Vol. 1 No. 30 About   |   Contact   |   Advertise 09th June 2020


‘ ’
 
 
COVID-19 Update - કોરોનાવાયરસ વિશેષ
 


  UK News
લંડનમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા સાથે અભદ્ર વર્તણુંક સામે રોષ

લંડનમાં વેસ્ટમિન્સ્ટર સ્થિત પાર્લામેન્ટ સ્કવેરમાં આવેલી ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાના હાથોમાં “બ્લેક લાઇવ્સ મેટર” વિરોધ પ્રદર્શન કરતા લોકોએ પ્લેકાર્ડ મૂકી અભદ્ર વર્તણુંક કરાતા લોકોમાં અને ખાસ કરીને ભારતીયોમાં વ્યાપક રોષ વ્યાપી ગયો હતો.
ભારતીય હાઈ કમિશને ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે તેઓ યુકેના અધિકારીઓ સાથે નવ ફૂટ ઉંચી કાંસાની ગાંધી પ્રતિમા સાથે કરાયેલી છેડછાડ બાબતે રજૂઆત કરશે. અરૂણ જેટલી ભારતના નાણાં પ્રધાન હતા ત્યારે 2015માં અરૂણ જેટલી દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રતિમાનુ અનાવરણ કરવામાં આવ્યું હતું.
Read More...
પોલીસ પરના હુમલા શરમજનક: 62 પોલીસ અધિકારીઓને ઇજા
‘બ્લેક લાઇવ્સ મેટર્સ’ વિરોધ પ્રદર્શન કરતા દેખાવકારો દ્વારા આચરવામાં આવેલી હિંસામાં બુધવાર તા. 3થી રવિવાર સુધીમાં લંડનમાં કુલ 62 પોલીસ અધિકારીઓ ઘાયલ થઇ ચૂક્યા છે અને 65 લોકોની ધરપકડ કરાઇ છે.
Read More...
યુ.એસ.ના ન્યાય વિભાગે પ્રિન્સ એન્ડ્રુની પૂછપરછ કરવા મંજૂરી માંગી
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસે પીડોફાઇલ જેફરી એપ્સટાઇન સાથે મિત્રતા ધરાવવા બદલ અને અન્ય આક્ષેપો હેઠળ 60 વર્ષીય ડ્યુક ઓફ યોર્ક, પ્રિન્સ એન્ડ્ર્યુને ગુનાહિત તપાસના ભાગ રૂપે પૂછપરછ કરવા માટે માટે ઉપલબ્ધ કરાવવાની સત્તાવાર માંગ કર્યા બાદ પ્રિન્સ એંડ્ર્યુએ અસાધારણ જાહેર લડત શરૂ કરશે એમ જણાવ્યું છે. પ્રિન્સે ‘સ્પષ્ટ રીતે’ કોઈ પણ ખોટુ કર્યાનો ઇનકાર કર્યો છે, પરંતુ 36 વર્ષીય વર્જિનિયા રોબર્ટ્સે આરોપ મૂક્યો છે કે તે 17 વર્ષની હતી ત્યારે પ્રિન્સ એન્ડ્ર્યુએ ત્રણ જુદા જુદા પ્રસંગોએ તેની સાથે શરીરસંબંધ બાંધ્યો હતો.
Read More...

JDDAUK – જૈન નેટવર્ક દ્વારા પ્રિઝર્વેશન ઓફ ચાઇલ્ડ હેલ્થ (પોસ્ટ કોવીડ -19) વેબિનારનુ આયોજન
જૈન ડોકટર્સ અને ડેન્ટિસ્ટ્સ એસોસિએશન યુ.કે. દ્વારા જૈન નેટવર્કના સહયોગથી બાળ ચિકિત્સા વેબિનાર પ્રિઝર્વેશન ઓફ ચાઇલ્ડ હેલ્થ (પોસ્ટ કોવીડ -19)નુ આયોજન તા. 14 જૂન, 2020ના રોજ સાંજે 7થી 8:15 દરમિયાન કરવામાં આવ્યું છે.
Read More...
  international news
વિશ્વભરમાં કોરોના વાયરસના 71.94 લાખ કેસ, કુલ 4,08,628 લોકોના મોત
વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રણના 71.94 લાખ કેસ નોંધાયા છે. જેમા 4 લાખ 8 હજાર 628 લોકોના મોત થયા છે. 35 લાખ 35 હજાર લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે. રેમન મેગ્સેસે એવોર્ડ આ વર્ષે યોજાશે નહીં. કોરોના મહામારીના કારણે આ નિર્ણય લેવાયો છે. 60 વર્ષમાં તે ત્રીજીવાર રદ્દ થયો છે. બ્રાઝીલમાં સરકાર ઉપર 4 જૂનથી સંક્રમણના સાચા આંકડા ન જણાવવાનો આરોપ લાગી રહ્યો હતો.
Read More...

વિશ્વમાં કોરોના સંક્રમણના 6 મહિના વિત્યા પણ જોખમ હજીય યથાવત્ઃ WHO
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ સોમવારે કહ્યુ કે કોરોના વાયરસની મહામારીની પરિસ્થિતિ વિશ્વભરમાં કથળી રહી છે. ડબ્લ્યૂએચઓનું કહેવું છે કે એક દિવસમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. આ સાથે જ કહ્યુ કે અમેરિકામાં કોવિડ-19ની પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે. જાતિવાદ વિરુદ્ધ અમેરિકા સહિત વિશ્વભરના પ્રમુખ શહેરમાં યોજાઇ રહેલા પ્રદર્શનને જોતા સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થ્ય સંસ્થાએ પ્રદર્શનકર્તાઓને અપીલ કરી છે કે તેઓ પોતે ધ્યાન રાખે જેથી વાયરસનું સંક્રમણ વધે નહીં.
Read More...

અમેરિકામાં ઓગસ્ટ સુધી કોરાનાથી 1.5 લાખ લોકોના મોત થઈ શકે છે: રિસર્ચ
યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટના રિસર્ચર્સે દાવો કર્યો છે કે, ઓગસ્ટ સુધી અમેરિકામાં 1 લાખ 45 હજાર લોકોના મોત થઈ શકે છે. રિસર્ચની ટીમે શનિવારે નિવેદન જાહેર કરીને 1,40,496 મોત થવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. જો કે ટીમે એ વાત જણાવી નહતી કે પૂર્વાનુમાનમાં 5 હજાર લોકોના વધારો કેમ કરવામાં આવ્યો છે.
Read More...
 




THIS WEEK
Click Full Screen
BUY NOW
  India news

ભારતમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા 2,66,000ને પાર, 24 કલાકમાં 9,987 કેસ નોંધાયા

કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા મંગળવારે સવારે 2 લાખ 65 હજારને પાર થઈ ગઈ છે. વીતેલા 24 કલાકમાં 9,987 નવા કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેરા કરાયેલા આંકડા મુજબ, દેશમાં અત્યારે 2,66,595 કોરોનગ્રસ્ત દર્દીઓ છે. આ ઉપરાંત 7466 લોકોના કોરોનાને કારણે મોત થઈ ગયા છે. Read More...

કોરોના વાયરસને કાબુમાં લેવા 10 રાજ્યમાં ઘરે ઘરે સરવે થશે: આરોગ્ય મંત્રાલય
કોરોના વાઈરસના પ્રકોપનો સામનો કરી રહેલા ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશના 10 રાજ્યના 45 નગર પાલિકા વિસ્તારોમાં સંક્રમણને કાબુમાં લેવા સરવે કરવામાં આવશે. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે અધિકારીઓને આ નિર્દેશ આપીને ઝડપી તપાસ અને પ્રભાવિત વિસ્તારોમાં દેખરેખ રાખવાના ઉપાયો કરવાની પણ સૂચના આપી છે.
Read More...

દિલ્હીમાં 31 જુલાઈ સુધીમાં 5.5 લાખ કેસ થઈ શકે છે- નાયબ મુખ્યપ્રધાન સિસોદિયા
દિલ્હીમાં કોરોનાથી બગડી રહેલી સ્થિતિ વચ્ચે આજે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની એક બેઠક યોજાઈ. બેઠક બાદ દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ કહ્યું કે દિલ્હીમાં 31 જુલાઈ સુધીમાં 80 હજાર બેડની જરૂર પડશે. આવામાં એલજીના નિર્ણયે દિલ્હીવાસીઓ માટે સંકટ વધારી દીધુ છે. સિસોદીયાએ કહ્યું કે દિલ્હીના સરકારી અને ખાનગી હોસ્પિટલોને દિલ્હીના લોકો માટે રિઝર્વ્ડ કરવાના દિલ્હી સરકારના નિર્ણયને રદ કરવાના પોતાના નિર્ણય પર વિચાર કરવાનો ઉપરાજ્યપાલે ઈન્કાર કર્યો છે.
Read More...
  Gujarat News
ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 20574 થયો, કુલ 1280 લોકોનાં મોત
ગુજરાતમાં કોરોના વાયરસનો કેર ઘટવાનું નામ જ લઇ રહ્યો નથી. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના વધુ 477 કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 20574 થઇ ગયો છે. આ ઉપરાંત છેલ્લા 10 દિવસથી સતત નોંધાઇ રહેલા 400થી વધુ કેસનો સિલસિલો પણ યથાવત્ રહ્યો છે.
Read More...

અમદાવાદ જિલ્લામાં કોરોના સામે ડિસ્ચાર્જ થનારાઓની સંખ્યા 10130 થઇ
અમદાવાદમાં સોમવારે 321 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહી છે. જેની સાથે જ અમદાવાદ જિલ્લામાં કોરોના સામે ડિસ્ચાર્જ થનારાઓની સંખ્યા 10130 થઇ ગઇ છે.સૌથી વધુ ડિસ્ચાર્જ કરાયા હોય તેવા રાજ્યોમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ બાદ ગુજરાત ત્રીજા સ્થાને ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 321 સહિત કોરોનામાંથી ડિસ્ચાર્જ થનારાઓની સંખ્યા હવે 13964 થઇ ગઇ છે.
Read More...

ગુજરાતમાં આગામી 5 દિવસ અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડી પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર હવે રાજ્યમાં વર્તાવા લાગી છે. જેના કારણે આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.
Read More...

ગુજરાત સરકારે લોકોને ભગવાન ભરોસે છોડ્યા હોવાનો વિપક્ષનો આક્ષેપ
ગુજરાતમાં કોરોનાના કેસ મુદ્દે વિપક્ષે ગુજરાત સરકાર પર આરોપ મૂકતા કહ્યું કે, ગુજરાતમાં 20 હજાર કરતાં વધારે કેસ અને ૧૨૦૦ કરતાં વધારે મોત ચિંતાનો વિષય છે. અમદાવાદમાં ૧૦૦૦ કરતાં વધારે એટલે કે ૮૫ ટકા મોત છે. જાન્યુઆરીથી જુન સુધી સરકારે શુ તૈયારી કરી એ જનતા જાણવા માંગે છે.
Read More...

 
 
gg2   gg2
 
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store