Vol. 3 No. 217 About   |   Contact   |   Advertise 10th Sep 2020


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
યુકેમાં કોવિડ-19ના કેસોમાં અચાનક ઉછાળો, રોજના 3,000 કેસ

બ્રિટનમાં કોરોનાવાઈરસના કેસ અને નવા ચેપમાં તીવ્ર વધારો થઇ રહ્યો છે અને રોજના નવા નોંધાતા કેસની સંખ્યા 3,000 ઉપર પહોંચી ગઇ છે. વિતેલા સપ્તાહમાં શનિવારે (5 સપ્ટેમ્બર) નોંધાયેલા 1,813 કેસથી ઘણા વધુ છે. આ વધારાના કારણે ડર ઉભો થયો છે કે બ્રિટનમાં કોરોનાવાઈરસનું અનિયંત્રિત પુનરુત્થાન તો નથી થઇ રહ્યું ને! જો કે આશાનું કિરણ એ છે કે છ સપ્તાહના વધતા જતા કેસોમાં હજી સુધી મોતની સંખ્યામાં વધારો થયો નથી, રવિવારે ઇંગ્લેન્ડમાં ત્રણ મૃત્યુ નોંધાયા હતા અને યુકેનો સત્તાવાર મૃત્યુઆંક 41,551 થયો હતો. યુકેમાં રોગચાળો હવે યુવાન વય જૂથોમાં વધુ પ્રમાણમાં કેન્દ્રિત થઈ રહ્યો છે તેમ જ 40થી ઓછી વયના લોકોમાં 66 ટકા જેટલા નવા ચેપ છે.

Read More...
બ્રેક્ઝિટ ડીલ વગર મોંઘવારી વધશે: વડા પ્રધાને વેપાર સમજૂતી માટે 15 ઓક્ટોબરની મહેતલ આપી

બિઝનેસ લીડર્સે બ્રેક્ઝિટ ડીલ જરૂરી હોવાની વડાપ્રધાનને ચેતવણી આપતાં જણાવ્યું છે કે કોરોનાવાયરસ ફાટી નીકળવાના કારણે બ્રિટનની આર્થિક રીકવરીને સુરક્ષિત રાખવા અને બ્રિટિશ ગ્રાહકોને મોંઘવારીથી બચાવવા માટે બ્રેક્ઝિટ ડીલ સુરક્ષિત કરવુ જરૂરી છે.

Read More...
ભારત અને ચીન વચ્ચે તંગદિલી વધીઃ LAC પર 45 વર્ષમાં પહેલીવાર સૈનિકોનું સામસામુ ફાયરિંગ

ભારત અને ચીનની વચ્ચે લદાખ સરહદે તંગદિલી વધી રહી છે. સોમવાર, 7 સપ્ટેમ્બરની મોડી રાત્રે પેન્ગોગ ત્સો લેઇક પર વાસ્તવિક નિયંત્રણ રેખા(એલએસી)ની પાસે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ફાયરિંગની ઘટના બની હતી. ચીનની સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સે ભારતીય સૈનિકો પર પેન્ગોગ ત્સોના દક્ષિણ કિનારા પર ફાયરિંગ કરવાનો આરોપ લગાવ્યો છે.

Read More...
સુશાંત સિંહ રાજપુત કેસ સંબંધિત ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીને જેલમાં મોકલાઈ

ડ્રસ કેસમાં નોર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ધરપકડ કરવામાં આવ્યા બાદ રિયા ચક્રવર્તીને બુધવારની સવારે દક્ષિણ મુંબઈની બાયકુલા જેલમાં મોકલવામાં આવી હતી. સુશાંત સિંહ રાજપૂત અપમૃત્યુ કેસમાં નશીલા પદાર્થની હેરફેર અંગેની તપાસ બાદ મંગળવારે રિયાની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી સ્થાનિક કોર્ટે તેને 22 સપ્ટેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપી હતી.

Read More...
ટ્રમ્પ અને બિડેન પ્રચારના અંતિમ તબક્કે એકબીજા સામે આક્રમક

પ્રમુખ ટ્રમ્પ અને તેમના ડેમોક્રેટીક હરીફ જો બિડેન ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં એકબીજા સામે આક્રમક બન્યા છે. રાષ્ટ્રીય સર્વેક્ષણમાં બિડેનથી પાછળ રહેલા ટ્રમ્પે તેમના હરીફને અર્થતંત્ર માટે ખતરાજનક, મંદબુદ્ધિના, નીરસ અને મૂર્ખ ગણાવ્યા હતા. જ્યારે બિડેને નિવૃત્ત જવાનો પરત્વે ટ્રમ્પના અપમાનજનક વ્યવહારનો મુદ્દો ઉઠાવ્યો હતો.

Read More...
અમેરિકામાં રાજ્યોને કોરોનાની રસીના વિતરણ માટે 1 નવેમ્બરે તૈયાર રહેવા તાકીદ

મ્પ એડમિનિસ્ટ્રેશને અમેરિકાના રાજ્યોને કોવિડ-19 માટેની સંભવિત રસીના વિતરણ માટે 1 નવેમ્બરે સજ્જ રહેવા તાકીદ કરી છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં 3 નવેમ્બરે પ્રેસિડેન્ટપદની ચૂંટણી યોજાવાની છે.

Read More...
ભારતીય મહિલાઓને અનાકર્ષક ગણાવતા નિક્સનના વિધાનથી ખળભળાટ

અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ રિચર્ડ નિક્સને ભારતીય મહિલાઓ વિશે કરેલી એક અભદ્ર કોમેન્ટની ટેપ બહાર આવતાં ખળભળાટ મચી ગયો હતો. આ ટેપમાં નિક્સન એવું કહેતાં સાંભળી શકાતું હતું કે ભારતીય સ્ત્રીઓ એકદમ કદરૂપી હોય છે. કોણ જાણે કેવી રીતે બાળકો પેદા કરે છે.

Read More...
ગુજરાતમાં સરદાર સરોવર ડેમ 97 ટકા ભરાયોઃ જળસપાટી 135 મીટરે પહોંચી

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવાની માત્રામાં ઘટાડો કરવામાં આવતા ગુરૂવારે સવારની સ્થિતિએ નર્મદા ડેમની સપાટી ૧૩૫ મીટરની નજીક પહોંચી હતી. નર્મદા ડેમની સપાટી હાલ ૧૩૪.૮૮ મીટરે પહોંચી હતી એટલે કે નર્મદા ડેમ ૯૭.૨૫ ટકા ભરાઇ ગયો છે.

Read More...
ગુજરાતમાં ગુનાખોરીને અંકુશમાં લેવા માટે ગુંડા એક્ટને મંજુરી

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ‘ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ’ નામથી એક નવો જ કાયદો અમલમાં મુકવાનો ઈરાદો જાહેર કર્યો હતો જેને હવે કેબિનેટમાંથી મંજૂરી મળી ગઇ છે. બુધવારે મંત્રી પરિષદની બેઠકમાં મુખ્યમંત્રીએ સ્વંય આ કાયદાના મુસદ્દાને વટહુકમ સ્વરૂપે રજૂ કર્યું હતું.

Read More...
ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેન્કિંગમાં ગુજરાત છેક 10માં ક્રમે ધકેલાયું

ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અંગેની રાજ્યોની યાદીમાં આંધ્રપ્રદેશ સતત ત્રીજા વર્ષે ટોચના સ્થાને રહ્યું છે. જોકે બિઝનેસ માટે વિશ્વભરમાં જાણીતું ગુજરાત કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયની આ યાદીમાં પાંચ સ્થાન ગબડીને છેક દસમાં સ્થાને આવી ગયું છે.

Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
હિથ્રોના સ્ટાફને 15-20%નો પગાર કાપ અથવા નોકરી છોડવા જણાવાયું

હિથ્રો એરપોર્ટ પર લાંબા સમયથી સેવા આપતા ફ્રન્ટલાઇન સ્ટાફને જણાવાયું છે કે તેઓ કાં તો 15-20%નો પગાર કાપ મંજૂર કરે અથવા તો નોકરી છોડવા તૈયાર રહે. બુધવારે હવાઇમથકે લગભગ 4,700 કર્મચારીઓને ફાયર કરવા અથવા રિહાયર કરવા ઔપચારિક કલમ 188 મુજબની નોટિસ આપી હતી. યુનિયન સાથે આ પહેલા મહિનાઓ સુધી ચર્ચાઓ કરવામાં આવી હતી પરંતુ ડાયરેક્ટલી એપોઇન્ટ કરાયેલા ગ્રાઉન્ડ સ્ટાફ સાથે કરાર કરવા બાબતે નિષ્ફળ ગયું હતું.

Read More...
અમેરિકામાં એર ઇન્ડિયાને ગ્રાઉન્ડ હેન્ડલિંગ માટે મંજૂરી મળશે

અમેરિકાએ જાહેરાત કરી છે તે અમેરિકાના એરપોર્ટ પર એર ઇન્ડિયાને પોતાની રીતે ગ્રાન્ડ હેન્ડિંગની છૂટ આપવાની યોજના ધરાવે છે.
અમેરિકામાં પોતાની રીતે ગ્રાઉન્ડ હેન્ડલિંગનો એર ઇન્ડિયાનો હક સસ્પેન્ડ કરતો જુલાઈ 2019નો આદેશ અમેરિકાના પરિવહન વિભાગે રદ કરતો નવો આદેશ જારી કર્યો છે.

Read More...
ઇન્ફોસિસ બે વર્ષમાં અમેરિકામાં 12,000 પ્રોફેશનલ્સની ભરતી કરશે

ભારતની બીજા ક્રમની સૌથી મોટી આઇટી કંપની ઇન્ફોસિસે આગામી બે વર્ષમાં અમેરિકામાં 12,000 પ્રોફેશનલ્સની ભરતી કરવાની યોજના ઘડી છે. તેનાથી પાંચ વર્ષમાં અમેરિકામાં ભરતી માટેની સંખ્યા વધીને 25,000 થઈ છે. 2017માં ઇન્ફોસિસે બે વર્ષમાં 10,000 અમેરિકન પ્રોફેશનલ્સની ભરતી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને અમેરિકામાં અત્યાર સુધી રોજગારીની 13,000 તકનું સર્જન કર્યું છે.

Read More...
ભારત સરકાર એલઆઇસીમાંનો પોતાનો 10 ટકા હિસ્સો વેચશે

લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC)માં સરકાર પોતાનો કુલ 10 ટકા હિસ્સો વેચવાની સાથે મોટી સંખ્યામાં બોનસ શેર પણ જાહેર કરી શકે છે. એટલું જ નહીં રિટેલ રોકાણકારોને સરકાર ખાસ ઓફર પણ આપી શકે છે. મીડિયા રિપોર્ટસના જણાવ્યા અનુસાર વિત્ત મંત્રાલયે કેબિનેટ માટે અંતિમ પ્રસ્તાવ પણ તૈયાર કરી દીધો છે. જે હેઠળ LIC એક્ટમાં જરૂરી બદલાવ કરવામાં આવશે.

Read More...
  Entertainment

ઓનલાઇન સર્વેમાં દિશા પટણી મોસ્ટ ડિઝાયરેબલ વુમન

દિશા પટણી પોતાની સુંદરતાની સાથેસાથે ફિટનેસ પર પણ પૂરતું ધ્યાન આપી રહી છે. એક ઓનલાઇન સર્વેના અનુસાર, દિશા ૨૦૧૯ની મોસ્ટ ડિઝાયરેબલ વુમન બની ગઇ છે. તેણે પોતાની આ ઉપલબ્ધિ પર એક પોસ્ટ પણ શેર કરી છે. આ સર્વેના અનુસાર, દિશાએ મોસ્ટ ડિઝાયેરબલ વૂમન ઓફ ૨૦૧૯માં પ્રથમ સ્થાન પામ્યું છે. સર્વેમાં ભારતીય ફીમેલ સેલિબ્રિટિઝની ટોપ ૫૦ની રેકિંગ આપવામાં આવી છે, જે મહિલાઓ અલગ-અલગ ક્ષેત્રો સાથે જોડાયેલી છે. આ સર્વેમાં સેલેબ્સનું લુક, કોન્ફિડન્સ, ટેલન્ટ અને સ્ટાઇલ પર આધારિત પસંદગી કરવામાં આવે છે.

Read More...

પ્રભાસની ફિલ્મમાં સૈફ અલી ખાન રાવણની ભૂમિકા ભજવશે

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન ફરી એક વખત ખલનાયકની ભૂમિકામાં જોવા મળશે. સાઉથની ફિલ્મોના સુપર સ્ટાર પ્રભાસને નાયક તરીકે ચમકાવતી ફિલ્મ આદિપુરૂષમાં રાવણનો રોલ કરશે. આ ફિલ્મને ઓમ રાઉત ડાયરેક્ટ કરી રહ્યા છે. ઓમ રાઉતની સાથે સૈફ અલી ખાનની આ બીજી ફિલ્મ છે. આ પહેલા સૈફ ફિલ્મ તાનાજીઃ ધ અનસંગ વોરિયરમાં ખલનાયકનો રોલ ભજવ્યો હતો.

Read More...

અર્જુન કપૂર-મલાઇકા અરોરા કોરોના પોઝિટિવ

બૉલીવૂડ અભિનેતા અર્જુન કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી હતી. અર્જુને તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું કે ‘મારું કર્તવ્ય છે કે હું તમને બધાને જણાવી દઉ કે મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હું સંપૂર્ણ રીતે ઠીક છું અને મારી અંદર કોરોનાના કોઇ લક્ષણ નથી. હું ઘરે જ આઇસોલેશનમાં છું. મેં ડૉકટર અને પાલિકાની સલાહ લીધી છે. તમારા બધાના સહકાર બદલ ધન્યવાદ’. દરમિયાન મલાઇકા આરોરાએ પણ જણાવ્યું હતું કે ‘મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું હોમ કવોરન્ટાઇનમાં છું.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store