(PTI Photo)

એક ઐતિહાસિક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે બુધવારે મોદી સરકારની ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને રદ કરી દીધી હતી. કોર્ટે જણાવ્યું હતું કે તે નાગરિકોના માહિતીના અધિકારનું ઉલ્લંઘન કરે છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે જણાવ્યું હતું કે ચૂંટણી બોન્ડ યોજના ગેરબંધારણીય અને મનસ્વી હતી અને તે રાજકીય પક્ષો અને દાતાઓ વચ્ચે ગોઠવણ તરફ દોરી શકે છે. લોકસભાની ચૂંટણી પહેલા સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી રાજકીય પક્ષો માટે ચૂંટણીફંડ એકત્ર કરવાનું મુશ્કેલ થશે.

પાંચ ન્યાયાધીશને બંધારણીય બેન્ચે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને ફગાવી દીધી હતી. બેન્ચે જણાવ્યું હતું કે કાળા નાણાં સામે લડવાનો અને દાતાઓની ગુપ્તતા જાળવવાનો ઉલ્લેખિત ઉદ્દેશ્ય આ યોજનાનો બચાવ કરી શકતો નથી. અદાલતે જણાવ્યું હતું કે, ચૂંટણી બોન્ડ કાળા નાણાંને કાબૂમાં લેવાનો એકમાત્ર રસ્તો નથી.

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા આ બોન્ડ્સનું ઈસ્યુ તરત જ બંધ કરશે અને આ માધ્યમ દ્વારા કરવામાં આવેલા દાનની વિગતો ભારતના ચૂંટણી પંચને આપશે. ચૂંટણીપંટે 13 માર્ચ સુધીમાં તેની વેબસાઇટ પર આ માહિતી પ્રકાશિત કરવા માટે કહેવામાં આવ્યું હતું.

રાજકીય પ્રણાલીમાં કાળા નાણાને પ્રવેશતા અટકાવવાના ઉદ્દેશ્ય સાથે 2018માં ચૂંટણી બોન્ડ યોજના શરૂ કરાઈ હતી. તે સમયે નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું કે ભારતમાં રાજકીય ભંડોળની પરંપરાગત પ્રથા રોકડ દાન છે. આ ભંડોળનો સ્રોત્ર બેનામી છે. નાણાંની માત્રા ક્યારેય જાહેર કરવામાં આવી ન હતી.

આ યોજના લાગુ થયા પછી તરત જ બહુવિધ પક્ષકારોએ તેને કોર્ટમાં પડકારી હતી. સીપીએમ, કોંગ્રેસના નેતા જયા ઠાકુર અને નોન-પ્રોફિટ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સનો તેને કોર્ટમાં પડકારી હતી.

LEAVE A REPLY

six + eleven =