(ANI Photo)

ભારતને લાંબા સમય પછી એક ડાબોડી ઓપનર મળ્યો છે અને યશસ્વી જયસ્વાલે ઈન્ટરનેશનલ કેરીયર શરૂ કર્યાના એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં ટેસ્ટ ક્રિકેટમાં બીજી ડબલ સેન્ચુરી ફટકારી છે અને સાથે સાથે છગ્ગાનો વર્લ્ડ રેકોર્ડ પણ કર્યો છે.

જયસ્વાલ બીજી ઈનિંગમાં સદી કર્યા પછી પીઠની તકલીફના કારણે રીટાયર્ડ હર્ટ થયો હતો, એ પછી ફરી બેટિંગમાં આવ્યો હતો અને અણનમ રહી ડબલ સેન્ચુરી પુરી કરી હતી. આ તેની બીજી ડબલ સેન્ચુરી છે અને ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ક્રિકેટમાં બે ડબલ સેન્ચુરી કરનારો તે પ્રથમ બેટર બન્યો છે.

આ ડબલ સેન્ચુરીમાં જયસ્વાલે ઈંગ્લેન્ડના સૌથી અનુભવી અને પ્રભાવશાળી ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનની એક ઓવરમાં સતત ત્રણ બોલમાં ત્રણ છગ્ગા પણ ફટકાર્યા હતા. તે સાથે, તેણે છગ્ગાના એકથી વધુ રેકોર્ડ સર્જ્યા હતા. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પણ એક સીરીઝમાં 20 છગ્ગા ફટકારનારો યશસ્વી પહેલો બેટર છે. તો એક જ ઈનિંગમાં 12 છગ્ગા ફટકારવાના રેકોર્ડમાં પણ તેણે પાકિસ્તાનના વાસિમ અક્રમના એક ઈનિંગમાં 12 છગ્ગાના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી હતી.

તો ભારતે પણ રાજકોટ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે એક જ ટેસ્ટ મેચમાં 28 છગ્ગા ફટકારી એક નવો રેકોર્ડ કર્યો છે. અગાઉનો રેકોર્ડ પણ જો કે, ભારતના નામે જ હતો, ટીમે આ પહેલા સાઉથ આફ્રિકા સામે 2019માં વિશાખાપટ્ટનમ સાથે 27 છગ્ગા નોંધાવ્યા હતા.

LEAVE A REPLY

one + 16 =