Getty Images)

દેશમાં કોરોનાની મહામારી વકરી રહી છે. રવિવારે ભારતમાં એક જ દિવસમાં કોરોનાના સૌથી વધુ 14,178 નવા કેસ નોંધાયા હતા તેમજ વધુ 408નાં મોત નીપજ્યાં હતાં. આ સાથે કોરોનાનો મૃત્યુઆંક 9,545 થયો છે જ્યારે કુલ કેસ 3,25,136 થયા છે, જેમાંથી 1,56,365 એક્ટિવ કેસ છે અને 1,68,771 દર્દીઓ સાજા થઈ ગયા છે.

રવિવારે એક જ દિવસમાં 8,620 દર્દી સાજા થયા હતા. આમ, કોરોનાના એક્ટિવ કેસ કરતાં સાજા થયેલા દર્દીઓનો આંક વધી ગયો છે, જે ભારાત માટે સારા સમાચાર છે. કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 51.90 ટકા થયો છે.

દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાની સિૃથતિ કથળી રહી છે. પરિણામે દિલ્હીમાં આગામી બે દિવસમાં કોરોનાના ટેસ્ટ બમણા કરવાનો અને હોટસ્પોટ વિસ્તારોમાં ડોર-ટુ-ડોર સરવે હાથ ધરાનો નિર્ણય લેવાયો છે. વધુમાં દિલ્હીમાં દર્દીઓ માટે પથારીઓ ખૂટી પડતાં રેલવેના 500 કોચ પૂરાં પાડવામાં આવશે તેમ કેન્દ્ર સરકારે રવિવારે જણાવ્યું હતું.

દિલ્હીમાં કોરોના સામે લડવા માટે રણનીતિ ઘડવા ગૃહમંત્રી અમિત શાહે રવિવારે એક પછી એક એમ બે ઉચ્ચ સ્તરી બેઠક યોજી હતી, જેમાં લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાજર રહ્યા હતા. દિલ્હીમાં રવિવારે એક જ દિવસમાં કોરોનાના સૌથી વધુ 2,224 નવા કેસ નોંધાયા હતા. આ સાથે દિલ્હીમાં કોરોનાના કુલ કેસ 41,182 અને મૃત્યુઆંક 1327 થયા છે. દિલ્હીમાં સતત ત્રીજા દિવસે 2,000થી વધુ કેસ નોંધાયા હતા.

દેશમાં કોરોનાના કેસની બાબતમાં મહારાષ્ટ્ર ટોચ પર છે, જ્યાં કુલ 1,07,958 કેસ નોંધાયા છે, જેમાંથી 50,978 સાજા થઈ ગયા છે જ્યારે કુલ મૃત્યુઆંક 3950 થયો છે. દરમિયાન કોરોનાના મધ્યમ સ્તરના કેસોમાં એન્ટી-વાયરલ દવા રેમડેસિવિર અને ઓફ-લેબલ એપ્લિકેશન ટોસિલિઝુમ્બ અને કોનવલેસેન્ટ પ્લાઝમાના ઉપયોગને મંજૂરી આપ્યાના બીજા દિવસે સ્વાસથ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે આ થરપીનો ઉપયોગ હાલમાં ઉપલબૃધ મર્યાદિત પુરાવાઓના આધારે છે.

મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે રેમડેસિવિરનો સમાવેશ ‘ઈન્વેસ્ટીગેશનલ થેરેપી’ તરીકે કર્યો છે, જેનો હેતુ માત્ર કોવિડ-19 માટે ક્લિનિકલ મેનેજમેન્ટ પ્રોટોકોલના ભાગરૂપે દવાના ઉપયોગ સંબંિધત ચોક્કસ અહેવાલોના પગલે મર્યાદિત ઇમર્જન્સી તરીકે ઉપયોગ કરવાનો છે.

મંત્રાલયે ઉમેર્યું હતું કે આઈસીએમઆર કોવિડ-19ના નિદાન માટે ટેસ્ટિંગ ક્ષમતા સતત વધારી રહ્યું છે. ભારતમાં 646 સરકારી અને 247 ખાનગી સહિત કુલ 893 લેબોરેટરીમાં અત્યાર સુધીમાં 56,58,614 સ્વાબ સેમ્પલ્સ લેવાયા હતા, જેમાં છેલ્લા 24 કલાકમાં 1,51,432 સેમ્પલનો સમાવેશ થાય છે.