સંસ્કૃત વિદ્વાન જગદગુરુ રામભદ્રાચાર્ય . (ANI Photo)

સંસ્કૃત વિદ્વાન જગદગુરુ રામભદ્રાચાર્ય અને જાણીતા ઉર્દૂ કવિ ગુલઝારની 58મા જ્ઞાનપીઠ એવોર્ડ માટે પસંદગી કરાઈ હોવાની જ્ઞાનપીઠ પસંદગી સમિતિએ શનિવારે જાહેરાત કરી હતી. ચિત્રકૂટમાં તુલસી પીઠના સ્થાપક અને વડા રામભદ્રાચાર્ય પ્રખ્યાત હિંદુ આધ્યાત્મિક નેતા, શિક્ષક તથા 240થી વધુ પુસ્તકો અને ગ્રંથોના લેખક છે. નેત્રહીન રામભદ્રાચાર્ય 22 ભાષાઓ બોલે છે. તેમણે સંસ્કૃત, હિન્દી, અવધિ અને મૈથિલી સહિત અનેક ભારતીય ભાષાઓના કવિ અને લેખક છે. 2015માં તેમને પદ્મ વિભૂષણ એવોર્ડ મળ્યો હતો.

ગુલઝારના ઉપનામથી  પ્રખ્યાત સંપૂર્ણ સિંહ કાલરા હિન્દી સિનેમામાં તેમના યોગદાન માટે જાણીતા છે અને આ યુગના શ્રેષ્ઠ ઉર્દૂ કવિઓમાંના એક ગણાય છે. ગુલઝારને 2002માં ઉર્દૂ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર, 2013માં દાદાસાહેબ ફાળકે પુરસ્કાર, 2004માં પદ્મ ભૂષણ અને ઓછામાં ઓછા પાંચ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો મળ્યાં હતાં.

ગુલઝારની કેટલીક શ્રેષ્ઠ કૃતિઓમાં ફિલ્મ સ્લમડોગ મિલિયોનેર માટે “જય હો” ગીતનો સમાવેશ થાય છે, જેને 2009માં ઓસ્કાર એવોર્ડ અને 2010માં ગ્રેમી એવોર્ડ મળ્યો હતો. માચીસ (1996), ઓમકારા (2006), દિલ સે..(1998) અને ગુરુ (2007) જેવી ફિલ્મોમાં તેમના ગીતો લોકપ્રિય બન્યાં હતાં.

ગુલઝારે કોશિશ (1972), પરિચય (1972), મૌસમ (1975), ઇજાઝત (1977) જેવી એવોર્ડ વિજેતા ક્લાસિક ફિલ્મો અને ટેલિવિઝન સિરિયલ મિર્ઝા ગાલિબ (1988) નિર્દેશન પણ કર્યું હતું.

 

LEAVE A REPLY

2 × five =