ઋષિ સુનકના સસરાની ઇન્ફોસીસે યુકેના 3% સ્ટાફને ફર્લો કર્યા

0
572

ચાન્સેલર ઋષિ સુનકના બિલીયોનેર સસરા એન.આર. નારાયણ મૂર્તિ દ્વારા સ્થાપવામાં આવેલી વૈશ્વિક આઇટી કંપની ઇન્ફોસીસ કોરોનાવાયરસ જોબ રીટેન્શન યોજનાનો લાભ લઈ રહી છે અને કરદાતાઓના નાણાંનો ઉપયોગ યુકેના 3% સ્ટાફને ફર્લો કરવા માટે કર્યો હોવાનુ બહાર આવ્યું છે.

ભારતમાં મુખ્ય મથક ધરાવતી સોફ્ટવેર અને સલાહકાર કંપની ઇન્ફોસિસ ચાન્સેલર ઋષિ સુનકની યોજનાનો લાભ લઇ રહી છે જેનાં સરકાર દર મહિને £2500 સુધીનો 80% સુધીનો પગાર ચૂકવે છે. ઇન્ફોસિસે યુકેમાં કેટલા લોકોને રોજગારી આપે છે તે કહેવાની ના પાડી હતી પરંતુ સ્ત્રોતોના અંદાજ મુજબ તેમની પાસે 10,000 ક4મચારીઓ છે, જેનો અર્થ એ થશે કે તેમાં 300 જેટલા કામદારોને ફર્લો કર્યા છે.

તેમણે ગઈકાલે કહ્યું હતું કે “વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ઇન્ફોસિસે તેની યુકેના 3% કર્મચારીઓની સંખ્યા ઘટાડી છે. અમે સાપ્તાહિક ધોરણે તેની સમીક્ષા કરી રહ્યા છીએ.”

ટીકા કરનારા કહે છે કે અતિ ધનિક લોકોએ તેમના પોતાના કર્મચારીઓના પગારનો ખર્ચ પોતે ઉપાડવો જોઇએ. ગત એપ્રિલમાં લોકોની વ્યાપક ટીકા પછી વિક્ટોરિયા બેકહમે પોતાના 30 ફેશન કર્મચારીઓને ફર્લો પરથી પાછા લેવાનો નિર્ણય કર્યો હતો.

મૂર્તિએ બે દાયકાથી વધુ સમય માટે ચીફ એક્ઝિક્યુટિવ અને અધ્યક્ષ તરીકે કંપનીને સેવા આપી કંપનીને વિશ્વભરમાં વિસ્તરણ કરવામાં મદદ કરી હતી. અત્યારે તેમનો હિસ્સાએ તેમને £1.7 બીલીયનનું વળતર આપે છે.