(Photo by Christopher Furlong/Getty Images)

બ્રિટનમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે વધુ 377 લોકોના મૃત્યુ થયા હતા. તાજા આંકડા મુજબ ઇંગ્લેન્ડની વસ્તીના 7%  એટલે કે 3.7 મિલિયન લોકોને અને આખા યુકેમાં 4.5 મિલિયન લોકોને આ રોગ થઈ ચૂક્યો છે. ચોંકાવનારી બાબત એ હતી કે જેમને ચેપ લાગ્યો હતો તેવા દર પાંચ લોકોમાંથી ફક્ત એક વ્યક્તિને જ લક્ષણો જોવા મળ્યા હતા. નિયમિત સ્વેબ ટેસ્ટમાં જાણવા મળ્યું હતું કે પોઝીટીવ ટેસ્ટ ધરાવતા લોકો પૈકી 79 ટકા લોકોને કોઈ લક્ષણો જણાયા નહતા. આંકડાશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ હાલમાં લગભગ 133,000 લોકોને વાયરસ હોવાનું માનવામાં આવે છે, જેમાં દર અઠવાડિયે 54,000 લોકો નવા હોય છે.

આરોગ્ય વિભાગે જાહેરાત કરી હતી કે ઇંગ્લેન્ડમાં વધુ 337 લોકોનાં મોત થયાં છે, વેલ્સમાં 14, સ્કોટલેન્ડમાં 12 અને નોર્ધર્ન આયર્લેન્ડમાં બે લોકોનાં મોત થયાં છે. ગઈકાલે વધુ 1,887 લોકોને કોવિડ-19 માટે પોઝીટીવ ટેસ્ટ હોવાનું જણાયું હતું.

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ગુરૂવારે જણાવ્યું હતું કે ‘’બુધવારે આખા ઇંગ્લેન્ડમાં કોવિડ-19ના કારણે 475 લોકોને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા અને કહ્યું હતું કે જાનહાનિમાં ‘સતત અને સતત ઘટાડો’ થયો છે.’’

સરકારી સંસ્થાએ આજે ​​તેની બ્લડ ટેસ્ટીંગ સ્કીમના પ્રથમ પરિણામો જાહેર કર્યા હતા, જેમાં 885 લોકોમાંથી 6.78 ટકા એટલે કે 60 લોકોમાં કોવિડ-19ના એન્ટિબોડીઝ મળ્યા હતા. જે સૂચવે છે કે યુકેમાં 4.5 મિલિયન લોકોને વાયરસનો ચેપ લાગ્યો છે. લંડનવાસીઓને 15 ટકા અને બીજે સ્થાને પાંચ ટકા લોકોને ચેપ લાગ્યો હોવાનુ હેલ્થ સેક્રેટરી મેટ હેનકોક દ્વારા જાહેર કરવામાં આવ્યુ હતું. આ આંકડા મુજબ યુકેમાં વાયરસનો મૃત્યુ દર 51,095 કહી શકાય જે ચેપ લાગનારા લોકોના 1.14 ટકા અને દર 88 વ્યક્તિએ એક દર્દી મરણ પામ્યો હતો.

હાલના સ્વેબ ટેસ્ટ મુજબ હાલમાં 0.24 ટકા લોકો આ રોગથી સંક્રમિત છે અને ગયા અઠવાડિયાના અપડેટથી મુજબ 0.01 ટકાનો ઘટાડો થયો છે. હાલમાં દર અઠવાડિયે લગભગ 54,૦૦૦ લોકોને ચેપ લાગી રહ્યો છે, જે ગયા અઠવાડિયે 61,000 હતો. વધુ ચિંતાની વાત એ છે કે, ઓએનએસએ જાહેર કર્યું હતું કે કોવિડ-19ના ટેસ્ટ કરાવનારા માત્ર 21 ટકા લોકોને જ લક્ષણો જોવા મળ્યા હતા. જે સૂચવે છે કે વાયરસ હજી પણ વસ્તીમાં શાંતિથી ફેલાય છે અને કદાચ સંભવત: હજારો લોકોને ચેપ લાગ્યો હતો.

  • ડરહામ પોલીસે જાહેર કર્યું હતું કે ડોમિનિક કમિંગ્સે ચાઇલ્ડ કેરની શોધમાં તેમની 260 માઇલની સફર કરી તેનાથી લોકડાઉન નિયમોનો ભંગ થતો નથી. પરંતુ તેઓ જ્યારે બાર્નાર્ડ કાસલની 60 માઇલની મુસાફરી કરી ત્યારે માર્ગદર્શનનો ભંગ કર્યો હશે તેમ કહી શકાય છે.
  • સરકારની કોન્ટેક્ટ ટ્રેસિંગ સાઇટ આજે સવારે લોન્ચ થયા બાદ તુરંત જ ક્રેશ થઇ ગઇ હતી.
  • નિકોલા સ્ટર્જને જાહેર કર્યું હતું કે સ્કોટલેન્ડમાં લોકડાઉન સરળ છે, પાર્ક અને બગીચાઓમાં આઠ જેટલા લોકોના જૂથોને મળવાની મંજૂરી છે.
  • મેટ હેનકોકે યુ-ટર્ન લઇને સૂચવ્યું હતું કે હવે બ્રિટનના લોકો આ વર્ષે વિદેશમાં ઉનાળાની રજાઓ લઇ શકશે.
  • કોરોનાવાયરસ સંકટના કારણે દરિયાકાંઠાનુ પેટ્રોલિંગ સ્થગિત કર્યા પછી, બેંક હોલિડે વીકએન્ડમાં બ્રિટનના દરિયાકિનારા પર ત્રણ લોકોના મોત નિપજ્યાં હતાં.
  • ઇંગ્લેન્ડ અને વેલ્સમાં એપ્રિલ મહિનામાં સત્તાવાર આંકડા અનુસાર 88,000 લોકો મૃત્યુ પામ્યા હતા. જે ગયા એપ્રિલ-2019 કરતા બમણા હતા.
  • સેન્ડવિચ અને કોફી ચેન પ્રેટ એ મેન્ગર આગામી સોમવારથી ટેકઅવે અને ડિલિવરી માટે 200થી વધુ સાઇટ્સ ફરીથી ખોલશે અને નવા સામાજિક અંતરનાં પગલાં લેવામાં આવશે.
  • આંકડાશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે ઇંગ્લેન્ડ અને વેલ્સની વસતીના આશરે 0.24 ટકા લોકોમાં હાલમાં કોરોનાવાયરસ હોવાનું માનવામાં આવે છે.