Vol. 1 No. 33 About   |   Contact   |   Advertise 15th June 2020


‘ ’
 
 
COVID-19 Update - કોરોનાવાયરસ વિશેષ
 


  UK News
ઓનલાઈન પીટીશન બાદ મહાત્મા ગાંધીની પ્રતિમાને હટાવવા બાબતે લેસ્ટર સિટી કાઉન્સિલ વિચારણા કરશે

લેસ્ટરના બેલગ્રેવના ગોલ્ડન માઇલ વિસ્તારમાં આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમાને હટાવવા માટે કરવામાં આવેલી ઓનલાઈન પીટીશનમાં લગભગ 6,000 લોકોએ સહિઓ કરીને આ અભિયાનને ટેકો આપ્યા બાદ લેસ્ટર સિટી કાઉન્સિલે આ અંગે વિચારણા કરશે એમ જણાવ્યું છે. બીજી તરફ અહિંસાના પૂજારી અને ભારત તથા દક્ષિણ આફ્રિકામાં સ્વાતંત્ર્ય માટે અહિંસક આંદોલન કરનાર ગાંધીજીની પ્રતિમાને દૂર કરવાના અભિયાન સામે વ્યાપક આક્રોશ ફેલાયો છે. બ્રિટિશ કોલોનીયલ રૂલ સામેના અહિંસક પ્રતિકાર માટે પ્રખ્યાત ભારતીય રાષ્ટ્રવાદી અને નાગરિક અધિકાર નેતા મહાત્મા ગાંધીની કાંસ્ય પ્રતિમાનુ અનાવરણ વર્ષ 2009માં બેલગ્રેવ રોડ ખાતે સ્વ. પૂ. શ્રી સત્યમિત્રાનંદ ગુરૂજીના સાન્નિધ્યમાં સમન્વય પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.
Read More...
કોરોનાવાયરસ ઇન્કમ સપોર્ટથી એક મિલિયનથી વધુ લોકો વંચિત
સાંસદોના પ્રભાવશાળી જૂથના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સરકારની કોવિડ-19 ઇન્કમ સપોર્ટ યોજનાઓમાં રહેલી ચૂકના કારણે મિલિયનથી વધુ લોકો વંચિત રહ્યા હતા જેમને મદદ કરવા કાર્ય કરવું જોઇએ. ટ્રેઝરીની સર્વપક્ષી સીલેક્ટ કમીટે જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં લોકો આર્થિક તંગી સહન કરી રહ્યા છે અને તેઓ નોકરીયાત કે સેલ્ફ એમ્પલોઇડ લોકોની જેમ ચાન્સેલરની યોજનાઓનો લાભ મેળવવામાં અસમર્થ છે.
Read More...
BAME સાંસદોનો રેસીઝમની ચર્ચામાં પ્રીતિ પટેલ પર ગેસલાઇટિંગનો આરોપ
’યુકેમાં શ્યામ લોકો અને સમુદાયો દ્વારા સામનો કરવામાં આવતા વાસ્તવિક રેસીઝમને ગેસલાઇટ કરવા માટે તમે જે રીતે તમારા વારસા અને રેસીઝમના અનુભવોનો ઉપયોગ કર્યો છે તેથી અમે નિરાશ થયા છીએ. આપણી બધાની જાતિવાદની વ્યક્તિગત કથાઓ છે
Read More...

બ્રિટીશ એરવેઝ, ઇઝિજેટ અને રાયનએરે યુકેના ક્વોરેન્ટાઇન સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી
બ્રિટિશ એરવેઝ, ઇઝિજેટ અને રાયનએરે યુકે સરકારની ક્વોરેન્ટાઇન નીતિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને ન્યાયિક સમીક્ષાની વહેલી તકે સુનાવણી કરવા જણાવ્યું છે. એરલાઇન્સે જણાવ્યું હતું કે આ અઠવાડિયાની શરૂઆતમાં તેઓ આંતરરાષ્ટ્રીય ટ્રાવેલર્સ માટેના 14-દિવસીય ક્વોરેન્ટાઇન નિયમોનો અંત લાવવાનો પ્રયાસ કરશે.
Read More...

  international news
વિશ્વમાં અત્યાર સુધીમાં 4.35.177 લોકોના મોત, 41.04 લાખ લોકો સાજા થયા
વિશ્વમાં કોરોનાવાઈરસથી અત્યાર સુધીમાં 4 લાખ 35 હજાર 177 લોકોના મોત થયા છે. સંક્રમિતોનો આંકડો 79 લાખ 84 હજાર 432 થયો છે. અત્યાર સુધીમાં 41 લાખ 4 હજાર 373 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. પાકિસ્તાનમાં કોરોનાવાઈરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. અહીં છેલ્લા 24 કલાકમાં 5248 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે.
Read More...

અમેરિકાની હોસ્પિટલે કોરોનગ્રસ્ત દર્દીને 8.14 કરોડનું બિલ પકડાવ્યું
અમેરિકામાં કોરોના વાયરસથી સંક્રમિત એક દર્દીને હોસ્પિટલને 11 લાખ ડોલરનું બિલ પકડાવી દીધું છે. કોવિડ-19ને કારણે દર્દીની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. મીડિયા રિપોર્ટ મુજબ, બીમારીને કારણે માઈકલ ફ્લોરમાં એટલી નબળાઈ આવી ગઈ હતી કેમની તેની પત્ની અને બાળકોએ પણ આશા છોડી દીધી હતી.રિપોર્ટ મુજબ, જો કે ફ્લોર ઈશાક સ્થિતિ સ્વીડિશ મેડિકલ સેન્ટરમાં સારવાર બાદ સ્વસ્થ થઈ ગયો હતો.
Read More...

યુરોપથી આવેલા વાયરસનાં કારણે બિજીંગમાં ફેલાયો કોરોના: ચીનનો દાવો
ચીનની રાજધાની બિંજીંગમાં ત્રણ દિવસમાં 57 નવા કેસ મળ્યા બાદ વહીવટી તંત્ર દોડતું થયું છે, રાજધાનીનાં ત્રણ બજારોને સંપુર્ણ રીતે બંધ કરીને જડબેસલાક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, ચીનનાં આગોગ્ય અધિકારી કોરોનાનાં સંક્રમણ પર લગામ લગાવવા માટે યુધ્ધ સ્તરની તૈયારીઓમાં લાગ્યા છે, ત્યાં જ ચીને આરોપ લગાવ્યો છે કે બિંજીંગમાં કોરોનાનું ક્લસ્ટર સંક્રમણ યુરોપથી આવેલા વાયરસનાં કારણે થયું છે.
Read More...
 




THIS WEEK
Click Full Screen
BUY NOW
  India news

ભારતમાં કોરોનાના કુલ 3.25 લાખ કેસ, 9,500થી વધુનાં મોત

દેશમાં કોરોનાની મહામારી વકરી રહી છે. રવિવારે ભારતમાં એક જ દિવસમાં કોરોનાના સૌથી વધુ 14,178 નવા કેસ નોંધાયા હતા તેમજ વધુ 408નાં મોત નીપજ્યાં હતાં. આ સાથે કોરોનાનો મૃત્યુઆંક 9,545 થયો છે જ્યારે કુલ કેસ 3,25,136 થયા છે, જેમાંથી 1,56,365 એક્ટિવ કેસ છે અને 1,68,771 દર્દીઓ સાજા થઈ ગયા છે. Read More...

કોરોના સંક્રમિત દેશોમાં ભારત ચોથા ક્રમે, મૃત્યુ મામલે નવમા ક્રમે
દેશમાં કોરોનાની મહામારી વકરી રહી છે. રવિવારે ભારતમાં એક જ દિવસમાં કોરોનાના સૌથી વધુ 14,178 નવા કેસ નોંધાયા હતા તેમજ વધુ 408નાં મોત નીપજ્યાં હતાં. આ સાથે કોરોનાનો મૃત્યુઆંક 9,545 થયો છે જ્યારે કુલ કેસ 3,25,136 થયા છે, જેમાંથી 1,56,365 એક્ટિવ કેસ છે અને 1,68,771 દર્દીઓ સાજા થઈ ગયા છે.
Read More...

ભારતમાં નવેમ્બર મહિનામાં કોરોના વાયરસ સૌથી વધુ તાંડવ મચાવશે: ICMR
કોરોના વાયરસ મામલે ICMRનો નવો અભ્યાસ ખૂબ જ ચિંતાજનક પરિણામો સામે લાવ્યો છે. અભ્યાસ પ્રમાણે આઠ સપ્તાહના લોકડાઉનના કારણે ભારતમાં આ મહામારી હવે નવેમ્બર મધ્ય સુધીમાં ચરમ સ્થાને પહોંચી શકે છે અને તે સમયે આઈસીયુ બેડ અને વેન્ટિલેટરની તંગી અનુભવાઈ શકે છે.
Read More...
  Gujarat News
ગુજરાતમાં હવે કોરોનાના કુલ કેસ 23590 થયાં, અત્યાર સુધીમાં 1478 લોકોનાં મોત
ગુજરાતમાં કોરોનાના કેસનો ગ્રાફ સતત ઊંચે જઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 511 નવા દર્દીઓ નોંધાયા છે. આમ, ગુજરાતમાં સતત બે દિવસ કોરોનાના 500થી વધુ કેસ નોંધાયા હોય તેવું સૌપ્રથમ વાર બન્યું છે. ગુજરાતમાં હવે કોરોનાના કુલ કેસનો આંક વધીને 23590 થઇ ગયો છે.
Read More...

ગુજરાતમાં 5.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા
કોરોના મહામારી વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાત્રે આશરે 8.13ની આસપાસ આવેલા ભૂકંપના ઝટકા અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ અનુભવાયા હતા. માહિતી મુજબ સાંજે ગુજરાતના કેટલાક ભાગોમા મૂશળાધાર વરસાદ પણ માઝા મૂકી હતી, એવામાં રાત્રે આવેલા 5.5ની તીવ્રતાના ભૂકંપે લોકોમાં ભય ફેલાવી દીધો છે.
Read More...

ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકોની પેટાચૂંટણીની તૈયારી શરૂ
ગુજરાત વિધાનસભામાં આઠ કોંગ્રેસી ધારાસભ્યોએ રાજીનામા આપી ભાજપનો ભગવો ધારણ કર્યા બાદ આ આઠ બેઠકોની પેટાચૂંટણી યોજવા માટે કેન્દ્રીય ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી છે. વર્ષ 2017 બાદ પ્રથમ વખત એકસાથે મીની વિધાનસભા ચૂંટણીઓ યોજવામા આવે તે સંદર્ભે ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોમાં ગરમાવો આવી ગયો હોવાનુ ટોચના સુત્રોમાંથી જાણવા મળેલ છે.
Read More...

‘ગુજરાત કૉંગ્રેસના ધારાસભ્યોની સુરક્ષા માટે ચૂંટણી પંચ સમક્ષ કૉંગ્રેસની રજૂઆત
ઉનાના કૉંગ્રેસ ધારાસભ્ય પુંજાભાઇ વંશના કેસમાં કૉંગ્રેસ પક્ષે ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી છે. કૉંગ્રેસની રજૂઆત પ્રમાણે પોલીસ વિભાગ સરકારના રાજકીય એજન્ડાનો હાથો બની ગયો છે. આ રીતે ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને હેરાન કરવાના પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. જેની જાણ ચૂંટણી પંચ સમક્ષ કરવામાં આવી છે. ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરતા કહ્યુ હતુ કે, ચૂંટણી પંચે રાજ્યસભાની ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજવી જોઇએ.
Read More...

gg2   gg2
 
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store