અમેરિકામાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રવિવારે અમેરિકામાં કોરોના વાયરસના 20,350 નવા કેસ સામે આવ્યા હતા અને 638 લોકોના કોરોના કારણે મોત થઈ ગયા હતા. અમેરિકામાં અત્યાર સુધી કોરોના વાયરસના 18 લાખથી વધારે કેસ નોંધાયા છે. ન્યૂયોર્ક, ન્યૂજર્સી, કેલીફોર્નિયામાં સૌથી વધારે કેસ નોંધાયા છે.

વર્લ્ડોમીટર મુજબ, અમેરિકામાં કોરોના વાયરસના દર્દીઓઓની સંખ્યા સોમવાર સવાર સુધી વધીને 18 લાખ 37 હજારને પાર પહોંચી ગઈ છે. ત્યાંજ કુલ 1 લાખ 06 હજાર લોકોએ કોરોનાને કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. જો કે 5 લાખ 99 હજાર લોકો સ્વસ્થ થઈ ગયા છે.

અમેરિકામાં ન્યૂયોર્ક શહેરમાં સૌથી વધારે 3,79,902 કેસ સામે આવ્યા છે. માત્ર ન્યૂયોર્કમાં જ 29,918 લોકોના કોરોનાને કારણે મોત થઈ ગયા છે. ત્યારબાદ ન્યૂ જર્સીમાં કોરોનાના 1,61,764 કેસ નોંધાયા છે જ્યારે 11,711 કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત થઈ ગયા છે.  અમેરિકામાં અશ્વેત વ્યક્તિના મોત બાદ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે જેમાં હજારો લોકો રોડ પર ભેગા થઈ રહ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવી રહ્યા છે.