવેશ કરાયો છે, તો હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવનો ઈજાના કારણે સમાવેશ નથી કરાયો.

Read More...
ઈંગ્લેન્ડ સામે ભારતમાં પાંચ ટેસ્ટની સીરીઝ 25મીથી

ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ આ મહિને ભારતના પ્રવાસે જવાની છે, જ્યાં તે પાંચ ટેસ્ટ મેચની સીરીઝ રમશે. પ્રથમ ટેસ્ટ મેચ 25 જાન્યુઆરીએ શરૂ થશે અને પાંચમી તથા અંતિમ ટેસ્ટ મેચ 7 થી 11 માર્ચ દરમિયાન હિમાચલ પ્રદેશના ધરમશાલામાં રમાશે. આ પ્રવાસ માટેની ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમની

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
અદાણી-હિન્ડનબર્ગ મામલે વધુ તપાસની જરૂર નથીઃ સુપ્રીમ કોર્ટ

એક મહત્વપૂર્ણ ચુકાદામાં ભારતની સુપ્રીમ કોર્ટે બુધવારે ગૌતમ અદાણી-હિંડનબર્ગ રીસર્ચ વિવાદમાં વિશેષ તપાસ ટીમ (SIT) અથવા સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) તપાસનો આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો. આનાથી અદાણી ગ્રૂપને મોટી રાહત થઈ હતી. સર્વોચ્ચ અદાલતે એસટીઆઇ કે સીબીઆઇની જગ્યાએ બજારની નિયમનકારી સંસ્થા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ને

Read More...
ગૌતમ અદાણી ફરી એશિયાના સૌથી ધનાઢ્ય

ગયા વર્ષે વેલ્થ રેન્કિંગમાં રોલર-કોસ્ટર રાઇડ કર્યા પછી શુક્રવારે ગૌતમ અદાણી ફરી એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ બન્યાં હતાં. હિન્ડબર્ગના આક્ષેપોમાં વધુ કોઇ તપાસની જરૂર નથી તેવા સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ગૌતમ અદાણીની સંપત્તિમાં ઉછાળો આવ્યો હતો. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર અદાણીની કુલ સંપત્તિ એક દિવસમાં $7.7 બિલિયન વધી $97.6

Read More...
ઇન્ડિગોએ ફ્યુઅલ ચાર્જ પાછો ખેંચતા વિમાન ભાડા ઘટ્યાં

ભારતની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોએ ગુરુવારે મુસાફરો પાસેથી વસૂલવામાં આવતો ફ્યુઅલ ચાર્જ પાછો ખેંચવાની જાહેરાત કરી હતી. એરલાઇનના આ નિર્ણયથી અમુક લાંબા રૂટ પરના વિમાન ભાડામાં રૂ. 1,000 સુધીનો ઘટાડો થશે.એરલાઇને જણાવ્યું હતું કે એવિએશન ટર્બાઇન ઇંધણ (ATF)ના ભાવમાં તાજેતરના ઘટાડાને કારણે 4 જાન્યુઆરીથી ઇંધણ ચાર્જ પાછો ખેંચી લેવામાં આવ્યો છે.

Read More...
ભારતમાં એરલાઇન્સ કંપનીઓ સામે 2023માં 542 ફરિયાદમાં કાર્યવાહી થઈ

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) વર્ષ 2023માં નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ એરલાઇન્સો સામેની 542 ફરિયાદોમાં કાર્યવાહી કરી હતી. સૌથી મોટી બાબત એ છે કે, વર્ષ 2022માં 305 ફરિયાદ નોંધાઈ હતી, જ્યારે 2023ની સૌથી વધુ ફરિયાદો પરથી એરલાઈન્સ કંપનીઓની બેદરકારી વધી હોય તેવો રિપોર્ટ સામે આવ્યો છે.

Read More...
GJHM, AURO હોટેલ્સ ભારતમાં સુરત ખાતે JW મેરિયટ વિકસાવશે

અમેરિકા સ્થિત ઓરો હોટેલ્સના સહયોગમાં રામા પરિવારની માલિકીની ગુજરાત JHM હોટેલ્સે તાજેતરમાં ગુજરાતના સુરતમાં JW મેરિયોટ સુરત રિસોર્ટ એન્ડ સ્પા વિકસાવવા માટે ગુજરાત સરકાર સાથે સમજૂતીપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા.

Read More...
સતોરી કલેક્ટિવે આલ્ફારેટ્ટામાં 124-સ્યુટની હોલિડે ઇન વેચી

હોટેલ પ્રોપર્ટીમાં નિપુણતા ધરાવતી રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ ફર્મ સતોરી કલેક્ટિવે આલ્ફારેટા-વિન્ડવર્ડ પાર્કવે ખાતે તેની 124-સ્યુટ હોલિડે ઇન એક્સપ્રેસ એન્ડ સ્યુટ્સ બુખારી ગ્રુપ હોસ્પિટાલિટીને વેચી દીધી.

Read More...
AHLAની ભરતી સહાય પૂરી પાડવા માટે HIREOLOGY સાથે ભાગીદારી

અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશને AHLA સભ્યોને ઉદ્યોગ-વિશિષ્ટ સાધનો અને સેવાઓની ઍક્સેસ પ્રદાન કરવા માટે સોફ્ટવેર પ્રદાતા Hireology સાથે ભાગીદારી કરી છે, એમ AHLA અને Hireology એ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું.

Read More...
  Entertainment

નવા વર્ષના પ્રારંભે ડિજિટલ પ્લેટફોર્મ પર ફિલ્મો-વેબસીરિઝના મનોરંજનની ભરમાર

2024ની શરૂઆત સાથે જ પ્રથમ મહિનાને મનોરંજનથી ભરપૂર બનાવવા માટે ડિજિટલ પ્લેટફોર્મે સક્રીય બની ગયું છે. જાન્યુઆરીમાં બ્લોકબસ્ટર ફિલ્મોથી લઇને ક્રાઈમ થ્રિલર સિરીઝનું નાના પડદે જોવા મળશે. જાન્યુઆરીમાં મનોરંજન પીરસવા માટે નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ, જિયો સિનેમા અને ઝી5 જેવા ઓટીટી પ્લેટફોર્મ સજ્જ થઈ ગયા છે.

Read More...

2024માં અક્ષયકુમારનો દબદબો રહેશે

શાહરૂખ ખાને 2023ના વર્ષમાં ‘પઠાણ’થી શરૂ કરીને ‘ડંકી’ સુધી ત્રણ હિટ ફિલ્મો આપી હતી અને ગત વર્ષે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી શાહરૂખનો જાદુ છવાયેલો રહ્યો હતો. શાહરૂખની ત્રણ હિટ ફિલ્મોની વચ્ચે સલમાન ખાનની બે ફિલ્મો ‘કિસી કા ભાઈ કિસી જાન’ અને ‘ટાઈગર 3’ આવી હતી. આ બંને ફિલ્મો ખૂબ જ સફળ થઇ નહોતી.

Read More...

આલિયા, રિતિક અને કાર્તિકની ફિલ્મો માટે ચાહકો આતુર

આ વર્ષે આલિયા ભટ્ટ, રિતિક રોશન અને કાર્તિક આર્યનની બહુચર્ચિત ફિલ્મો રીલીઝ થશે. રિતિક રોશનની નવી ફિલ્મ ફાઈટર 26 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. તેમાં રિતિકની સાથે દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર છે. ભારતની પ્રથમ એરિયલ એક્શન ફિલ્મ ગણાતી ફાઈટરનું પ્રમોશન પૂર જોશમાં શરૂ થઈ ગયું છે. તેમાં રિતિક-દીપિકાની રોમેન્ટિક કેમિસ્ટ્રી અને એક્શન અંદાજને ઓડિયન્સ પસંદ કરી રહ્યું છે.

Read More...

ફિલ્મ રિવ્યૂ: ડંકી

શાહરૂખ ખાન છેલ્લા ચાર વર્ષથી બોલીવૂડથી દૂર હતો પરંતુ 2023માં તેણે ધમાકેદાર કમબેક કર્યું હતું. પઠાણ અને જવાન જેવી ધમાકેદાર ફિલ્મો આપ્યા પછી ચાહકો આતુરતાથી તેની ફિલ્મ ડંકીની રાહ જોઈ રહ્યા હતા. રાજકુમાર હિરાનીના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મને લઈને દર્શકોમાં ખાસ્સો ઉત્સાહ હતો. શાહરૂખ ખાન અને રાજકુમાર હિરાનીએ પ્રથમવાર સાથે કામ કર્યું હતું.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store