Vol. 3 No. 229 About   |   Contact   |   Advertise 17th December 2020


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
નવા પ્રકારના વાયરસનો આતંક: લંડન ટિયર 3માં

ક્રિસમસ પૂર્વેના બીજા લોકડાઉન પછી પણ કોરોનાવાયરસનો ચેપ શમવાનું નામ લેતો નથી અને ક્રિસમસને હવે માંડ એક વિકની વાર છે ત્યારે વાયરસના નવા પ્રકારને કારણે બમણી ગતીએ વધતા રોગચાળાને નાથવા માટે ગ્રેટર લંડન, મોટાભાગના એસેક્સ અને હર્ટફોર્ડશાયરના વિસ્તારો પર તા. 16ને બુધવારે 00:01 કલાકથી કોરોનાવાયરસ ટિયર 3 પ્રતિબંધો લાદવાની હેલ્થ સેક્રેટરી મેટ હેનકોક દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

Read More...
ઇયુ સાથે વાટાઘાટોમાં ભારે ખેંચતાણઃ નો-ડીલ બ્રેક્ઝિટના એંધાણ?

બોરિસ જ્હોન્સને તેમના ટોચના પ્રધાનો સમક્ષ પુનરોચ્ચાર કર્યો છે કે ઇયુ સાથે બિઝનેસ ડીલને સુરક્ષિત કરવામાં નિષ્ફળતા મળી શકે છે, પરંતુ તેમની ટીમ હજી પણ ડીલ સુધી પહોંચવાનો પ્રયાસ કરશે. વડાપ્રધાને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવાની ઇચ્છા પર ફરીથી ભાર મૂક્યો હતો, પરંતુ એ પણ પુનરોચ્ચાર કર્યો હતો કે યુકેની સ્વતંત્રતા અને સાર્વભૌમત્વનો આદર કરવો જોઈએ.

Read More...
અમેરિકામાં માર્ચ સુધીમાં 100 મિલિયન લોકોને કોરોનાની રસી અપાશે

અમેરિકામાં આવતા વર્ષે માર્ચ મહિના સુધીમાં 100 મિલિયન લોકોને કોરોના સામે લડવા માટેની રસી આપવાની આશા રાખવામાં આવી છે, તેમ યુએસ કોવિડ-19 વેક્સિન પ્રોગ્રામના મુખ્ય સલાહકારે રવિવારે જણાવ્યું હતું. પ્રથમ રસી માટે અમેરિકન નિયંત્રકને સંકટ માટે અધિકૃત કરવામાં આવ્યા છે.

Read More...
એર ઇન્ડિયા ખરીદવા ટાટા ગ્રુપ સહિત કેટલાંક લોકોએ રસ દર્શાવ્યો

સરકાર માલિકીની એરલાઇન્સ કંપની એર ઇન્ડિયાને ખરીદવા માટે ટાટા ગ્રૂપ અને એર ઇન્ડિયાના કર્મચારીઓના એક ગ્રૂપ સહિત સંખ્યાબંધ ખેલાડીઓએ રસ દર્શાવ્યો છે. એર ઇન્ડિયા માટે બિડ કરવાની છેલ્લી તારીખ 14 ડિસેમ્બર હતી અને સરકારને સંખ્યાબંધ એક્સપ્રેસન ઓફ ઇન્ટરેસ્ટ મળ્યા છે.

Read More...
બુલીઇંગ બદલ પ્રીતિ પટેલને દૂર નહિં કરનાર જ્હોન્સન સામે દાવો

બુલીઇંગ કરવાના આરોપો બદલ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલને દૂર નહિં કરનાર વડાપ્રધાન બોરિસ જ્હોન્સનને અભૂતપૂર્વ કાનૂની પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રીતિ પટેલે મંત્રીમંડળના નિયમોને તોડ્યા હોવાનું માલુમ પડ્યું હોવા છતાં બોરીસ જ્હોન્સને તેમના કહેવાતા કામોને નજર અંદાજ કર્યા હતા.

Read More...
મોદીએ દિલ્હીમાં નવા સંસદ ભવનનું ભૂમિપૂજન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં નવા સંસદ ભવનનો ગુરુવારે શિલાન્યાસ કર્યો હતો.સરકારની મહત્ત્વકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા યોજનાના ભાગરૂપે નવા સંસદ ભવનનું નિર્માણ કરવામાં આવશે. નવું સંસદ ભવન ત્રિકોણ આકારનુ હશે. વડાપ્રધાન મોદીએ શાસ્ત્રક્ત વિધિ સાથે સંસદના નવા બિલ્ડિંગ નિર્માણ માટે શિલાન્યાસ ભૂમિપૂજન કર્યું હતુંે.

Read More...
ગુજરાતના ભૂતપૂર્વ ગૃહપ્રધાન વિપુલ ચૌધરીની સાગરદાણ કૌભાંડમાં ધરપકડ

અમુલના ભૂતપૂર્વ ચેરમેન અને ગુજરાતના ભૂતપૂર્વ ગૃહપ્રધાન વિપુલ ચૌધરીની રૂ.14.80 કરોડના કથિત બોનસ કૌભાંડમાં ગુજરાત પોલિસના ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઇડી)એ રવિવારે ધરપકડ કરી હતી. પાંચ જાન્યુઆરીએ મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીના થોડા સપ્તાહ પહેલા ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી. સેશન કોર્ટે વિપુલ ચૌધરીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા

Read More...
નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ડિસેલિનેશન પ્લાન્ટ, રિન્યુએબલ એનર્જી પાર્ક અને ડેરી પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ગુજરાતની એક દિવસની મુલાકાત દરમિયાન કચ્છમાં જુદા જુદા ત્રણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાને કચ્છના ધોરડોમાં વોટર ડિસિલિનેશન પ્લાન્ટ, હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક અને ફુલી ઓટોમેટેડ મિલ્ક પ્રોસેસિંગ એન્ડ પેકિંગ પ્લાન્ટ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો.

Read More...
જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રનું એક્ઝિબિશન સુરત સ્પાર્કલ 2021માં ફેબ્રુઆરી યોજાશે

ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માટે મહત્ત્વના ગણાતા જેમ્સ એન્ડ જ્વેલરી શો સુરત સ્પાર્કલ 2021 એક્ઝિબેશનનું 20-22 ફેબ્રુઆરીએ આયોજન થશે. સુરત સ્પાર્કલ 2021 ગુજરાતનું સૌથી મોટું જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશન છે, જે જેમ્સ એન્ડ જ્વેલરીના લેટેસ્ટ ટ્રેન્ડ દર્શાવવાનું આદર્શ પ્લેટફોર્મ છે.

Read More...
અમેરિકામાં વેક્સિનેશનનો આરંભ, લોકોને રાહતની આશા

અમેરિકામાં કોવિડ-19 માટેના વેક્સિનેશન કેમ્પેઈન (રશીકરણ ઝુંબેશ) નો સોમવારે (14 ડીસેમ્બર) ન્યૂ યોર્કમાં આરંભ થયો હતો અને પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી એની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, પહેલી વેક્સિન અપાઈ ગઈ. અભિનંદન અમેરિકા, અભિનંદન દુનિયા.

Read More...

  Sports
ઈંગ્લેન્ડની ટીમ જાન્યુઆરીમાં ભારતના પ્રવાસે જશે

ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ જાન્યુઆરીમાં ભારતના પ્રવાસે જવાની છે, જેમાં તે ચાર ટેસ્ટ મેચ, પાંચ ટી-20 અને ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ્સ રમશે.

Read More...
ગૂગલ પર વિશ્વમાં સૌથી વધુ સર્ચ કોરોના વિશે પણ ભારતમાં IPL વિશે સર્ચ કરાયું

ગૂગલ વર્ષના અંતે વર્ષમાં સૌથી વધારે સર્ચ થતાં વિષયો જાહેર કરે છે. જેમાં ગૂગલ પર વર્ષમાં સૌથી વધારે લોકોએ શું સર્ચ કર્યું. ભારત માટે પણ ગૂગલે સૌથી વધારે સર્ચ કરવામાં આવેલા વિષયો જાહેર કર્યાં છે. આ યાદીમાં આ વર્ષે ભારતમાં કરવામાં આવેલા ટોપ સર્ચથી લઈને, ટોપિક્સ, ઈવેન્ટ, લોકો અને જગ્યાઓ વિશે જણાવવામાં આવ્યું છે.

Read More...
ક્રિકેટર પાર્થિવ પટેલે સંપૂર્ણ નિવૃત્તિ લીધી

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ વિકેટકીપર પાર્થિવ પટેલે 35 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહી દીધું છે. માત્ર 17 વર્ષની વયે તેણે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. 2018માં પાર્થિવ છેલ્લીવાર ટીમ ઇંડિયા માટે મેચ રમ્યો હતો. 17 વર્ષની ઉંમરે એણે 2002માં ઇંગ્લેંડનો ટીમ ઇન્ડિયા સાથે પ્રવાસ કર્યો હતો.

Read More...
18 વર્ષની કરિયરમાં પાર્થિવ પટેલ કરેલા રેકોર્ડ્સની ઝલક

2002માં 17 વર્ષ અને 153 દિવસની ઉંમરે ડેબ્યૂ કરીને પાર્થિવ પટેલ ટેસ્ટમાં સૌથી ઓછી ઉંમરનો વિકેટકીપર બન્યો હતો. કેરિયરની શાનદાર શરૂઆત પછી 2004માં દિનેશ કાર્તિક અને મહેન્દ્ર સિંહ ધોનીને તક મળતા ટીમમાંથી પાર્થિવે ધીમે ધીમે સ્થાન ગુમાવ્યુ.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
ભારતમાં 5G ટેલિકોમ સર્વિસ 2021ના ઉત્તરાર્ધમાં ચાલુ થશેઃ મુકેશ અંબાણી

ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ મંગળવારે સંકેત આપ્યો હતો કે 2021ના બીજા છ મહિનામાં ભારતમાં 5G ટેલિકોમ સર્વિસનો પ્રારંભ થશે. તેમણે જણાવ્યું હતું કે ભારતમાં અફોર્ડેબલ અને દરેક જગ્યાએ ઉપલબ્ધ થઈ શકે તેવી અલ્ટ્રા-હાઇ સ્પીડ 5G સર્વિસ લોન્ચ કરવા માટે નીતિવિષયક પગલાંની જરૂર છે.
ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2020માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે જિયોની 5G સર્વિસ સરકારના આત્મનિર્ભર ભારતનો પુરાવો હશે. 5G સર્વિસ ઉપરાંત જિયો ગૂગલ સાથે સહયોગમાં એફોર્ડેબલ એન્ડ્રોઇડ ફોન વિકસિત કરી રહી છે, જેને આગામી મહિનામાં બજારમાં મૂકવામાં આવશે

Read More...
એપોલો ફાર્મસીમાં 100 મિલિયન ડોલરનું રોકાણની એમેઝોનની વિચારણા

વિશ્વની દિગ્ગજ ઇ-કોમર્સ કંપની એમેઝોન ભારતના ઝડપથી વિકસતા જતાં ઇ-ફાર્મસી બિઝનેસમાં પ્રવેશ કરવા સજ્જ બની છે. આ સેક્ટરમાં તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ટાટા ગ્રૂપના સ્પર્ધા કરશે. એમેઝોન ઇન્ક ભારતની ફાર્મસી ચેઈન એપોલો ફાર્મસી આશરે 100 મિલિયન ડોલરના રોકાણ પર વિચાર કરી રહી છે, એમ સૂત્રોને ટાંકીને વિવિધ મીડિયા અહેવાલમાં જણાવાયું હતું.

Read More...
મોનોપોલી ઊભી કરવા બદલ ફેસબુક સામે US સરકારે ફરિયાદ દાખલ કરી

અમેરિકાની સરકાર અને 48 રાજયોએ ફેસબુક વિરુદ્ધ સમાનાંતર એન્ટીટ્રસ્ટ કાનૂની દાવાના કેસો દાખલ કર્યા છે. વિશ્વની દિગ્ગજ સોશિયલ મીડિયા કંપની પર મોનોપોલી ઊભી કરવા અને નાના હરીફોને હટાવવા માટે બજારમાં તેના મોખરાના સ્થાનનો દુરુપયોગ કર્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

Read More...
અમેરિકામાં ફ્લિપકાર્ટના 10 બિલિયન ડોલરના આઇપીઓ માટે વોલમાર્ટની વિચારણા

વોલમાર્ટ અમેરિકી શેરબજારમાં ફ્લિપકાર્ટનો આઈપીઓ લાવવા માટે સક્રિય બની છે. આ યોજના માટે કંપનીએ કન્સલટન્ટ તરીકે ગોલ્ડમેન સાક્સની નિમણૂક કરી છે. કંપની ફ્લિપકાર્ટના આઈપીઓ દ્વારા 10 બિલિયન ડોલર એકત્ર કરવાની યોજના ધરાવે છે. આ આઇપીઓમાં વોલમાર્ટ તેની પાસે રહેલો ફ્લિપકાર્ટનો 25 ટકા હિસ્સો વેચશે. ફ્લિપકાર્ટની માર્કેટ વેલ્યુ 40 બિલિયન ડોલર હોવાનો અંદાજ છે.

Read More...
તમામ લોન પર વ્યાજમાફીથી બેન્કોને રૂ.6 લાખ કરોડનું નુકસાન થશે, બેન્કિંગ સિસ્ટમ પડી ભાંગશે: સરકાર

સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે મંગળવારે જણાવ્યું હતું કે મોરેટોરિયમ પિરિયડ દરમિયાન તમામ લોનધારકોના વ્યાજની માફી દેશના આર્થિક હિતમાં નથી અને તેનાથી સમગ્ર બેન્કિંગ સિસ્ટમ તૂટી પડે તેવી શક્યતા છે.

Read More...
  Entertainment

બિપાશા અને ડિનો મોરિયાએ રૂ. 10ની થાળી પર દહાડા કાઢ્યા હતા

પાશા બસુ અને નેવુંના દાયકાના સફળ મૉડેલ ડિનો મોરિયા વચ્ચેના સંબંધોની તો ઘણી ચર્ચા થઇ ચૂકી છે. બન્નેએ મોડેલ તરીકે જ પોતાની કારકિર્દી શરૂ કરી હતી, ત્યાર બાદ ફિલ્મોમાં આવ્યાં. બન્ને વિક્રમ ભટ્ટની ફિલ્મ ‘રાઝ’ માં એકસાથે નજરે પડ્યાં હતાં. તેમની આ ફિલ્મ સફળ રહી હતી. એક અહેવાલ મુજબ આ ફિલ્મની રિલીઝ વખતે જ બન્નેને એકબીજા પ્રત્યે પ્રેમ થઇ ગયો હતો, જોકે, પાંચ વર્ષ પછી બ્રેક-અપ પણ થઇ ગયું હતું. હા, બ્રેક-અપ પછી પણ તેમની વચ્ચે દોસ્તી તો છે જ.

Read More...

સલમાને ફાર્મહાઉસમાં ખેતીકામ કર્યું

સલમાન ખાને કોરોનાકાળ દરમિયાન ખેતી કરવાનો નવો ટ્રેન્ડ શરૂ કર્યો હતો. એક્ટર લાંબા સમય સુધી પનવેલ સ્થિત ફાર્મહાઉસમાં રહેતો હતો. આ સમય દરમિયાન સલમાન ખાને ખેતીવાડી પણ કરી હતી. હાલમાં જ સલમાન પાવડાથી કામ કરતો હોય તેવી તસવીર સોશિયલ મીડિયામાં શૅર કરી હતી.,સલમાન ખાને સોશિયલ મીડિયામાં તસવીર શૅર કરી હતી.

Read More...

કૃતિ સેનોનને કોરોનાનો ચેપ લાગ્યો

કોરોનાના ચેપનો ભોગ બનાનારા ફિલ્મ કલાકારોમાં અભિનેત્રી કૃતિ સેનોનનું પણ નામ સામેલ થઇ ગયું છે. કૃતિ અને રાજકુમાર રાવ પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ ચંડીગઢમાં કરી રહ્યા હતા. જોકે આ શૂટિંગ એક દિવસ પહેલા જ પુરુ થઇ ગયું હતું.

Read More...

રાવણને દયાળુ ગણાવવા બદલ સૈફ અલીખાન સામે પોલીસ ફરિયાદ

પીઢ ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાનને રાવણને દયાળુ ગણાવવાનુ નિવેદન આપવાનુ ભારે પડી ગયુ છે.આ નિવેદન બદલ સૈફ માફી માંગી ચુક્યો છે પણ લોકોનો રોષ યથાવત છે.
દિલ્હીમાં વિશ્વ હિન્દુ મહાસંઘ નામની સંસ્થાના પ્રદેશ અધ્યક્ષ રાજેશ તોમરે સૈફ અલી ખાન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Read More...

આમિર ખાનનો પુત્ર ઝુનૈદ પણ હવે ફિલ્મોમાં પદાર્પણ કરશે

ટોચના અભિનેતા આમિર ખાનનો પુત્ર ઝુનેદ હવે બોલીવૂડમાં ડેબ્યુ કરી રહ્યો છે. તે છેલ્લા ત્રણ વરસથી થિયેટર સાથે જોડાયેલો હતો. કહેવાય છે કે, તે યશરાજ ફિલ્મસ પ્રોડકશન સાથે બોલીવૂડમાં ડેબ્યુ કરવાનો છે. તેમજ તેની ઓપોઝિટ લીડ રોલમાં અર્જુન રેડીની અભિનેત્રી શાલિની પાંડે જોવા મળશે. શાલિનીએ પોતાનું બોલીવૂડ ડેબ્યુ ફિલ્મ જયેશભાઇ જોરદારથી કર્યું હતું.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store