Vol. 1 No. 24 About   |   Contact   |   Advertise 29th May 2020


‘ ’
 
 
COVID-19 Update - કોરોનાવાયરસ વિશેષ
 




  UK News
ઇંગ્લેન્ડમાં સોમવારથી લૉકડાઉનને હળવુ કરતા જ્હોન્સન

વડાપ્રધાન બોરીસ જ્હોન્સને બે મહિનાના કડક પ્રતિબંધો પછી દેશનું કોવિડ ‘એલર્ટ’ સ્ટેટસ ઔપચારિક રૂપે ચાર પરથી ઘટાડીને ત્રણ કરી કરવાની અને ઇગ્લેન્ડમાં લોકડાઉન હળવુ કરવાની ગુરૂવારના રોજ દૈનિક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી. જે અંતર્ગત આવતા અઠવાડિયાથી પરિવારો દાદા- દાદીને અને તેઓ પૌત્ર-પૌત્રીઓને મળી શકશે, ગાર્ડનમાં મિત્રો અથવા કુટુંબના વધુમાં વધુ છ લોકો બહાર કે બગીચામાં મળી શકશે કે બારબેક્યુ પાર્ટી કરી શકશે. ઇંગ્લેન્ડમાં, સોમવારથી બાળકોની નર્સરી, શરૂઆતના વર્ષોની સેટિંગ્સ અને રિસેપ્શન, યર 1 અને યર 6ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ફરીથી ખોલવાના સંકેત આપવામાં આવ્યા છે. કેટલીક દુકાનો ફરીથી ખોલવા દેવાશે જેમાં આઉટડોર રિટેલ અને કાર શોરૂમ ફરીથી કામગીરી શરૂ કરી શકશે.
Read More...
બ્રિટનમાં વધુ 377 લોકોના મૃત્યુ: યુકેમાં 4.5 મિલિયન લોકો રોગનો ભોગ બન્યા
બ્રિટનમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે વધુ 377 લોકોના મૃત્યુ થયા હતા. તાજા આંકડા મુજબ ઇંગ્લેન્ડની વસ્તીના 7% એટલે કે 3.7 મિલિયન લોકોને અને આખા યુકેમાં 4.5 મિલિયન લોકોને આ રોગ થઈ ચૂક્યો છે. ચોંકાવનારી બાબત એ હતી કે જેમને ચેપ લાગ્યો હતો તેવા દર પાંચ લોકોમાંથી ફક્ત એક વ્યક્તિને જ લક્ષણો જોવા મળ્યા હતા. નિયમિત સ્વેબ ટેસ્ટમાં જાણવા મળ્યું હતું કે પોઝીટીવ ટેસ્ટ ધરાવતા લોકો પૈકી 79 ટકા લોકોને કોઈ લક્ષણો જણાયા નહતા.આંકડાશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ હાલમાં લગભગ 133,000 લોકોને વાયરસ હોવાનું માનવામાં આવે છે, જેમાં દર અઠવાડિયે 54,000 લોકો નવા હોય છે.
Read More...
પ્રીટિ લિટલ થિંગના સ્થાપક ઉમર કામનીએ પોતાનો હિસ્સો બુહૂને £324 મિલિયનમાં વેચ્યો
બિલિયોનેર પ્લેબોય પ્રીટિ લિટલ થિંગના સ્થાપક ઉમર કામનીએ ઓનલાઇન ફેશન કંપનીમાંનો પોતાનો હિસ્સો તેના પિતાની કંપની બુહૂને £324 મિલિયનમાં વેચી દીધો હતો. આ સોદાનુ મુલ્ય £269.8 મિલીયન છે પરંતુ પરંતુ શેરના ભાવોના આધારે તે £54 મિલિયન વધી શકે છે. £1 બિલીયનથી વધુની સંપત્તિ બનાવનાર 32 વર્ષીય ઉમર કામનીએ તાજેતરમાં જ કરદાતાઓના ખર્ચે પોતાની માન્ચેસ્ટર સ્થિત કંપનીના 86 સ્ટાફ સદસ્યોને ફર્લો કરી દીધા હતા.
Read More...
  international news
વિશ્વમાં અત્યાર સુધીમાં 59 લાખ દર્દી, 3.62 લાખ લોકોનાં મોત; 25.80 લાખ લોકો સાજા થયાં
વિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 59 લાખ 5 હજાર 415 કેસ નોંધાયા છે. જેમાં 3.62 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 25.80 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. ફ્રાન્સના વડાપ્રધાન એદુઆર્દ ફિલિપે ગુરુવારે કહ્યું હતું કે રાજધાની પેરિસ કોરોના સંક્રમણમાં રેડ ઝોનમાંથી બહાર આવી ગઈ છે.દેશના અન્ય ભાગમાં પણ સંક્રમણ ઓછું થયું છે. દેશમાં લોકડાઉનમાં રાહત આપવાનો બીજો તબક્કો શરૂ થશે.
Read More...
વિશ્વના લૉકડાઉન ગ્રસ્ત દેશોમાં ફરીવાર અર્થતંત્રને ધબકતું કરવા લોક માંગ ઉઠી
દુનિયાભરના દેશોમાં કોરોનાના કારણે લૉકડાઉનથી અર્થતંત્રને ભારે નુકસાન થયું છે. તેથી હવે વેપાર-ધંધા, પર્યટન અને આર્થિક પ્રવૃત્તિઓ ખોલવાની માગ થવા લાગી છે. જે દેશોમાં પ્રતિબંધ જારી છે ત્યાં હટાવવાની માગ કરાઇ રહી છે. કેટલાક દેશોમાં પ્રતિબંધ હટાવી લેવાયા બાદ સરકારને મદદ માટે રજૂઆતો કરાઇ રહી છે.આવા જ દેખાવ જર્મનીની સંસદ બહાર થયા. દેશની ટ્રાવેલ એજન્સીઓ અને પર્યટન ઉદ્યોગો સાથે જોડાયેલા લોકો અહીં ભેગા થયા અને સરકાર પાસેથી રાહતની માગ કરી.
Read More...
ગલ્ફ દેશોમાં ચેપગ્રસ્તોનો આંકડો બે લાખને વટાવી ગયો
ગલ્ફ દેશોમાં ચેપગ્રસ્તોનો આંકડો બે લાખને વટાવી ગયો છે. સાઉદી અરબમાં સૌથી વધે 78,541 કેસ સામે આવ્યા છે. જોકે 425 લોકો મૃત્યુ પામ્યા છે. સાઉદીમાં સરકારે પ્રતિબંધોમાં રાહત આપવાની પણ શરૂઆત કરી છે. ગલ્ફ દેશોમાં કુવૈત, કતાર, બહેરીન, ઓમાન, યુએઈ જેવા દેશો સામેલ છે.
Read More...
 




THIS WEEK
Click Full Screen
BUY NOW
  India news

ભારતમાં કુલ કેસ 1,65,799 રિકવરી દર વધીને 42.88 ટકા સુધી પહોંચ્યો

ભારતમાં છેલ્લા બે મહિનાથી લોકડાઉન હોવા છતા પણ કોરોના વાયરસના સંક્રમણનો આંકડો દોઢ લાખની પાર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે શુક્રવારના રોજ સવાર સુધીમાં દેશમાં કોરોના વાયરસના કુલ 165799 કેસ નોંધાયા છે જેમાંથી 71106 લોકો એવા છે કે જેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય થઈ ચૂક્યા છે. Read More...

કોરોના કેસમાં ભારત હવે 9માં સ્થાને પહોંચ્યું: મોતની સંખ્યા ચીનથી વધુ
ભારતમાં લોકડાઉન ઘણુ હળવુ થયા બાદ કોરોના કેસોની સંખ્યા સતત વધતી રહી છે. વિશ્વભરનાં સૌથી પ્રભાવીત ટોપ-ટેન રાષ્ટ્રોમાં ભારતે હવે તુર્કીને પાછળ છોડી દીધુ છે અને 9માં સ્થાને આવી ગયુ છે. ભારતમાં કોરોના કેસની કુલ સંખ્યા 1.65 લાખને વટાવી ગઈ છે અને મૃત્યુઆંક 4700 ની વધુ થઈ ગયો છે.
Read More...

મુંબઈ કોરોના પોઝીટીવ કેસમાં વિશ્વમાં ત્રીજા નંબરનું મહાનગર બન્યું
દેશમાં કોરોનામાં સૌથી વધુ અસરગ્રસ્ત બનેલા મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 2598 નવા કેસ સાથે હવે રાજયમાં કોરોના પોઝીટીવની સંખ્યા 60000 નજીક એટલે કે 59546 થઈ ગઈ છે તો વધુ 85 મૃત્યુ નોંધાતા મૃત્યુઆંક પણ 1982 થયો છે જે પણ 2000ની નજીક છે.
Read More...
  Gujarat News
ગુજરાતમાં કુલ 15574 કેસો, 960 લોકોનાં મોત, 3.13 લાખ લોકો કવોરન્ટાઇન
ગુજરાતમાં કોરોનાની પકકડ દિનપ્રતિદીન મજબૂત થતી જાય છે.કેસો અને મૃત્યુદરમાં ઝાઝો ફરક પડયો નથી જેના કારણે લોકોની ય ચિંતા વધી છે.હજુય અમદાવાદ શહેરમાં રોજ સરેરાશ 250ની આસપાસ કેસો નોંધાઇ રહ્યાં છે.
Read More...
અમદાવાદમાં કોરોનાના નવા 247 દર્દીઓ નોંધાયા, 16નાં મૃત્યુ થયા
અમદાવાદમાં કોરોનાનો કેર યથાવત રહેવા પામ્યો છે. આજે વધુ 247 દર્દીઓ જુદી જુદી હોસ્પિટલમાં દાખલ થયા છે. જ્યારે 16 દર્દીઓના સારવાર દરમ્યાન કરૂણ મૃત્યુ નોંધાયા છે. આ સાથે અમદાવાદ જીલ્લાના કુલ દર્દીઓનો આંકડો 11344નો થયો છે. જ્યારે મૃત્યુ આંક 780ને આંબી ગયો છે.
Read More...
વિદેશથી આવેલ અને દ્વારકાની હોટલમાં કવોરન્ટાઇન કરાયેલી મહિલા ગુમ થઈ
પોરબંદરથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા અને વિદેશની સફર કરી પરત ફરેલા એક મહિલા દ્વારકાની હોટલમાંથી ગુમ થયાનું પોલીસના ધ્યાને આવતા પોલીસે તેની સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી. આ અંગેની વિગત મુજબ પોરબંદર જિલ્લામાં રહેતા મલેકબેન નુરુદ્દીન સિંધવાની નામના એક મહિલા થોડા સમય પૂર્વે ટોરેન્ટો ખાતેથી અમદાવાદ અને ત્યાંથી દ્વારકા તાલુકામાં આવેલા બરડીયા ગામ ખાતે બસ મારફતે આવ્યા હતા.

Read More...
ભારતમાં કોરોના પોઝીટીવમાં ગુજરાત હવે ચોથા ક્રમે પહોંચ્યું
ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસમાં દરરોજના સરેરાશ 300-400 કેસ વચ્ચેના આંકડો યથાવત રહ્યો છે અને ગઈકાલે સાંજે પુરા થયેલા છેલ્લા 24 કલાકમાં રાજયમાં નવા 367 પોઝીટીવ કેસ નોંધાતા ગુજરાત હવે કુલ 15572 કેસ સાથે દેશમાં ચોથા સ્થાને આવ્યું છે.

Read More...
 
 
gg2   gg2
 
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store