યુનાઇટેડ આરબ અમીરાતનો પાસપોર્ટ વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ બની ગયો છે. આર્ટન કેપિટન નામની એક કંપનીએ 2024ના શરૂઆતના ત્રણ મહિના માટે વિવિધ દેશોના પાસપોર્ટની મજબૂતાઈને રેન્ક આપતી યાદી બહાર પાડી છે. તેમાં UAE પાસપોર્ટને વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ ગણાવ્યો છે.

આ યાદીમાં ભારત 77મા ક્રમે છે. આમાં પાકિસ્તાની પાસપોર્ટ સૌથી ખરાબ રેન્કિંગ ધરાવે છે અને તેને વિશ્વના સૌથી ઓછા શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે.

આર્ટન કેપિટલ વૈશ્વિક નાગરિકતાની નાણાકીય સલાહકાર ફર્મ છે. જે દર ત્રણ મહિને વિશ્વભરના પાસપોર્ટનું રેન્કિંગ બહાર પાડે છે. ફર્મે 2024ના પ્રથમ ક્વાર્ટર માટે પાસપોર્ટ ઈન્ડેક્સ જાહેર કર્યો છે. આ કંપનીએ યુએઈ પાસપોર્ટનો મોબિલિટી સ્કોર 180 આપ્યો છે. આથી યુએઈ પાસપોર્ટ ધરાવતા લોકો 130 દેશોમાં વિઝા વગર મુસાફરી કરી શકે છે. તેમજ તેઓ વિશ્વના 50 દેશોમાં જઈ શકે છે જ્યાં વિઝા ઓન અરાઈવલની સુવિધા ઉપલબ્ધ છે.

વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં 10 યુરોપિયન દેશોના નામ બીજા અને ત્રીજા સ્થાને છે. આ રેન્કિંગમાં જર્મની, સ્પેન, ફ્રાન્સ, ઈટાલી અને નેધરલેન્ડ સહિત ઘણા દેશોના નામ સામેલ છે. જેનો મોબિલિટી સ્કોર 178 પોઈન્ટ છે. એટલે કે આ દેશોના પાસપોર્ટ ધારકો વિશ્વના 178 દેશોમાં પ્રવાસ કરી શકશે. જ્યારે સ્વીડન, ફિનલેન્ડ, લક્ઝમબર્ગ, ઓસ્ટ્રિયા અને સ્વિટ્ઝરલેન્ડ આ યાદીમાં ત્રીજા સ્થાને છે. આ દેશ 177ના મોબિલિટી સ્કોર સાથે ત્રીજા સ્થાને છે.

LEAVE A REPLY

20 − twelve =