દેશમાં કોરોનામાં સૌથી વધુ અસરગ્રસ્ત બનેલા મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 2598 નવા કેસ સાથે હવે રાજયમાં કોરોના પોઝીટીવની સંખ્યા 60000 નજીક એટલે કે 59546 થઈ ગઈ છે તો વધુ 85 મૃત્યુ નોંધાતા મૃત્યુઆંક પણ 1982 થયો છે જે પણ 2000ની નજીક છે.

રાજયમાં છેલ્લા ત્રણ દિવસમાં કુલ 287 મૃત્યુ થયા છે પણ સરકારો તે સ્થિતિનો બચાવ કરતા છેલ્લા એક માસમાં જે નોંધાયા વગરના મૃત્યુ થયા તેને ઉમેરાતા મૃત્યુ આંક ઉંચો જતો હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ મુખ્યમંત્રીની હાલત સતત બગડતી જાય છે.

વિશ્વના ટોચના આંતરરાષ્ટ્રીય શહેરોમાં કોરોના પોઝીટીવમાં મુંબઈ ત્રીજા સ્થાને આવ્યુ છે. મુંબઈમાં બુધવારે 1097 નવા કેસ નોંધાયા હતા. જે બ્રાઝીલના સાઓ પાઉલો 3466 અને મોસ્કોના 2140 પછી ત્રીજા ક્રમે છે. જો કે વિશ્વમાં કોરોનામાં સૌથી વધુ પિડિત ગણાતા અમેરિકાના ન્યુયોર્કમાં હવે પોઝીટીવ કેસ ઘટતા જાય છે અને તા.25 મેના ન્યુયોર્કમાં 542 કેસ છે.

આ અઠવાડીયાના સૌથી વધુ છે. જો કે ન્યુયોર્કમાં એકંદરે 2 લાખથી વધુ પોઝીટીવ કેસ છે. લંડનમાં પણ છેલ્લા બે સપ્તાહમાં અનેક દિવસ એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી અને અહી તા.25 મેના રોજ 297 પોઝીટીવ નોંધાયા છે. વિશ્વના મોટાભાગના કેપીટલ સમાન સીટી ન્યુયોર્ક, લંડન, બર્લીન, સિંગાપોરમાં કોરોના વાયરસનો પ્રથમ તબકકો પુરો થયો છે અને હવે આર્થિક ગતિવિધિ સાથે બીજા તબકકામાં છે.