Bilkis bano rape case
બિલકિસ બાનો (ફાઇલ ફોટો) (ANI Photo)

સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો પર બળાત્કાર કરનાર અને તેના પરિવારની હત્યા કરનાર 11 દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણયને સોમવારે રદ કર્યો હતો. આનાથી તમામ 11 દોષિતોએ હવે બે સપ્તાહમાં ફરી જેલમાં જવું પડશે. ગુજરાત સરકારે તેની જૂની માફી નીતિ હેઠળ 2022માં સ્વતંત્રતા દિવસ પર દોષિતોને મુક્ત કર્યા હતા. તેનાથી મોટો રાજકીય વિવાદ શરૂ કર્યો હતો.

દોષિતોની સજા માફીને પડકારતી બિલ્કીસ બાનોની અરજીને માન્ય રાખીને સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે આ કેસ મહારાષ્ટ્રની કોર્ટમાં ચાલ્યો હોવાથી દોષિતોને વહેલા મુક્ત કરવાની સત્તા ગુજરાત સરકાર પાસે નહીં. ગુનેગારોને તે રાજ્ય દ્વારા જ મુક્ત કરી શકાય છે જ્યાં તેમના પર કેસ ચલાવવામાં આવે છે. કોઇ અસરો ઊભી થાય તો પણ કાયદાનું શાસન જળવાઈ રહેવું જોઇએ.

કોર્ટે કહ્યું હતું કે પીડિતાના અધિકારો મહત્વપૂર્ણ છે અને મહિલાઓ સન્માનની હકદાર છે. મહિલા ગમે તે ધર્મની હોય તો પણ તે આદરનેપાત્ર છે. શું મહિલાઓ સામેના જઘન્ય ગુનાઓ માફી આપી શકે છે? આ તમામ મુદ્દાઓ ઊભા થાય છે.

2002ના ગોધરા રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો 21 વર્ષની હતી અને તેને પાંચ મહિનાનો ગર્ભ હતો. તે સમયે તેના પર ગેંગરેપ થયો હતો. બિલ્કીસ બાનુની ત્રણ વર્ષની પુત્ર સહિત તેના પરિવારના સાત સભ્યોને હત્યા થઈ હતી. આ કેસની સુનાવણી શરૂઆતમાં અમદાવાદમાં શરૂ થઈ હતી. જો કે, બિલ્કીસ બાનોએ સાક્ષીઓને નુકસાન થઈ શકે તેવી આશંકા વ્યક્ત કર્યા બાદ અને સીબીઆઈ પુરાવા સાથે ચેડાં થયા પછી સુપ્રીમ કોર્ટે ઓગસ્ટ 2004માં આ કેસને મુંબઈમાં ટ્રાન્સફર કર્યો હતો.

 

LEAVE A REPLY

five + 6 =