Getty Images)

અમેરિકામાં કોરોના વાયરસથી સંક્રમિત એક દર્દીને હોસ્પિટલને 11 લાખ ડોલરનું બિલ પકડાવી દીધું છે. કોવિડ-19ને કારણે દર્દીની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. મીડિયા રિપોર્ટ મુજબ, બીમારીને કારણે માઈકલ ફ્લોરમાં એટલી નબળાઈ આવી ગઈ હતી કેમની તેની પત્ની અને બાળકોએ પણ આશા છોડી દીધી હતી.રિપોર્ટ મુજબ, જો કે ફ્લોર ઈશાક સ્થિતિ સ્વીડિશ મેડિકલ સેન્ટરમાં સારવાર બાદ સ્વસ્થ થઈ ગયો હતો. તેણે જણાવ્યું કે, તેની સારવારને બદલે હોસ્પિટલે 11 લાખ ડોલરનું બિલ બનાવ્યું હતું. ફ્લોરને સ્વીડિશ મેડિકલ સેન્ટરમાં 62 દિવસો સુધી કોરોના વાયરસ સામે લડાઈ લડી હતી અને તે હોસ્પિટલમાં સૌથી લાંબા સમય સુધી સારવાર કરાવનારો દર્દી છે. સિએટલ ટાઈમ્સ મુજબ, ફ્લોરની પાસે મેડિકલ વીમો છે. જેમાં છ હજાર ડોલરની કપાત બાદ સામાન્ય રીતે બધો ખર્ચો હોવાની જોગવાઈ છે. સંસદે કોવિડ-19 દર્દીઓને સારવાર માટે વિશેષ કાયદો લાગુ કર્યો છે અને શક્ય છે કે ફ્લોરને કોઈ ચૂકવણી કરવી નહીં પડે.