(ANI Photo)

ભારતની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોએ ગુરુવારે મુસાફરો પાસેથી વસૂલવામાં આવતો ફ્યુઅલ ચાર્જ પાછો ખેંચવાની જાહેરાત કરી હતી. એરલાઇનના આ નિર્ણયથી અમુક લાંબા રૂટ પરના વિમાન ભાડામાં રૂ. 1,000 સુધીનો ઘટાડો થશે.એરલાઇને જણાવ્યું હતું કે એવિએશન ટર્બાઇન ઇંધણ (ATF)ના ભાવમાં તાજેતરના ઘટાડાને કારણે 4 જાન્યુઆરીથી ઇંધણ ચાર્જ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. 

જેટ ઈંધણના ભાવમાં વધારાને પગલે એરલાઈને 6 ઓક્ટોબર2023થી દરેક સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ટિકિટ પર ફ્યુઅલ ચાર્જ વસૂલવાનું શરૂ કર્યું હતું. આ ફ્યુઅલ ચાર્જ રૂ.300થી રૂ.1,000 સુધીનો હતો. 

એટીએફના ભાવમાં વધારાને કારણે ગયા વર્ષે ઇન્ડિગોએ ફ્યુઅલ ચાર્જ વસૂલવાનું ચાલુ કર્યું હતું. આવો ચાર્જ લેનારી તે પ્રથમ એરલાઇન હતી. જો ફ્લાઇટનું અંતર 500 કિમી સુધીનું હોય તો દરેક પેસેન્જર રૂ.300 તથા 501થી 1,000 કિમી સુધીની ફ્લાઇટ માટે ફ્યુઅલ ચાર્જ રૂ.400 હતો. 1,001-1,500 કિમી માટે રૂ. 5501,501-2,500 કિમી માટે રૂ.650 અને 2,501-3,500 કિલોમીટર માટે રૂ. 800 ફ્યુઅલ ચાર્જ હતો. 

ડોમેસ્ટિક એર પેસેન્જરમાં મોટો વધારો થઈ રહ્યો છે ત્યારે વિમાન ભાડામાં વધારો અંગે વિવિધ વર્ગોમાં ચિંતા વ્યક્ત કરાઈ હતી. ગયા મહિનેનાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઇન્સને સ્વ-નિયમન કરવાની અને ભાડા નક્કી કરતી વખતે મુસાફરોના હિતને ધ્યાનમાં રાખવાની સલાહ આપી હતી. ફ્યુઅલ ચાર્જની રજૂઆતની ઘોષણા કરતી વખતેઇન્ડિગોએ ગયા વર્ષે 5 ઑક્ટોબરે કહ્યું હતું કે ATFના ભાવમાં નોંધપાત્ર વધારાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

LEAVE A REPLY

one + 13 =