સરકારના વરિષ્ઠ સરકારી સલાહકાર અને ઇંગ્લેન્ડના ડેપ્યુટી ચીફ મેડિકલ ઑફિસર પ્રોફેસર જોનાથન વેન-ટેમે ચેતવણી આપી છે કે હળવા લોકડાઉનના નિયમો અને નવી સ્વતંત્રતાનો દુરુપયોગ કરવાથી કોરોનાવાયરસના ચેપના બીજા મોજાનું જોખમ છે.

તેમણે બોક્ષમાં દબાવી રાખેલી સ્પ્રીંગનુ ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે જો બોક્ષનું કવર એકદમ ખોલવામાં આવશે તો સ્પ્રીંગ એકદમ ઉછળશે. પણ જો તે કવર ધીમેધીમે ખોલવામાં આવશે તો તમે સ્પ્રીંગ પર કાબુ રાખી શકશો. આવું જ કોરોનાવાયરસનુ છે, સરકારે ધીમે અને કાળજીપૂર્વક આગળ વધવાનું છે અને વૈજ્ઞાનિકોની સલાહને અનુસરવાનું છે. આગામી થોડા અઠવાડિયામાં આ આખી બાબતને ખૂબ નજીકથી જોવાની અને સામાન્ય રીતે જાહેરમાં માર્ગદર્શનને અનુસરવાની સરકારની બેવડી જવાબદારી છે.

પાંચ વૈજ્ઞાનિક સલાહકારોએ સરકારને કહ્યું હતું કે તેઓ લોકડાઉન “ખૂબ વહેલું” ખુલ્લુ કરી રહ્યા છે અને તેનાથી ચેપનું બીજું મોજું આવે તેવું જોખમ છે. સર જેરેમી ફરારર,  પ્રોફેસર જોન એડમંડ્સ, પ્રોફેસર કેલમ સેમ્પ્લ અને પ્રોફેસર પીટર હોર્બીએ કહ્યું હતું કે ‘’કોવિડ -19  લોકડાઉન ઉપાડવાથી ખૂબ ઝડપથી પ્રસરી રહ્યો છે અને લોકડાઉનના પગલાંને સરળ બનાવવાનો નિર્ણય રાજકીય રહ્યો છે.’’ ડાઉનિંગ સ્ટ્રીટે કહ્યું હતું કે ‘’સરકારને ડેટા અને પુરાવા દ્વારા હંમેશાં જાણ કરવામાં આવતી હતી”. પાંચમા સલાહકાર, પ્રોફેસર રોબર્ટ વેસ્ટે જણાવ્યું હતું કે એક દિવસમાં 8,000 લોકોને ચેપ લાગી રહ્યા છે જે હજુ પણ “વિશાળ જોખમ” ગણી શકાય.

વડા પ્રધાનના ઉચ્ચ સહાયક ડોમિનિક કમિંગ્સે લોકડાઉન નિયમોનો ભંગ કર્યો હોઈ શકે છે તેમ પોલીસે જણાવ્યા બાદ નંબર 10ના દૈનિક બ્રીફિંગના પ્રશ્નના જવાબમાં, વાન-ટેમે કહ્યું હતું કે “મારા મતે નિયમો સ્પષ્ટ છે અને તે બધાના ફાયદા માટે છે. મારા મતે તે બધાને લાગુ પડે છે. ”

ધ ટાઇમ્સ અખબારને લખેલા પત્રમાં, વૈજ્ઞાનિકો અને હેલ્થ પ્રોફેશનલ્સે આગામી શિયાળામાં બિનજરૂરી મૃત્યુ ટાળવા માટે બ્રિટનની રોગચાળા અંગેની રોગપ્રતિક્રિયા અંગેની “ઝડપી, પારદર્શક અને નિષ્ણાતની તપાસ” કરવાની હાકલ કરી છે.