બૉલીવૂડ અભિનેતા અર્જુન કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી હતી. અર્જુને તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું કે ‘મારું કર્તવ્ય છે કે હું તમને બધાને જણાવી દઉ કે મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હું સંપૂર્ણ રીતે ઠીક છું અને મારી અંદર કોરોનાના કોઇ લક્ષણ નથી. હું ઘરે જ આઇસોલેશનમાં છું. મેં ડૉકટર અને પાલિકાની સલાહ લીધી છે. તમારા બધાના સહકાર બદલ ધન્યવાદ’. દરમિયાન મલાઇકા આરોરાએ પણ જણાવ્યું હતું કે ‘મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું હોમ કવોરન્ટાઇનમાં છું. જલદી સ્વસ્થ થઇને પરત ફરીશ’. આ સાથે તેની ગર્લ ફ્રેન્ડ મલાઈકા અરોરાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હોવાનો એક અંગ્રેજી અખબારી અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. જો કે, તેણે સત્તાવાર રીતે કોઈ માહિતી આપી ન હતી.