જૈન ડોકટર્સ અને ડેન્ટિસ્ટ્સ એસોસિએશન યુ.કે. દ્વારા જૈન નેટવર્કના સહયોગથી બાળ ચિકિત્સા વેબિનાર પ્રિઝર્વેશન ઓફ ચાઇલ્ડ હેલ્થ (પોસ્ટ કોવીડ -19)નુ આયોજન તા. 14 જૂન, 2020ના રોજ સાંજે 7થી 8:15 દરમિયાન કરવામાં આવ્યું છે.

ડૉ. માલવિકા દલાલ, જી.પી., હેરો, લંડન અને ડો સોનાલી મહેતા, ડેન્ટીસ્ટ્સ દ્વારા પ્રાર્થના કરાશે. સ્વાગત જૈન નેટવર્કના સ્થાપક ડૉ. નટુભાઇ શાહ, એમ.બી.ઇ. દ્વારા કરવામાં આવશે.

સેશન 1 – “COVID-19: પ્રેગનન્સી અને ન્યુબોર્ન’ના અધ્યક્ષ: ડૉ. અજિત શાહ, જી.પી. બ્રેન્ટ એન્ડ હેરો રહેશે. જ્યારે સેશન – 2માં અધ્યક્ષ: ડૉ. અરવિંદ શાહ, કન્સલ્ટન્ટ પીડીઆટ્રીશીયન્સ, પોસ્ટ કોવિડ ચાઇલ્ડ હેલ્થ નેક્સ્ટ 5 યર્સ વિશે કી નોટ સ્પીચ આપશે.

પ્રો. નરેન્દ્ર અલાદંગ્ડી, હોમરટન યુનિવર્સિટી હોસ્પિટલ, લંડન અને ડૉ. હિલેરી કાસ, ઓબીઇ, ભૂતપૂર્વ પ્રમુખ રોયલ પેડ્રિએટિક્સ કોલેજ એન્ડ ચાઇલ્ડ હેલ્થ પ્રવચન કરશે. શ્રીમતી રીતુ છાબરીઆ, મેનેજિંગ ટ્રસ્ટી – મુકુલ માધવ ફાઉન્ડેશન, પુના અને ઢાયરેક્ટર હિન્દુજા હેલ્થ કેર, લંડન ચેર તરીકે, ડૉ. મયંક શાહ, ટ્રસ્ટી બી.એ.પી.એસ. શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન, જી.પી. અને ડાયરેક્ટર, લોટસ કમળની હેલ્થકેર પેનલ ચેર તરીકે;  નટુભાઇ શાહ એમ.બી.ઇ., ચેર / સીઇઓ- જૈન નેટવર્ક અને જૈન સેન્ટર લંડન (ફાઉન્ડર પેટ્રન) અને ડૉ. અરવિંદ શાહ, કન્સલ્ટન્ટ પીડીઆટ્રીશીયન્સ, નોર્થ મિડલસેક્સ હોસ્પિટલ અને RCPCH સ્ટ્રેટેજીક લિડ સાઉથ એશિયા અને JDDAUKને ચેરમેન વક્તવ્ય આપશે. સમાપન ડૉ. અભય ચોપડા, કન્સલ્ટન્ટ લેપ્રોસ્કોપિક અને કોલોરેક્ટલ સર્જન, લંડન કરશે.

આપના પ્રશ્નો તા. 13/06/2020 સુધી [email protected] પર ઇમેઇલ કરવા વિનંતી. ઝૂમ વિગતો: https://zoom.us/webinar/register/WN_BRgxlK3XQNW2awTv2eMkCg મીટિંગ આઈડી- 924 4252 9371 પાસવર્ડ- 140620 યુટ્યુબ લિન્ક લિંક https://www.youtube.com/channel/UCH-mfp1WBqKIhluIrtvuFOA/feed

સંપર્ક: 020 8200 0828 અને ઇમેઇલ- [email protected], વેબ- www.jainnetwork.com