(Photo by Tim P. Whitby/Getty Images for The Red Sea International Film Festival)
શાહરૂખ ખાને 2023ના વર્ષમાં ‘પઠાણ’થી શરૂ કરીને ‘ડંકી’ સુધી ત્રણ હિટ ફિલ્મો આપી હતી અને ગત વર્ષે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી શાહરૂખનો જાદુ છવાયેલો રહ્યો હતો.
શાહરૂખની ત્રણ હિટ ફિલ્મોની વચ્ચે સલમાન ખાનની બે ફિલ્મો ‘કિસી કા ભાઈ કિસી જાન’ અને ‘ટાઈગર 3’ આવી હતી. આ બંને ફિલ્મો ખૂબ જ સફળ થઇ નહોતી. આમિર ખાનની કોઈ ફિલ્મ પણ નવા વર્ષે રિલીઝ થાય તેવી શક્યતા નથી. જોકે, ગત વર્ષે અક્ષયકુમારની ફિલ્મો ખાસ ચાલી નહોતી, પરંતુ ફિલ્મમેકર્સનો તેના પરનો ભરોસો અકબંધ રહ્યો છે. નવા વર્ષમાં અક્ષયકુમારની ચાર બિગ બજેટ ફિલ્મો આવી રહી છે.
અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની બિગ બજેટ ફિલ્મ બડે મિયાં છોટે મિયાં 2024માં રિલીઝ થવાની છે. આ બંને સ્ટાર્સ એક્શન અને ડાન્સમાં અવ્વલ છે. એક થા ટાઈગરનું ડાયરેક્શન કરનારા અલી અબ્બાસ બડે મિયાં છોટે મિયાં બનાવી રહ્યા છે. આ એક્શન ફિલ્મનું શૂટિંગ વિદેશમાં પણ થયું છે. વીએફએક્સ અને દિલધડક સ્ટન્ટથી અક્ષયકુમાર કમબેક કરી રહ્યા છે. સાઉથ ઈન્ડિયન ફિલ્મ સોરારઈ પોટરુની રીમેકમાં અક્ષયકુમાર જોવા મળશે. આ ફિલ્મ ફેબ્રુઆરી મહિનામાં રિલીઝ થઈ શકે છે.
અક્ષયકુમારે વેલકમ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ વેલકમ ટુ જંગલનું શૂટિંગ શરૂ કર્યું છે. અક્ષયકુમાર સ્ટાઈલની એક્શન અને કોમેડી ધરાવતી આ ફિલ્મમાં અન્ય ઘણાં સ્ટાર્સ છે. આ ઉપરાંત અજય દેવગન અને રોહિત શેટ્ટી સાથે સિંઘમ 3 માટે પણ અક્ષય કુમાર સજ્જ છે. અક્ષયકુમાર, રણવીર સિંહ, ટાઈગર શ્રોફ અને દીપિકા પાદુકોણને પોલીસ ઓફિસરના રોલમાં રજૂ કરાયા છે. કરીના કપૂર ખાન પણ તેમાં એક્શન કરવાની છે. આ ફિલ્મને 15 ઓગસ્ટે રિલીઝ કરવાનો પ્લાન છે. અક્ષય કુમારની ચાર ફિલ્મોમાંથી ત્રણ તો મલ્ટિસ્ટાર છે.

LEAVE A REPLY

15 − 15 =