વિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 62.64 લાખ કેસ નોંધાયા છે. જેમાં 3.74 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 28.47 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. બ્રાઝીલમાં અમેરિકા એક હજાર વેન્ટિલેટર મોકલશે. કતારમાં 24 કલાકમાં 1648 કેસ નોંધાયા છે. દક્ષિણ કોરિયામાં કોરોનાના 35 નવા કેસ નોંધાયા છે. સરકાર બે વાર સ્કૂલો બંધ કરી ચૂકી છે.સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે અને ડોક્ટરોની ચેતવણી છતા બાંગ્લાદેશ સરકારે લોકડાઉનમાં છૂટ આપી છે. અહીં સંક્રમણનું જોખમ શહેરોમાં વધારે છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે અમે લોકડાઉન હટાવી રહ્યા છીએ. રવિવારે અહીં 2545 કેસ નોંધાયા હતા અને 40 લોકોના મોત થયા છે. બાંગ્લાદેશમાં કુલ 47 હજાર 153 કેસ નોંધાયા છે અને 650 લોકોના જીવ ગયા છે.અમેરિકા અને બ્રાઝીલે એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું. જેમાં કહેવાયું કે અમેરિકા ટૂંક સમયમાં બ્રાઝીલમાં એક હજાર વેન્ટિલેટર અને હાઈડ્રોક્સીક્લોરોક્વીનની 20 લાખ ટેબલેટ મોકલશે. નિવેદનમાં કહેવાયું હતું કે બ્રાઝીલમાં સામાન્ય લોકો જ નહીં પરંતુ ડોક્ટર, નર્સ અને પેરામેડીકલ સ્ટાફ પણ જોખમનો સામનો કરી રહ્યા છે.

બ્રાઝીલમાં 5 લાખ 15 હજાર કેસ નોંધાયા છે, જેમાં 29 હજાર 341 લોકોના મોત થયા છે.અમેરિકામાં અત્યાર સુધીમાં 18.37 લાખ કેસ નોંધાયા છે. જેમાં 1 લાખ 6 હજાર 195 લોકોના મોત થયા છે. છ લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. જાપાનમાં 24 કલાકમાં 33 નવા કેસ નોંધાયા છે. એક સંક્રમિતનું મોત થયું છે. દેશમાં કુલ 17 હજાર 597 કેસ નોંધાયા છે અને 905 લોકોના મોત થયા છે.

દેશમાં સ્કૂલ અને ધંધા ખોલવામાં આવી રહ્યા છે.સંક્રમણની દ્રષ્ટિએ જર્મની અને ફ્રાન્સને પાછળ છોડીને ભારત સાતમાં નંબરે આવી ગયું છે. ભારતમાં અત્યાર સુધીમાં 1.90 લાખથી વધારે કેસ નોંધાયા છે. ફ્રાન્સમાં 1.89 લાખ કેસ અને જર્મનીમાં 1.83 લાખ કેસ નોંધાયા છે.કતારમાં 24 કલાકમાં 1648 કેસ નોંધાયા છે. અહીં ઝડપથી સંક્રમણ વધી રહ્યુ છે. અહીં 56 હજાર 910 લોકો સંક્રમિત છે.38 લોકોના મોત થયા છે. અહીં 22 લાખથી વધારે ટેસ્ટ થયા છે.