ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસમાં દરરોજના સરેરાશ 300-400 કેસ વચ્ચેના આંકડો યથાવત રહ્યો છે અને ગઈકાલે સાંજે પુરા થયેલા છેલ્લા 24 કલાકમાં રાજયમાં નવા 367 પોઝીટીવ કેસ નોંધાતા ગુજરાત હવે કુલ 15572 કેસ સાથે દેશમાં ચોથા સ્થાને આવ્યું છે. મહારાષ્ટ્ર (59559), તામિલનાડુ (19372) દિલ્હી (16281) બાદ ચોથા સ્થાને ગુજરાત છે. કાલે ફરી એક વખત અમદાવાદમાં 247 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે.

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 16 મૃત્યુ નોંધાયા છે અને રાજયમાં કુલ 960 મૃત્યુ થયા છે. અમદાવાદમાં છેલ્લા 13 દિવસના સૌથી ઓછા મૃત્યુ થયા છે અને આ સપ્તાહના સૌથી ઓછા કેસ નોંધાયા છે. જો કે સુરતમાં 44, વડોદરામાં 23 કેસ ઉપરાંત રાજકોટ સહિતના નવા કેસ થયા છે.

રાજયના 10 જીલ્લામાં હવે કોરોના પોઝીટીવની સંખ્યા 100 કે તેથી વધુ થઈ છે. એકલા અમદાવાદમાં જ જીલ્લા સહિત કુલ 11344 પોઝીટીવ કેસ અને 780 મૃત્યુ થયા છે. રાજયમાં જો કે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા બાદ કરો તો કુલ 6611 એકટીવ કેસ છે. જેમાં 6535 છે અને 76 વેન્ટીલેટર પર છે. રાજયમાં હવે એકટીવ કેસ કરતા ડિસ્ચાર્જની સંખ્યા વધીને 8001 થઈ છે. જયારે મૃત્યુદર હજુ 6.1% જેટલો ઉંચો રહ્યો છે. રાજયમાં 3.13 લાખ લોકો કવોરન્ટાઈનમાં છે.