Getty Images)

ગુજરાતમાં કોરોનાના કેસ મુદ્દે વિપક્ષે ગુજરાત સરકાર પર આરોપ મૂકતા કહ્યું કે, ગુજરાતમાં 20 હજાર કરતાં વધારે કેસ અને ૧૨૦૦ કરતાં વધારે મોત ચિંતાનો વિષય છે. અમદાવાદમાં ૧૦૦૦ કરતાં વધારે એટલે કે ૮૫ ટકા મોત છે. જાન્યુઆરીથી જુન સુધી સરકારે શુ તૈયારી કરી એ જનતા જાણવા માંગે છે.

અમદાવાદમાં ટેસ્ટ ઓછા હતા અને વિજય નહેરાએ ટેસ્ટ વધાર્યા. જોકે તેમને પણ સરકારના દબાણ હેઠળ ટેસ્ટ ઓછા કરાયા છે. સૌથી વધારે મૃત્યુ દર 6.26 ટકા ગુજરાતમાં છે અને કેમ ગુજરાતમાં મૃત્યુદર વધારે છે તે સવાલ ગુજરાતની જનતા પૂછે છે.

ગુજરાત સરકારે પ્રજાની ચિંતા ન કરી, પણ હાઇકોર્ટ દરકાર કરી સરકારને આડે હાથ લીધી. કોરોના મુદ્દે સરકાર શુ છુપાવે છે તે તાત્કાલિક જાહેર કરે. ગુજરાતની જનતાને મરવા માટે ભગવાન ભરોસે છોડી દીધી છે તો આટલા મોટા લોકડાઉનની શુ જરૂર હતી.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કોરોનાની કામગીરી અંગે સવાલો ઉઠાવતા કહ્યું કે, શા માટે ૭૬ દિવસ પછી નિષ્ણાત ડોક્ટરની ટીમ સામે આવી. ડોક્ટરના કહેવા પ્રમાણે એન-95 માસ્ક સામાન્ય લોકો માટે નથી, તો સરકારે શા માટે 49 રૂપિયાનું માસ્ક 65 રૂપિયામાં સામાન્ય નાગરિકોને વેચવામાં આવ્યું.

ગુજરાતની જનતા વતી કોગ્રેસની માંગ છે કે, કોરોનાની મહામારીમાં સરકારે શુ કાર્યવાહી કરી તે અંગે સરકાર શ્વેત પત્ર બહાર પાડે. કોઇ પણ દર્દીને રાજ્યમાં તાત્કાલિક સારવાર મળતી નથી. સરકારે આ સમસ્યાના નિવારણ માટે ડેસ્ક બોર્ડની રચના કરવી જોઇંએ. જે હોસ્પિટલમાં જે બેડ ખાલી થાય તેની તાત્કાલિક માહિતી ઓનલાઇન ડેસ્ક બોર્ડ પર મૂકાવવી જોઇંએ. જેથી દર્દીને અવાર નવાર એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલના ધક્કા ન ખાવા પડે.

લોકડાઉન બાદ કેસના આંકડા ઘટવા જોઇંએ. જોકે ગુજરાતમાં લોકડાઉનમાં કોરોનાના આંકડા વધ્યા છે. કોરોનાના ઈન્જેક્શન મામલે સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે, સરકારે ઇન્જેક્શનની માત્ર જાહેરાત કરી છે. જોકે તમામ દર્દીઓને તે ઇન્જેક્શન આપવાનાં આવતું નથી. ઇન્જેક્શન માટે આરોગ્ય મંત્રી સુધી વગ લગાડવાની જરૂર લોકોને પડે છે.