Getty Images)

વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રણના 71.94 લાખ કેસ નોંધાયા છે. જેમા 4 લાખ 8 હજાર 628 લોકોના મોત થયા છે. 35 લાખ 35 હજાર લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે. રેમન મેગ્સેસે એવોર્ડ આ વર્ષે યોજાશે નહીં. કોરોના મહામારીના કારણે આ નિર્ણય લેવાયો છે. 60 વર્ષમાં તે ત્રીજીવાર રદ્દ થયો છે. બ્રાઝીલમાં સરકાર ઉપર 4 જૂનથી સંક્રમણના સાચા આંકડા ન જણાવવાનો આરોપ લાગી રહ્યો હતો.

સોમવાર રાત્રે નવા આંકડા જાહેર કરાયા છે. તેમા 15 હજાર નવા સંક્રમિતો ઉમેરાયા છે. મૃત્યુઆંકમાં 679નો વધારો થયો છે. બ્રાઝીલમાં અત્યાર સુધીમાં 7 લાખ 10 હજાર 887 કેસ નોંધાયા છે અને 37 હજાર 312 લોકોના મોત થયા છે.અમેરિકામાં અત્યાર સુધીમાં 20.26 લાખ કેસ નોંધાયા છે. 1.13 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 7.73 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

ક્યૂબામાં સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં છેલ્લા 9 દિવસથી કોરોના સંક્રમણથી એકપણ મોત થયું નથી. સરકારે જે કડક પગલા ભર્યા હતા તેના પરીણામ સામે આવવા લાગ્યા છે. પરંતુ અમે કોઈ લાપરવાહી કરી શકીએ તેમ નથી. લોકોએ સાવધાન રહેવું પડશે. અહીં તમામ પ્રકારની ફ્લાઈટ્સ બંધ છે. ક્યૂબામાં કુલ 2200 કેસ નોંધાયા છે અને 83 લોકોના મોત થયા છે.