Vol. 2 / No. 51 About   |   Contact   |   Advertise February 22, 2024


 
 
ભારતીયો સાથે લગ્નમાં NRI, OCI દ્વારા થતા ફ્રોડ સામે નવા કડક કાયદાની દરખાસ્ત

ભારતમાં NRI યુવક અથવા યુવતી સાથે પરણવાનો એક ક્રેઝ જોવા મળે છે જેમાં ઘણી વખત લોકો છેતરાઈ જતા હોય છે. આવી સ્થિતિમાં ભારતીય નાગરિકોને મદદ કરવા માટે કાયદા પંચે કડક નિયમો ઘડવાની ભલામણ કરી છે. તેના કારણે કોઈ પણ NRI જ્યારે કોઈ ભારતીય યુવતી અથવા યુવક સાથે લગ્ન કરશે ત્યારે તેનું ભારતમાં ફરજિયાત રજિસ્ટ્રેશન કરવામાં આવશે.

Read More...
અબુધાબીમાં ઇતિહાસ રચાયોઃ પ્રથમ BAPS હિન્દુ મંદિરનું મોદીના હસ્તે લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર, 14 ફેબ્રુઆરીએ વૈદિક મંત્રોચ્ચાર અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની પાવન ઉપસ્થિતિમાં અબુ ધાબી ખાતેના ભવ્યાતિભવ્ય પ્રથમ BAPS હિન્દુ મંદિરનું લોકાર્પણ કર્યું હતું.

Read More...
પ્રેસિડેન્ટપદની ચૂંટણીમાં વાઇલ્ડકાર્ડ ઉમેદવારો બાજી બગાડી શકે

અમેરિકના પ્રેસિડેન્ટની ચૂંટણીમાં જ્યોર્જ વોશિંગ્ટન પછી ક્યારેય કોઈ સ્વતંત્ર ઉમેદવાર વિજેતા રહ્યા નથી, પરંતુ અમેરિકાના લોકો માટે વક્રોક્તિ એવી છે કે તેમણે 2024ની ચૂંટણીમાં મુખ્યત્વે બે સૌથી બિનલોકપ્રિય પ્રેસિડેન્ટમાંથી એકની પસંદગી કરવાની છે.

Read More...
સિવિલ ફ્રોડ કેસમાં ટ્રમ્પને $355 મિલિયનની પેનલ્ટી

ન્યૂયોર્કના એક ન્યાયાધીશે શુક્રવારે ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટ્રમ્પ સંગઠનને એક સિવિલ ફ્રોડ કેસમાં આશરે 355 મિલિયન ડોલરનો દંડ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. 90 પાનાના ચુકાદા મુજબ ટ્રમ્પને ત્રણ વર્ષ માટે ન્યૂયોર્ક રાજ્યમાં કંપની ડાયરેક્ટર તરીકે કામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Read More...
ન્યૂ જર્સીની બિલ્ડિંગમાં આગ પછી ભારતીયો સુરક્ષિતઃ કોન્સ્યુલેટ

ન્યૂ જર્સીમાં ગુરુવારે એક બિલ્ડિંગમાં આગ ભભૂકી ઉઠતાં ભારતના વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ સહિત ડઝનેક લોકો વિસ્થાપિત થયાં હતાં. જોકે આ ઘટનામાં રહેવાસીઓ કે અન્ય કોઇને ઇજાના અહેવાલ મળ્યાં ન હતાં.

Read More...
બ્રિટનમાં સંસદની બે બેઠકોની પેટા ચૂંટણીમાં સુનકની ટોરી પાર્ટીનો પરાજય

બ્રિટનમાં આ વર્ષના અંત ભાગમાં યોજાનારી ચૂંટણી પહેલા વડાપ્રધાન ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીનો શુક્રવારે હાઉસ કોમન્સની બે બેઠકોની પેટાચૂંટણીમાં પરાજય થયો હતો. આ બંને બેઠકો લેબર પાર્ટીએ સત્તારૂઢ પાર્ટી પાસેથી છીનવી લીધી હતી.

Read More...
રાજકીય પક્ષોને દાન આપવામાં વપરાતા ઇલેક્ટોરલ બોન્ડ પર સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ

એક ઐતિહાસિક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે બુધવારે મોદી સરકારની ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને રદ કરી દીધી હતી. કોર્ટે જણાવ્યું હતું કે તે નાગરિકોના માહિતીના અધિકારનું ઉલ્લંઘન કરે છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે જણાવ્યું હતું કે ચૂંટણી બોન્ડ યોજના ગેરબંધારણીય અને મનસ્વી હતી અને તે રાજકીય પક્ષો અને દાતાઓ વચ્ચે ગોઠવણ તરફ દોરી શકે છે.

Read More...
જગદગુરુ રામભદ્રાચાર્ય અને ગીતકાર ગુલઝારને જ્ઞાનપીઠ એવોર્ડ

સંસ્કૃત વિદ્વાન જગદગુરુ રામભદ્રાચાર્ય અને જાણીતા ઉર્દૂ કવિ ગુલઝારની 58મા જ્ઞાનપીઠ એવોર્ડ માટે પસંદગી કરાઈ હોવાની જ્ઞાનપીઠ પસંદગી સમિતિએ શનિવારે જાહેરાત કરી હતી. ચિત્રકૂટમાં તુલસી પીઠના સ્થાપક અને વડા રામભદ્રાચાર્ય પ્રખ્યાત હિંદુ આધ્યાત્મિક નેતા, શિક્ષક તથા 240થી વધુ પુસ્તકો અને ગ્રંથોના લેખક છે.

Read More...
ભાજપે ગુજરાતમાં રાજ્યસભાના ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા

ભાજપે બુધવાર, 14 ફેબ્રુઆરીએ ગુજરાતમાંથી રાજ્યસભાના ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ભાજપની ટિકિટ પરથી જેપી નડ્ડા, ગોવિંદભાઈ ધોળકિયા, મયંક નાયક, જશવંતસિંહ પરમાર રાજ્યસભામાં જશે.

Read More...
ગુજરાતી ઠગના મામલે તેજસ્વી સામેની બદનક્ષીની ફરિયાદ રદ

સુપ્રીમ કોર્ટે મંગળવારે આરજેડી નેતા તેજસ્વી યાદવ સામેની તેમની કથિત “ફક્ત ગુજરાતીઓ જ ઠગ હોઈ શકે છે” ટિપ્પણીના મામલે બદનક્ષીની ફરિયાદને રદ કરી હતી. તેજસ્વી પોતાના નિવેદનને પાછું ખેંચી લેવા સંમત થયા પછી સર્વોચ્ચ અદાલતે તેમને આ રાહત આપી હતી.

Read More...

  Sports
ભારતે ત્રીજી ટેસ્ટમાં રેકોર્ડ 434 રને ઈંગ્લેન્ડને હરાવ્યું

ભારતના પ્રવાસે ગયેલી ઈંગ્લેન્ડની ટીમને પાંચ ટેસ્ટ મેચની સીરીઝની ત્રીજી ટેસ્ટમાં ચોથા દિવસે રવિવારે (18 ફેબ્રુઆરી) ભારતે રેકોર્ડ 434 રનથી હરાવી સીરીઝમાં 2-1ની લીડ મેળવી હતી.

Read More...
બેડમિંટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ્સમાં ભારતીય મહિલા ટીમને ટાઈટલ

મલેશિયામાં ગયા સપ્તાહે રમાયેલી બેડમિંટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ્સની મહિલા ફાઈનલ્સ રવિવારે રમાઈ હતી, જેમાં ભારતીય ખેલાડીઓએ થાઈલેન્ડને 3-2થી હરાવી પ્રથમવાર આ ટાઈટલ હાંસલ કરી ઈતિહાસ સર્જ્યો હતો.

Read More...
જયસ્વાલની યશસ્વી ડબલ, છગ્ગાનો વર્લ્ડ રેકોર્ડ

ભારતને લાંબા સમય પછી એક ડાબોડી ઓપનર મળ્યો છે અને યશસ્વી જયસ્વાલે ઈન્ટરનેશનલ કેરીયર શરૂ કર્યાના એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં ટેસ્ટ ક્રિકેટમાં બીજી ડબલ સેન્ચુરી ફટકારી છે અને સાથે સાથે છગ્ગાનો વર્લ્ડ રેકોર્ડ પણ કર્યો છે.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
2023ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં પણ યુકેની ઇકોનોમી મંદીમાં

ઊંચા ફુગાવા અને ઊંચા જીવનખર્ચની કટોકટી વચ્ચે બ્રિટનનું અર્થતંત્ર ગયા વર્ષના અંત ભાગમાં મંદીમાં સપડાયું હતું. ચૂંટણી પહેલા આ નવા આર્થિક ડેટાથી વડાપ્રધાન ઋષિ સુનકને ફટકો પડ્યો હતો. 2020ના પ્રથમ છ મહિના પછી અર્થતંત્ર પ્રથમ વખત મંદીમાં આવ્યું છે. 2020ના પ્રારંભમાં કોરોના મહામારીથી અર્થતંત્રને ફટકો પડ્યો હતો.

Read More...
દુબઈમાં ‘ભારત માર્ટ’ ચીનના ડ્રેગન માર્ટને ટક્કર આપશે

ભારતીય રિઝર્વ બેન્ક (RBI) મોનિટરી પોલિસી કમિટીની (MPC) બેઠકના અંતે ગુરુવાર, 8 ફેબ્રુઆરીએ વ્યાજદરને સ્થિર રાખવાનો નિર્ણય કર્યો હતો. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે મોનેટરી પોલિસીએ રેપો રેટ સતત છઠ્ઠી વખત 6.5 પર સ્થિર રાખવાનો નિર્ણય કર્યો છે. ફુગાવામાં ઘટાડો થઈ રહ્યો છે જે સારા સંકેત છે. 2024-25 માટે આરબીઆઈએ 7 ટકા વૃદ્ધિ દરનો 4.5 ટકા ફુગાવાનો અંદાજ વ્યક્ત કર્યો છે.

Read More...
સ્પાઇસ જેટ 1,000થી વધુ કર્મચારીઓની છટણી કરશે

આર્થિક સંકટ, કાનૂની કેસો અન્ય અવરોધનો સામનો કરી રહેલી ભારતની નો ફ્રિલ્સ એરલાઈન્સ સ્પાઇસજેટે આગામી દિવસોમાં ઓછામાં ઓછા 1000 કર્મચારીઓને છટણી કરવાની યોજના બનાવી છે, એમ મંગળવારે અધિકારીઓએ જણાવ્યું હતું.

Read More...
AAHOAની HYPE ઓનરશિપ કોન્ફરન્સમાં 200 હોસ્પિટાલિટી પ્રોફેશનલ્સે ભાગ લીધો

AAHOA ની “હાઇપ ઓનરશીપ-હેલ્પિંગ યંગ પ્રોફેશનલ્સ ઇવોલ્વ” કોન્ફરન્સમાં તાજેતરમાં ન્યૂ ઓર્લિયન્સમાં આયોજિત થઈ, જેમાં લગભગ 200 સભ્યોએ ભાગ લીધો હતો. આ ઇવેન્ટ નવા હોસ્પિટાલિટી ઉદ્યોગના વ્યાવસાયિકોના વિકાસને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ઉભરતા હોટલ માલિકોને સફળતા માટેના સાધનો સાથે સજ્જ કરવા માટે પેનલ ચર્ચાઓ, રાઉન્ડ ટેબલો અને ચાવીરૂપ શૈક્ષણિક તકો ઓફર કરે છે, એમ AAHOA એ એક નિવેદનમાં જણાવ્યું હતું.

Read More...
અલાબામાના પ્રવીણ પટેલ માટે મિત્રો, સ્નેહીઓએ શોક વ્યક્ત કર્યો

અલાબામાના હોટેલીયર પ્રવીણ રાવજીભાઈ પટેલની 8 ફેબ્રુઆરીએ તેમની હોટેલમાં ઝઘડા પછી ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, તેમને AAHOA ના નેતાઓ એક પારિવારિક માણસ અને સારા કારોબારી તરીકે યાદ કરે છે. AAHOA પણ આ હત્યાને હિંસાના મૂર્ખતાહીન કૃત્ય તરીકે વખોડી રહ્યું છે.

Read More...
પીચટ્રી ગ્રૂપે HGI જેક્સન, ટેનેસી હસ્તગત કરીને ત્રીજી પ્રોપર્ટી ડીલ કરી

પીચટ્રી ગ્રૂપ, $6.4 બિલિયન પોર્ટફોલિયો સાથેની કોમર્શિયલ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ, ટેનેસીના જેક્સનમાં 98-કી હિલ્ટન ગાર્ડન ઇનના સંપાદન સાથે ડેલવેર સ્ટેચ્યુટરી ટ્રસ્ટ તરીકે સંરચિત તેની ત્રીજી હોટેલ પ્રોપર્ટી ડીલ કરી છે. પીચટ્રીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ખરીદી 1031 એક્સ્ચેન્જ ઇન્વેસ્ટરોને રિયલ એસ્ટેટ વેચાણમાંથી મળેલી રકમનું પુનઃરોકાણ કરવાની તક પૂરી પાડે છે, ટેક્સ ડિફરલ લાભોનો આનંદ માણે છે અને મજબૂત રિયલ એસ્ટેટ ફાળવણી જાળવી રાખે છે.

Read More...
  Entertainment

બાફ્ટા એવોર્ડમાં ‘ઓપનહાઇમર’ અને ‘પૂઅર થિંગ્સ’ છવાયા

લંડનમાં 18 ફેબ્રુઆરી 2024એ યોજાયેલા બાફ્ટા ફિલ્મ એવોર્ડ સમારંભમાં કુલ સાત એવોર્ડ મેળવી ક્રિસ્ટોફર નોલાનની મૂવી “ઓપનહાઇમર”એ છવાઈ ગઈ હતી. અણુ બોમ્બની બનાવવા પર કેન્દ્રિત આ ફિલ્મે આગામી ઓસ્કાર પોતાની મજબૂત દાવેદારી રજૂ કરી દીધી હતી. બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણનો સમારંભમાં પ્રેઝન્ટર તરીકે પ્રથમ વખત હાજરી આપી હતી. આ વર્ષે કોઈ ભારતીય ફિલ્મને બાફ્ટામાં નોમિનેશન મળ્યું ન હતું.

Read More...

અમિતાભ-જયા બચ્ચન પાસે રૂ.1,578 કરોડની સંપત્તિ

સમાજવાદી પાર્ટીએ પીઢ અભિનેત્રી અને રાજકારણી જયા બચ્ચનને રાજ્યસભામાં સતત પાંચમી મુદત માટે ઉમેદવાર બન્યા છે. જયા 2004થી સપાના સભ્ય છે. તેમણે 13 ફેબ્રુઆરીના રોજ પોતાનું ઉમેદવારી પત્ર સબમિટ કર્યું હતું. અહેવાલો અનુસાર પદ્મશ્રી પુરસ્કાર વિજેતા જયાએ જાહેર કર્યું કે તેમની અને તેમના પતિ અમિતાભ બચ્ચનની કુલ સંપત્તિ રૂ. 1,578 કરોડ છે.

Read More...

‘દંગલ’ની અભિનેત્રી સુહાની ભટનાગરનું 19 વર્ષની ઉંમરે અવસાન

આમિર ખાન સ્ટારર રેસલિંગ ડ્રામા ‘દંગલ’માં યુવા બબીતા ​​ફોગટની ભૂમિકા ભજવનાર અભિનેત્રી સુહાની ભટનાગરનું 16 ફેબ્રુઆરીએ દિલ્હીમાં માત્ર 19 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. તેના પરિવારે જણાવ્યું હતું કે તે ડર્માટોમાયોસિટિસથી પીડિત હતી. આ એક દુર્લભ બિમારી છે, જેનાથી ત્વચા પર ફોલ્લીઓ અને સ્નાયુઓમાં નબળાઇ આવે છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store