Vol. 1 No. 25 About   |   Contact   |   Advertise 01st June 2020


‘ ’
 
 
COVID-19 Update - કોરોનાવાયરસ વિશેષ
 




  UK News
હળવા લોકડાઉનના નિયમો અને સ્વતંત્રતાનો દુરુપયોગ કોવિડ-19નો બીજો ઉથલો લાવશે

સરકારના વરિષ્ઠ સરકારી સલાહકાર અને ઇંગ્લેન્ડના ડેપ્યુટી ચીફ મેડિકલ ઑફિસર પ્રોફેસર જોનાથન વેન-ટેમે ચેતવણી આપી છે કે હળવા લોકડાઉનના નિયમો અને નવી સ્વતંત્રતાનો દુરુપયોગ કરવાથી કોરોનાવાયરસના ચેપના બીજા મોજાનું જોખમ છે. તેમણે બોક્ષમાં દબાવી રાખેલી સ્પ્રીંગનુ ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે જો બોક્ષનું કવર એકદમ ખોલવામાં આવશે તો સ્પ્રીંગ એકદમ ઉછળશે. પણ જો તે કવર ધીમેધીમે ખોલવામાં આવશે તો તમે સ્પ્રીંગ પર કાબુ રાખી શકશો. આવું જ કોરોનાવાયરસનુ છે, સરકારે ધીમે અને કાળજીપૂર્વક આગળ વધવાનું છે અને વૈજ્ઞાનિકોની સલાહને અનુસરવાનું છે. આગામી થોડા અઠવાડિયામાં આ આખી બાબતને ખૂબ નજીકથી જોવાની અને સામાન્ય રીતે જાહેરમાં માર્ગદર્શનને અનુસરવાની સરકારની બેવડી જવાબદારી છે.
Read More...
સંવેદનશીલ લોકોને 10 અઠવાડિયામાં પ્રથમ વખત બહાર નીકળવાની મંજૂરી
ઉંમરલાયક તેમજ ગંભીર બીમારી ધરાવતા અને તેમના ઘરોમાં કોરોનાવાયરસથી સુરક્ષીત રાખવામાં આવ્યા હતા તેવા બે મિલિયનથી વધુ સંવેદનશીલ લોકોને 2 મીટરનુ સામાજિક અંતર જાળવવાની અને અન્ય તકેદારી રાખવાની શરતે બહાર જવા 10 અઠવાડિયામાં પ્રથમ વખત માટે અનુમતી આપવામાં આવી છે. “તબીબી રીતે અત્યંત સંવેદનશીલ અને બીમાર” તરીકે ઓળખવામાં આવેલા લોકોને તેમના ઘરના અન્ય સભ્યોને હળવા મળવાની મંજૂરી આપવામાં આવશે. જેઓ એકલા રહે છે તેઓ બીજા ઘરના અન્ય એક વ્યક્તિને બે મીટર દૂરથી મળી શકશે.
Read More...
ઋષિ સુનકના સસરાની ઇન્ફોસીસે યુકેના 3% સ્ટાફને ફર્લો કર્યા
ચાન્સેલર ઋષિ સુનકના બિલીયોનેર સસરા એન.આર. નારાયણ મૂર્તિ દ્વારા સ્થાપવામાં આવેલી વૈશ્વિક આઇટી કંપની ઇન્ફોસીસ કોરોનાવાયરસ જોબ રીટેન્શન યોજનાનો લાભ લઈ રહી છે અને કરદાતાઓના નાણાંનો ઉપયોગ યુકેના 3% સ્ટાફને ફર્લો કરવા માટે કર્યો હોવાનુ બહાર આવ્યું છે.ભારતમાં મુખ્ય મથક ધરાવતી સોફ્ટવેર અને સલાહકાર કંપની ઇન્ફોસિસ ચાન્સેલર ઋષિ સુનકની યોજનાનો લાભ લઇ રહી છે જેનાં સરકાર દર મહિને £2500 સુધીનો 80% સુધીનો પગાર ચૂકવે છે.
Read More...
  international news
વિશ્વભરમાં અત્યાર સુધીમાં 62.64 લાખ કેસ જેમાં 3.74 લાખ લોકોએ જીવ ગુમાવ્યા
વિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 62.64 લાખ કેસ નોંધાયા છે. જેમાં 3.74 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 28.47 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. બ્રાઝીલમાં અમેરિકા એક હજાર વેન્ટિલેટર મોકલશે. કતારમાં 24 કલાકમાં 1648 કેસ નોંધાયા છે. દક્ષિણ કોરિયામાં કોરોનાના 35 નવા કેસ નોંધાયા છે. સરકાર બે વાર સ્કૂલો બંધ કરી ચૂકી છે.સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે અને ડોક્ટરોની ચેતવણી છતા બાંગ્લાદેશ સરકારે લોકડાઉનમાં છૂટ આપી છે. અહીં સંક્રમણનું જોખમ શહેરોમાં વધારે છે.
Read More...
અમેરિકામાં કોરોનાથી 24 કલાકમાં 638 લોકોનો મોત થયા
અમેરિકામાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રવિવારે અમેરિકામાં કોરોના વાયરસના 20,350 નવા કેસ સામે આવ્યા હતા અને 638 લોકોના કોરોના કારણે મોત થઈ ગયા હતા. અમેરિકામાં અત્યાર સુધી કોરોના વાયરસના 18 લાખથી વધારે કેસ નોંધાયા છે. ન્યૂયોર્ક, ન્યૂજર્સી, કેલીફોર્નિયામાં સૌથી વધારે કેસ નોંધાયા છે. વર્લ્ડોમીટર મુજબ, અમેરિકામાં કોરોના વાયરસના દર્દીઓઓની સંખ્યા સોમવાર સવાર સુધી વધીને 18 લાખ 37 હજારને પાર પહોંચી ગઈ છે.
Read More...
સ્પેસ એક્સે રચ્યો ઈતિહાસ, સૌપ્રથમ વખત ખાનગી રોકેટ બે અમેરિકનને લઈને ઓર્બિટમાં પહોંચ્યું
એલન મસ્કની કંપની સ્પેસ એક્સનું ખાનગી રોકેટ ફાલ્કન-9 શનિવારે સ્થાનિક સમય મુજબ બપોરે 3.22 મિનિટે બે અમેરિકન અવકાશ યાત્રીઓને લઈને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જવા રવાના થયું હતું. આ સાથે જે ખાનગી અવકાશ યાત્રા ક્ષેત્રે એક ઈતિહાસ રચાયો છે. કાઉન્ટડાઉન પૂર્ણ થતા જ નાસાના રોબર્ટ બેનકેન અને ડગલસ હર્લે નામના બે અવકાશ યાત્રીઓને લઈને ક્રૂ ડ્રેગન કેપ્સ્યૂલ સાથે ફાલ્કન-9 પોતાની યાત્રા પર રવાના થયું હતું.
Read More...
 




THIS WEEK
Click Full Screen
BUY NOW
  India news

ભારતમાં કોરોના વાયરસના કેસ 190535 થયાંઃ કુલ મોત 5394, રિકવરી રેટ 48.19 ટકા

કોરોના વાયરસનો પ્રકોપ અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. દેશમાં છેલ્લા બે મહિના કરતા પણ વધારે સમયથી લોકડાઉન લાગુ હોવા છતા પણ કોરોના વાયરસના સંક્રમણનો આંકડો બે લાખની નજીક પહોંચી રહ્ઓ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે સોમવાર સવાર સુધીમાં દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 190535 સુધી પહોંચી ગયા છે. Read More...

ભારત સંક્રમિત દેશોની યાદીમાં 9મા સ્થાનથી 7મા સ્થાને પહોંચ્યું
ભારતમાં સંક્રમિતોનો આંકડો રવિવારે 1.89 લાખ થઇ ગયો છે. ભારત હવે કેસની સંખ્યામાં જર્મનીના 1.83 લાખ અને ફ્રાન્સના 1.88 લાખથી આગળ નિકળી ગયું છે. વિશ્વમાં સૌથી વધુ સંક્રમિત દેશોની યાદીમાં ભારત હવે 9માથી 7મા સ્થાને આવી ગયું છે.
Read More...

ભારતીયોને લેવા રશિયા ગયેલો પાઇલટ કોરોના પોઝિટિવ આવતા અડધેથી પાછો બોલાવ્યો
વંદે ભારત મિશન હેઠળ રશિયાના મોસ્કોથી ભારતીયોને લેવા એર ઇન્ડિયાની દિલ્હીથી નીકળેલી ફ્લાઇટનો પાઇલટ ચેપી જણાતા અધવચ્ચેથી તેને પાછો બોલાવાયો. એર ઇન્ડિયાના અધિકારીએ જણાવ્યું કે ફ્લાઇટ પહેલાં તપાસ રિપોર્ટમાં એક ભૂલ હતી,
Read More...
  Gujarat News
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૧૬૭૯૪ પોઝિટિવ કેસ, ૧૦૩૮ દર્દીઓના મોત
છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં ૬૧૫૦ ટેસ્ટ કરાયા છે અને એમાં અમદાવાદ ઉપરાંત સુરતમાં ગ્રામ્ય વિસ્તારમાંથી છ સહિત કુલ ૫૫ નવા કેસ, વડોદરામાં ૩૪, ગાંધીનગરમાંથી ૧૩, સુરેન્દ્રનગરમાં ૫, બનાસકાંઠા, રાજકોટ અને વલસાડમાંથી ૪-૪, પંચમહાલ અને ખેડામાં ૩-૩, મહેસાણા, ભરૂચ, સાબરકાંઠામાં ૨-૨, અરવલ્લી, પાટણ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, અમરેલી અને અન્ય રાજ્યના એક-એક કેસ ઉમેરાયા છે.
Read More...
ગુજરાતમાં અગાઉના ત્રણેય લોકડાઉન કરતાં લૉકડાઉન-4માં સૌથી વધુ મૃત્યુ થયાં
ગુજરાત સહિત દેશભરમાં લોકડાઉન-4ની સમાપ્તિ થઇ ગઇ છે. 18થી 31 મે સુધીના લોકડાઉન-4માં ગુજરાતમાં કોરોનાના કુલ 5414 કેસ નોંધાયા હતા જ્યારે 379 વ્યક્તિના મૃત્યુ થયા હતા. બીજી તરફ અમદાવાદમાં લોકડાઉન-4 દરમિયાન 3760 કેસ નોંધાયા અને 319 વ્યક્તિએ કોરોના સામે જીવ ગુમાવ્યો છે.
Read More...
કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં 19 જૂને રાજ્યસભાની 4 બેઠકો માટેની ચૂંટણી યોજાશે
કોરોનાની મહામારીને કારણે ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણી મુલતવી રાખવામાં આવી હતી. જો કે હવે અનલોકનાં તબક્કામાં મોટી છૂટછાટ મળતાં રાજ્યસભાની ચૂંટણીને લઈને પણ રસ્તો સાફ થઈ ગયો છે. ઈલેક્શન કમિશન દ્વારા રાજ્યસભાની ચૂંટણીને લઈ તારીખો જાહેર કરવામાં આવી છે.

Read More...
કોરોનાના કહેર વચ્ચે ગુજરાતમાં હવે ‘પ્રિ-સાઇક્લોનિક એલર્ટ
ગુજરાતમાં કોરોનાના કેર સતત વધી રહ્યો છે ત્યાં હવે વાવાઝોડાનું સંકટ ઘેરાયું છે. દક્ષિણ પૂર્વ નજીક પૂર્વમધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે. 1 જૂન સુધીમાં લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થઇને ઉત્તર દિશા તરફ આગળ વધશે. બીજી જૂને ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઇ અને 3 જૂનના ગુજરાતના દરિયાકિનારે પહોંચશે.

Read More...
 
 
gg2   gg2
 
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store