બ્રિટિશ એરવેઝ, ઇઝિજેટ અને રાયનએરે યુકે સરકારની ક્વોરેન્ટાઇન નીતિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને ન્યાયિક સમીક્ષાની વહેલી તકે સુનાવણી કરવા જણાવ્યું છે.

એરલાઇન્સે જણાવ્યું હતું કે આ અઠવાડિયાની શરૂઆતમાં તેઓ આંતરરાષ્ટ્રીય ટ્રાવેલર્સ માટેના 14-દિવસીય ક્વોરેન્ટાઇન નિયમોનો અંત લાવવાનો પ્રયાસ કરશે. વકીલોએ કહ્યું છે કે જો જજીસ ન્યાયિક સમીક્ષાને આગળ વધારવાની મંજૂરી આપશે તો ક્વોરેન્ટાઇનની જરૂરિયાત માટે સરકારે વૈજ્ઞાનિક પુરાવા બતાવવા પડશે. બ્રિટનના મુખ્ય વૈજ્ઞાનિકોએ જૂનના પ્રારંભમાં કહ્યું હતું કે રાજકારણીઓએ ઉંચો ચેપ દરવાળા દેશોની મુસાફરી પર પ્રતિબંધ મુકવાનુ શ્રેષ્ઠ કામ કર્યું હતું. સોમવારે ક્વોરેન્ટાઇન અમલમાં આવી હતી.

બ્રિટિશ એરવેઝની પેરેંટલ કંપની આઈએજીએ  પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે આવી ગંભીર નીતિ માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. તેમણે “એર બ્રિજ”ના વિકલ્પને પણ ફગાવી દીધો, જે નામ ઓછા ચેપ દરવાળા દેશો વચ્ચે દ્વિપક્ષીય સહયોગને અપાયુ છે અને સરકારે ક્વોરેન્ટાઇનના સંભવિત વિકલ્પ તરીકે રજૂ કર્યો હતો. યુકે અને અન્ય દેશો વચ્ચેનો સૂચિત ‘એર બ્રિજ’ ક્યારે લાગુ કરવામાં આવશે તે અંગે એરલાઇન્સને હજી સુધી કોઈ પુરાવા જોવા મળ્યા નથી.