લંડનના રોયલ ફેસ્ટિવલ હોલ ખાતે 18 ફેબ્રુઆરી 2024ના રોજ યોજાયેલા બાફ્ટા બ્રિટિશ એકેડેમી ફિલ્મ એવોર્ડ સમારોહ દરમિયાન અમેરિકી અભિનેત્રી એમ્મા સ્ટોને "પુઅર થિંગ્સ"માં ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો હતો. (Photo by JUSTIN TALLIS/AFP via Getty Images)

લંડનમાં 18 ફેબ્રુઆરી 2024એ યોજાયેલા બાફ્ટા ફિલ્મ એવોર્ડ સમારંભમાં કુલ સાત એવોર્ડ મેળવી ક્રિસ્ટોફર નોલાનની  મૂવી “ઓપનહાઇમર”એ છવાઈ ગઈ હતી. અણુ બોમ્બની બનાવવા પર કેન્દ્રિત આ ફિલ્મે આગામી ઓસ્કાર પોતાની મજબૂત દાવેદારી રજૂ કરી દીધી હતી. બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણનો સમારંભમાં પ્રેઝન્ટર તરીકે પ્રથમ વખત હાજરી આપી હતી. આ વર્ષે કોઈ ભારતીય ફિલ્મને બાફ્ટામાં નોમિનેશન મળ્યું ન હતું.

પ્રિન્સ વિલિયમ પણ  BAFTA ફિલ્મ એવોર્ડ સમારોહમાં હાજરી આપી હતી, તેમણે કહ્યું કે તેઓ ક્રિસ્ટોફર નોલાનના “મોટા ચાહક” છે અને તેમને ઓપેનહાઇમર પસંદ છે.

“ઓપનહાઇમરને સર્વશ્રેષ્ઠ ફિલ્મ, ક્રિસ્ટોફર નોલન માટે શ્રેષ્ઠ દિગ્દર્શક, સીલિયન મર્ફી માટે શ્રેષ્ઠ અભિનેતા અને રોબર્ટ ડાઉની જુનિયર માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતા સહિત ટોચના એવોર્ડ મેળવ્યાં હતા.

ડાર્ક કોમેડી “પૂર થિંગ્સ”એ પણ મોટી સફળતા સાથે પાંચ એવોર્ડ મેળવ્યાં હતા. એમ્મા સ્ટોનને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. આ સિવાય ફિલ્મે કોસ્ચ્યુમ, મેક-અપ અને હેર, પ્રોડક્શન ડિઝાઇન અને સ્પેશિયલ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ માટે બાફ્ટા પણ જીત્યો હતો.

એવોર્ડ વિજેતા

 • બેસ્ટ ફિલ્મ – ઓપેનહાઇમર
 • બેસ્ટ દિગ્દર્શક- ક્રિસ્ટોફર નોલાન (ઓપનહાઇમર)
 • શ્રેષ્ઠ અભિનેતા (લીડિંગ રોલ) – સિલિયન મર્ફી (ઓપનહાઇમર)
 • મુખ્ય ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેત્રી – એમ્મા સ્ટોન (પુઅર થિંગ્સ)
 • સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા – રોબર્ટ ડાઉની જુનિયર (ઓપનહાઇમર)
 • સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેત્રી – ડિવાઇન જોય રેન્ડોલ્ફ (ધ હોલ્ડવર્સ)
 • બેસ્ટ મૂળ પટકથા – જસ્ટિન ટ્રાઇટ અને આર્થર હરારી (એનાટોમી ઓફ અ ફોલ)
 • બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે – કોર્ડ જેફરસન (અમેરિકન ફિક્શન)
 • બેસ્ટ એનિમેટેડ ફિલ્મ- ધ બોય એન્ડ ધ હીરો
 • બેસ્ટ ડોક્યુમેન્ટરી- 20 ડેઝ ઇન મેરીયુપોલ
 • બેસ્ટ ફિલ્મ અંગ્રેજી ભાષામાં નથી – ધ ઝોન ઓફ ઈન્ટરેસ્ટ
 • બેસ્ટ કાસ્ટિંગ- સુસાન શોપમેકર (ધ હોલ્ડવર્સ)
 • બેસ્ટ સિનેમેટોગ્રાફી – હોયટે વાન હોયટેમા (ઓપનહાઇમર )
 • બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન – હોલી વેડિંગ્ટન (પુઅર થિંગ્સ)

 

LEAVE A REPLY

1 × three =